બિઝનેસ

બજાર ખુલતાની સાથે જ સેન્સેક્સ-નિફ્ટી પછડાયા, સેન્સેક્સ અને નિફ્ટી બંને લાલ નિશાન પર

Text To Speech

ગ્લોબલ માર્કેટમાં નબળા સંકેતો મળતા ભારતીય બજાર પર પણ અસર જોવા મળી રહી છે. સપ્તાહના પહેલાં દિવસે જ બજાર નીચા મથાળે ખૂલ્યું. સવારે 9.30 વાગ્યે બોમ્બે સ્ટોક એકસચેન્જ ખાતે સેન્સેકસ 132 અંકના ઘટાડા સાથે 55940 પર ખૂલ્યો. નેશનલ સ્ટોક એકસચેન્જ ખાતે નિફટી 44 અંક ઘટીને 16675 પર ખૂલ્યો.

સેન્સેકસ 132 અંકના ઘટાડા સાથે 55940 પર ખૂલ્યો

ગ્લોબલ માર્કેટમાંથી મળતા મિક્સ સંકેતોના પગલે આજે ભારતીય સેર બજારમાં ઉતાર ચડાવના સંકેત મળી રહ્યા છે. આજે  અઠવાડિયાના પહેલા કારોબારી દિવસે ભારતીય શેર બજાર ઘટાડા સાથે ખુલ્યા. શરૂઆતમાં સેન્સેક્સ અને નિફ્ટી બંને લાલ નિશાન પર કારોબાર કરતા જોવા મળી રહ્યા છે.

વૈશ્વિક બજારના હાલ

શુક્રવારના રોજ અમેરિકન માર્કેટ નીચા મથાળે બંધ રહ્યા હતા. ડાઉજોન્સમાં 137 અને નાસ્ડેકમાં 225 અંકનો ઘટાડો જોવા મળ્યો હતો. એસએન્ડપી 37 અંક ઘટીને 3961 પર બંધ રહ્યો હતો. વ્યાજદરોને લઇ અમેરિકામાં આ સપ્તાહે ફેડની બેઠક યોજાવાની છે. તેના પર બધાની નજર છે. અમેરિકન માર્કેટની સ્થિતિ પર નજર કરીએ તો પાછલા ટ્રેડિંગ સેશનમાં 11માંથી 8 સેકટરમાં ઘટાડો જોવા મળ્યો હતો. 63 ટકા શેરોમાં ઘટાડો રહ્યો હતો.

Back to top button