ટ્રેન્ડિંગવર્લ્ડવિશેષવીડિયો સ્ટોરી

Video: જુગારીને 40 લાખ ડૉલર જીતવાનો એટલો બધો આનંદ થયો કે ત્યાં જ ઢળી પડ્યો

Text To Speech

સિંગાપોર, 24 જૂનઃ ક્યારેક અતિશય આનંદ પણ વ્યક્તિના જીવન માટે જોખમી બની જઈ શકે છે. આવો જ એક કિસ્સો સિંગોપોરના કોઈ કેસિનોમાં બન્યો હોવાના સમાચાર મળી રહ્યા છે.

વાસ્તવમાં સોશિયલ મીડિયામાં એક વીડિયો ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે, મરીના બે સિંગાપોર કેસિનો (MARINA BAY SINGAPORE CASINO) માં એક વ્યક્તિ જુગાર રમતાં રમતાં 4 મિલિયન ડૉલર જીતી ગયો. આટલી મોટી રકમ એક સાથે જીતી ગયો છે એ વાતનો તેને વિશ્વાસ જ નહોતો આવતો અને જ્યારે ખરેખર તેને ખબર પડી કે તે 40 લાખ ડૉલર જીતી ગયો છે ત્યારે તે એટલો બધો આનંદ અને ઉત્સાહમાં આવી ગયો કે એ અતિ ઉત્સાહમાં તેના હૃદયના ધબકારા અનેકગણા વધી ગયા અને ત્યાં કેસિનોમાં જ ઢળી પડ્યો.

જૂઓ અહી વીડિયો…

વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, કેસિનોમાં એક વ્યક્તિ ઢળી પડ્યો છે અને લોકો તેને બચાવવા માટે મથામણ કરી રહ્યા છે. અલબત્ત, આ વીડિયો ચોક્કસ ક્યાંનો અને ક્યારનો છે તે હજુ સુધી જાણવા મળ્યું નથી, પરંતુ તેમાં દાવો કરવામાં આવ્યો છે કે, 4 મિલિયન ડૉલર જીતી ગયા પછી આનંદના અતિરેકમાં એક વ્યક્તિનું ઘટના સ્થળ પર જ મૃત્યુ થઈ ગયું અને એ આટલી મોટી રકમ વાપરવા પણ ન રહ્યો.

આ ઘટના એક યુઝરે તેના X હેન્ડલ ઉપર પણ શૅર કરી છે. જૂઓ અહીં…

આ પણ વાંચોઃ નકલી ઓળખથી સીમકાર્ડ ખરીદનારને થશે જેલની સજા, 26 જૂનથી નવો ટેલિકોમ કાયદો લાગુઃ જાણો અન્ય જોગવાઈઓ વિશે

 

Back to top button