શું ફ્લાઈટ બુકિંગ પણ હવે વૉટ્સએપથી થઈ શકશે? જાણો કઈ એરલાઈન્સે શરૂ કરી આ સુવિધા
- ફ્લાઈટમાં મુસાફરી કરનાર મુસાફરો માટે સારા સમાચાર
- એરલાઇન ઇન્ડિગો તેના મુસાફરોને આપશે WhatsApp દ્વારા ટિકિટ બુકિગની સુવિધા
HD ન્યૂઝ ડેસ્ક, 22 જૂન: જો તમે કોઈ એવું કામ કરો છો જેના કારણે તમારે વારંવાર ફ્લાઈટમાં મુસાફરી કરવી પડે છે, તો તમારા માટે સારા સમાચાર છે. હવે તમે સરળતાથી ફ્લાઇટ ટિકિટ બુક કરી શકશો. ફ્લાઇટ ટિકિટ બુકિંગને સરળ બનાવવા માટે, ભારતની લોકપ્રિય એરલાઇન કંપની ઇન્ડિગોએ WhatsApp માટે એક નવું AI બુકિંગ આસિસ્ટન્ટ 6EsKai લોન્ચ કર્યું છે.
6EsKai AI શું છે?
ઈન્ડિગોનું 6EsKai AI આસિસ્ટન્ટ કોઈ સામાન્ય આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ફીચર નથી. આ AI આસિસ્ટન્ટ ફીચર ગૂગલના પાર્ટનર Riafy દ્વારા બનાવવામાં આવેલ ખૂબ જ ખાસ AI પ્લેટફોર્મ પર કામ કરે છે જે તમારી ટિકિટ બુકિંગ પ્રક્રિયાને ખૂબ જ સરળ બનાવે છે.
કઈ ભાષામાં કરશે કામ?
6EsKai દ્વારા તમે ફ્લાઇટ ટિકિટ બુક કરી શકો છો, ચેક ઇન કરી શકો છો, ફ્લાઇટ સ્ટેટસ ચેક કરી શકો છો, બોર્ડિંગ પાસ મેળવી શકો છો અથવા અન્ય મુસાફરી સંબંધિત પ્રશ્નોના જવાબો પણ મેળવી શકો છો. ખાસ વાત એ છે કે આ બધી વસ્તુઓ તમે તમારી ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ WhatsApp દ્વારા કરી શકશો. IndiGo નું નવું 6EsKai ફીચર હિન્દી અને અંગ્રેજી બંને ભાષાઓમાં કામ કરે છે.
ટિકિટ બુક માટે ક્યા નંબર પર કરવો પડશે મેસેજ?
જો તમારે 6EsKai નો ઉપયોગ કરવો હોય તો તમારે તમારા WhatsApp પરથી એરલાઈને આ માટે આપેલા નંબર ઉપર મેસેજ મોકલવો પડશે. નંબર એરલાઈનની સત્તાવાર વેબસાઈટ અથવા એરલાઈનના અન્ય સોશિયલ મીડિયા હેન્ડલ પરથી મળી શકશે. જે 6EsKai ને સૌથી ખાસ બનાવે છે તે તેની ભાષા મોડેલ ટેકનોલોજી છે. જો તમે વારંવાર ફ્લાઈટ્સ બુક કરો છો, તો આ તમારી પ્રક્રિયાને વધુ સરળ બનાવશે. તેની મદદથી તમે તમારા પ્રવાસનું આયોજન ખૂબ જ સરળતાથી કરી શકો છો.
આ પણ વાંચો: પેન્શનનું ખતમ થશે ટેન્શન: PFRDA લાવી રહ્યું છે નવી સ્કીમ, રિટાયરમેન્ટ સુધી બનશે કરોડોનું ફંડ