ટોપ ન્યૂઝટ્રેન્ડિંગમનોરંજન

હોલીવુડના પ્રખ્યાત અભિનેતાને દરિયામાં સર્ફિંગ દરમિયાન શાર્કે ભર્યા બચકા, દુનિયાને કહ્યું અલવિદા

હોનોલુલુ, 24 જૂન : હવાઈમાં ‘પાઇરેટ્સ ઓફ ધ કેરેબિયન’ સ્ટાર, લાઇફગાર્ડ અને સર્ફિંગ પ્રશિક્ષક તામાયો પેરી હુમલામાં નિધન થયું છે. 49 વર્ષીય અભિનેતા તામાયો પેરી સાથે ગોટ આઇલેન્ડ ખાતે રવિવારે બપોરે આ ઘટના બની હતી. તામાયો પેરીના મૃત્યુ અંગેની માહિતી હોનોલુલુ ઇમરજન્સી મેડિકલ સર્વિસ દ્વારા બહાર પાડવામાં આવી હતી. તમાયોએ ‘બ્લુ ક્રશ’ અને ‘ચાર્લીઝ એન્જલ્સ ફુલ થ્રોટલ’માં પણ અભિનય કર્યો હતો.

પ્રખ્યાત સર્ફર તામાયો પેરી હવાઈના લાઈ નજીક મોકુઈયા ખાતે સર્ફ કરવા ગયા હોવાનું જાણવા મળે છે. સૂત્રોએ પુષ્ટિ કરી કે તે બાદમાં બપોરે 1 વાગ્યે મૃત હાલતમાં મળી આવ્યો હતો. ફોન પર ઘટનાની જાણ કરનાર એક વ્યક્તિએ દાવો કર્યો કે તેણે કાહુકુ નજીક મલાઈકાહાના બીચ પર દેખીતી રીતે એક વ્યક્તિને શાર્કના હુમલાથી પીડિત જોયો હતો. પેરીના શરીરમાં એક કરતા વધુ શાર્કના બાચકા ભરવાના નિશાન જોવા મળ્યા હતા.

તમાયો પેરીનું ઘટના સ્થળે જ મોત થયું હતું

ઘટનાની માહિતી મળ્યા બાદ, તબીબી સેવાઓ બપોરે 1 વાગ્યા પહેલા મલાઈકાહાના બીચ પર પહોંચી ગઈ હતી. બચાવકર્તાઓ ઓશન સેફ્ટી લાઇફગાર્ડ્સની મદદ માટે આવ્યા અને તેમને જેટ સ્કી દ્વારા કિનારે લાવ્યા. આ પછી પેરામેડિક્સે મૃત્યુની જાહેરાત કરી. પેરીનું ઘટનાસ્થળે જ મોત થયું હોવાના અહેવાલ છે. ‘પાઇરેટ્સ ઓફ ધ કેરેબિયનઃ સ્ટ્રેન્જર ટાઇડ્સ’ સ્ટાર તામાયો પેરીના મૃત્યુ બાદ મહાસાગર સુરક્ષા અધિકારીઓએ આ વિસ્તારમાં શાર્કની ચેતવણીની પોસ્ટ કરી હતી.

તમાયો પેરીને શ્રદ્ધાંજલિ આપી

હોનોલુલુના અધિકારીઓ અને સ્થાનિક સમુદાયે તામાયો પેરીને તેમના મૃત્યુની જાહેરાત કર્યા બાદ શ્રદ્ધાંજલિ આપી હતી હોનોલુલુના મેયર રિક બ્લાંગિયાર્ડીએ મહાન સર્ફરના મૃત્યુને મોટી ખોટ ગણાવી હતી અને કહ્યું હતું કે ‘તામાયો એક પ્રખ્યાત વોટરમેન હતા અને ખૂબ જ સન્માનિત વ્યક્તિ હતા.’

 

View this post on Instagram

 

A post shared by Domeyko Photography (@rafaeldomeyko)

તામાયો પેરીએ 12 વર્ષની ઉંમરે સર્ફિંગ કરવાનું શરૂ કર્યું હતું

1975માં જન્મેલા તામાયો પેરીએ 12 વર્ષની ઉંમરે સર્ફિંગ કરવાનું શરૂ કર્યું હતું. “તેમણે જુલાઈ 2016 માં ઓશન સેફ્ટી ડિપાર્ટમેન્ટ સાથે કામ કરવાનું શરૂ કર્યું,” હોનોલુલુ ઇમરજન્સી સર્વિસ ડિપાર્ટમેન્ટના શેન એનરાઇટે કહ્યું, “તે એક લાઇફગાર્ડ હતો જે તેના કામ માટે જાણીતો હતો,” હોનોલુલુ ઓશન સેફ્ટી ડિપાર્ટમેન્ટના ચીફ કર્ટ લેગે કહ્યું. ..તે ઉત્તર કિનારાને સારી રીતે જણાતા હતા. તે એક વ્યાવસાયિક સર્ફર હતો, અને સમગ્ર વિશ્વમાં જાણીતો હતો.

આ પણ વાંચો: નકલી ઓળખથી સીમકાર્ડ ખરીદનારને થશે જેલની સજા, 26 જૂનથી નવો ટેલિકોમ કાયદો લાગુઃ જાણો અન્ય જોગવાઈઓ વિશે

Back to top button