અમદાવાદઃ વસ્ત્રાપુર પાસે બાળકીનું અપહરણ કરનાર આરોપીની ક્રાઈમ બ્રાન્ચે કરી ધરપકડ
અમદાવાદ 23 જુન 2024 : અમદાવાદના ગુરુદ્વારાથી વસ્ત્રાપુર તળાવ રોડની બાજુમાં સૂતા પરિવારની બે વર્ષની બાળકીનું વિજય મહતો નામના આરોપીએ 21 તારીખે મોડી રાત્રે અપહરણ કર્યું હતું.જ્યારે આરોપીએ બાળકીને વસ્ત્રાપુર તળાવ પાસે લઈ જઈ બાળકી સાથે દુષ્કર્મ કરવાના ઇરાદા સાથે તેનું અપહરણ કર્યું હતું. પરંતુ શ્વાનનું ટોળું ભસવા લાગતા આરોપી બાળકીને ત્યાં જ છોડીને ભાગી ગયો હતો. જયારે સ્થાનિક લોકોએ બાળકીને રેસ્ક્યુ કરી પોલીસ સ્ટેશનમાં સોપી હતી. આ બાદ ક્રાઈમ બ્રાન્ચે વધુ તપાસ હાથ ધરીને આરોપીની શોધખોળ શરૂ કરી હતી.
આજે વહેલી સવારે કરાઈ આરોપીની ધરપકડ
અમદાવાદના વસ્ત્રાપુરમાં બનેલી આ ઘટનામાં બે વર્ષની બાળકીનું અપહરણ કરનાર આરોપીની પોલીસે સીસીટીવી મદદથી શોધખોળ હાથ ધરતા અને બાતમી દારોની મદદથી બિહારના વિજય મહતો નામના આરોપીએ ફાઇવ સ્ટાર હોટલોમાં છૂટક મજૂરી કામ કરતો હતો અને આરોપીને 36 કલાકની શોધખોળ બાદ ક્રાઇમ બ્રાન્ચએ આજે વહેલી સવારે તેની ધરપકડ કરી હતી. વધુમાં ક્રાઇમ બ્રાંચ એસીપી ભરત પટેલે જણાવ્યું હતું કે આરોપી વિરુદ્ધ આ ઘટના અંગે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો છે. અને આગળની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો : અમદાવાદઃ પરશોત્તમ રૂપાલાએ ‘ટેરા સ્કીન એન્ડ એસ્થેટિક્સ’ ક્લિનિકના ઉદ્ઘાટન પ્રસંગે હાજરી આપી જાણો શું કહ્યું?