ટ્રેન્ડિંગનેશનલવીડિયો સ્ટોરી

બેકાબૂ કારે બે યુવતી અને એક મહિલાને મારી ટક્કર, ત્રણેયના મૃત્યુ, જૂઓ CCTV

Text To Speech
  • ટિહરીમાં એક ઝડપી કારની ટક્કરથી એક મહિલા અને બે સગીર છોકરીઓના મૃત્યુ થયા છે. આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી

ઉત્તરાખંડ, 25 જૂન: ઉત્તરાખંડના ટિહરીના બૌરાડી વિસ્તારમાં ચાલી રહેલી એક મહિલા અને તેમની બે ભત્રીજીઓને સોમવારે સાંજે એક બેકાબૂ કારે જોરદાર ટક્કર મારી હતી. અથડામણને કારણે ત્રણેયના મૃત્યુ થયા હતા. ટક્કર એટલી જોરદાર હતી કે મહિલા અને તેની બે ભત્રીજી હવામાં ફંગોળાયા હતા અને કેટલાય ફૂટ દૂર જઈને પછડાયા હતા. આ ભયાનક અકસ્માતનો વીડિયો રસ્તાની બાજુના એક મકાનના સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો. જે હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

સાંજના સમયે કાકી અને તેમની 2 ભત્રીજીઓ ચાલવા નીકળી હતી બહાર

અકસ્માત અંગે પોલીસે જણાવ્યું હતું કે કારની ટક્કરથી ત્રણ લોકોના મૃત્યુ થયા હતા અને અન્ય બે લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. દરમિયાન પોલીસે આરોપી કાર ચાલકની ધરપકડ કરી લીધી છે. પોલીસે વધુમાં જણાવ્યું હતું કે રીના નેગી (36) તેની બે ભત્રીજીઓ અગ્રીમા નેગી (10) અને અન્વિતા (7) સાથે સાંજે 7 વાગ્યાની આસપાસ નગરપાલિકા ઓફિસ રોડ પર ચાલી રહી હતી. ત્યારે જખાનીધરના બ્લોક ડેવલપમેન્ટ ઓફિસર ડીપી ચમોલીની બેકાબૂ કારે ત્રણેયને કચડી નાખ્યા હતા.

અહીં જૂઓ CCTV:

 

કાર ચાલકની કરવામાં આવી ધરપકડ

આ અકસ્માતમાં રીનાનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું, જ્યારે અગ્રીમા અને અન્વિતાને જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવતાં તબીબોએ મૃત જાહેર કર્યા હતા. આરોપી ડ્રાઈવર ચમોલીની ધરપકડ કરવામાં આવી છે અને તેને કોર્ટમાં રજૂ કરવામાં આવી રહ્યો છે. આ બનાવથી સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. જિલ્લા હોસ્પિટલના મુખ્ય તબીબી અધિક્ષક ડૉ. અમિત રાયે જણાવ્યું કે આ ઘટનામાં અન્ય બે લોકો ઘાયલ થયા છે અને તેમની સારવાર કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: ફિલ્મી સ્ટાઇલમાં ATMની ચોરી, 2 મિનિટમાં ATMને વેનમાં બાંધી ઉખેડી નાખ્યું અને….

Back to top button