ટ્રેન્ડિંગનેશનલ

પાણી સત્યાગ્રહ પર બેઠેલા દિલ્હી જળ મંત્રી આતિશીની તબિયત લથડી, LNJP હોસ્પિટલના ICU વોર્ડમાં દાખલ

Text To Speech
  • દિલ્હી જળ મંત્રી આતિશીની તબિયત લથડી
  • આતિશીનું બ્લડ શુગર લેવલ અડધી રાત્રે 43 અને સવારે 3 વાગ્યે 36 થઈ ગયું
  • બ્લડ શુગર લેવલ ઘટી જતા આતિશીને LNJP હોસ્પિટલમાં કરાયા દાખલ

દિલ્હી, 25 જૂન: દિલ્હીના જળ મંત્રી આતિશીની તબિયત સોમવારે મોડી રાત્રે બગડી હતી, જેના કારણે તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હાલમાં આતિશીને LNJP હોસ્પિટલના ICU વોર્ડમાં દાખલ કરવામાં આવી છે. આતિશી પોતાની માંગણીઓને લઈને શુક્રવારથી પાણી સત્યાગ્રહ પર અનિશ્ચિત મુદતના ઉપવાસ પર બેઠી છે. આમ આદમી પાર્ટીએ કહ્યું કે મધરાતે તેમનું બ્લડ સુગર લેવલ 43 પર આવી ગયું અને સવારે 3 વાગ્યા સુધીમાં તે ઘટીને 36 થઈ ગયું હતું.

બ્લડ સુગર લેવલ ચિંતાજનક ઘટ્યા પછી, LNJP હોસ્પિટલના ડોકટરોએ તાત્કાલિક તબીબી હસ્તક્ષેપની સલાહ આપી અને તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. AAPએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક વીડિયો શેર કર્યો છે જેમાં મેડિકલ વર્કર્સ આતિશીને એમ્બ્યુલન્સમાં લઈ જતા જોવા મળે છે.

અહીં જૂઓ વીડિયો:

 

AAP દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આ પહેલા પણ LNJP ડોક્ટરોએ આતિશીના સ્વાસ્થ્યની તપાસ કરી હતી અને તેને હોસ્પિટલમાં દાખલ થવાની સલાહ આપી હતી. પરંતુ તેમણે દાખલ થવાનો ઇનકાર કર્યો હતો.

ડોક્ટરે શું કહ્યું?

આતિશીની તબિયત અંગે નિવેદન આપતાં LNJP હોસ્પિટલના ડૉક્ટર સુરેશે કહ્યું કે પેશાબમાં કીટોન્સ મળી આવ્યા છે, તેથી તેમને ICUમાં રાખવામાં આવ્યા છે. અમે તેમને ગઈકાલે પણ હોસ્પિટલમાં દાખલ થવા કહ્યું હતું પરંતુ તેમણે ના પાડી દીધી હતી. સુગર લેવલ પણ ઓછું છે. તમામ બ્લડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જે નોર્મલ આવ્યા છે અને હાલ તે હવે સ્વસ્થ છે.

આ પણ વાંચો: કેજરીવાલના વકીલ સિંઘવી જામીનની સુનાવણી દરમિયાન હાઈકોર્ટની ખામીઓ ગણી રહ્યા હતા, SCએ શીખવાડ્યો પાઠ

Back to top button