યમદૂત બનીને ફરી રહ્યા છે રખડતાં ઢોર, મહિલાનો જીવ માંડ બચ્યો, સમગ્ર ઘટનાનો વીડિયો આવ્યો સામે
હાલમાં રાજ્યમાં રખડતા ઢોરના કારણે લોકોની મુશ્કેલી વધી રહી છે. તેમાં હાલમાં કોઈને કોઈ શહેરમાં રખડતાં ઢોરના કારણે જાહેર રસ્તા પર લોકોની સાથે અકસ્માતની ઘટના વધી રહી છે. હાલમાં જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં નવસારીમાં રખડતા ઢોરની અડફેટે મોપેડ ચાલક યુવતી ફંગોળાઈ હતી, જેને પરિણામે યુવતીને ઈજાઓ પહોંચી છે.
તાજેતરનો આ વીડિયો નવસારીના કબીલપોર પાસે આવેલી વસંત વિહાર સોસાયટીમાં એક્ટિવા ચાલક મહિલા અને ઢોર વચ્ચે અકસ્માતનો છે. જેમાં મહિલા પણ થઈ છે. સાથે જ પ્રાણી પણ ઘાયલ થયા છે. આ ઘટના ત્યારે સામે આવી જ્યારે સમગ્ર ઘટનાનો CCTV ફૂટેજ સામે આવી.
ઢોર નિયંત્રણ કાયદાની જરૂર
રખડતા ઢોરનો ત્રાસ રોજ બરોજ વધી રહ્યો છે, ત્યારે નવસારીના કબીલપોર પાસે આવેલી વસંત વિહાર સોસાયટીમાં એક્ટીવા ચાલક મહિલા અને ઢોર વચ્ચે અકસ્માત સર્જાયો જેના CCTV આવ્યા સામે @CMOGuj #CCTV #cattlecow #Navsari #Viral #ViralVideo #gujaratinews #humdekhengenews pic.twitter.com/7ewtqM90vo— Hum Dekhenge News (@humdekhengenews) July 25, 2022
રખડતા ઢોર અંગે પ્રજાજનો દ્વારા વારંવાર ફરિયાદો ઉઠતી રહેતી હોય છે. છતાં તંત્ર દ્વારા અસરકારક પગલા લેવામાં આવતા નથી. રાજ્યમાં શહેરના કોઈ પણ રસ્તા પર તમે પસાર થતા હશો તો આ રખડતી રંજાડનો સામનો તમારે કરવો જ પડશે. તમે કોઈ પણ શહેરમાં જશો તો રખડતા ઢોર જે ગમે ત્યારે જીવલેણ સાબિત થઈ શકે છે, જે ગમે ત્યારે તમારા પર હુમલો કરીને તમને ઘાયલ કરી શકે છે.
શું છે મોટા શહેરોમાં સ્થિતિ ?
રાજ્યના મોટા શહેરના કોઈ પણ રસ્તા પર તમે પસાર થતા હશો તો આ રખડતા ઢોરનો સામનો તમારે કરવો જ પડશે. તમે કોઈ પણ શહેરમાં જશો તો રખડતા ઢોર જે ગમે ત્યારે જીવલેણ સાબિત થઈ શકે છે, જે ગમે ત્યારે તમારા પર હુમલો કરીને તમને ઘાયલ કરી શકે છે. આ સમસ્યાનું નિરાકરણ લાવવા અત્યાર સુધીમાં કેટલીય ફરિયાદો મહાનગરપાલિકામાં કરવામાં આવી છે. જેથી મનપાએ આ અંગે પગલા પણ ભર્યા છે.
આ પણ વાંચો : સ્માર્ટ સીટીના રસ્તા રિપેર તો થયા પણ પાછા જેવા હતા તેવા, SMC અને AMC નું તંત્ર ક્યારે જાગશે ?
છેલ્લા 6 વર્ષમાં રખડતાં ઢોર પકડવા માટે મહાનગરપાલિકાએ 125 લોકોની ટીમ બનાવી છે અને આ ટીમની પાછળ પગાર સહિતનો 281 કરોડ રૂપિયાનો ખર્ચ મહાનગરપાલિકાએ કર્યો છે. તમારા એટલે કે અમદાવાદના નાગરિકો પર જ છોડીએ છીએ, પરંતુ અધધ કરોડોનો ખર્ચ કર્યા પછી પણ શહેરના રસ્તાઓ પર રખડતા ઢોરનો ત્રાસ એવોને એવો જ છે હજી પણ અમદાવાદીઓને રખડતા ઢોરના ત્રાસમાંથી મુક્તિ નથી મળી અને ક્યારે મળશે તે સવાલનો જવાબ કદાચ મહાનગરપાલિકા તંત્ર પાસે પણ નહીં હોય.