ટ્રેન્ડિંગનેશનલ

પોર્ન વીડિયો જોઈ બાપ થયો કામાંધ, સગી દીકરી પર દુષ્કૃત્ય આચરવા પ્રયાસ કર્યો અને…

  • એક પિતાને પહેલા લાગી શરાબની લત તો પછી લાગી પોર્ન વીડિયો જોવાની લત
  • પોર્ન વીડિયો જોઈ પોતાની જ દીકરી પર કરતો બળાત્કાર
  • દીકરીએ આ વાતનો વિરોધ કરતા આરોપી પિતાનું મગજ ફર્યું, કરી દીધી પોતાની જ દીકરીની હત્યા

હૈદરાબાદ, 22 જૂન: એક શરાબી પિતાને પોર્ન વીડિયો જોવાની એટલી ખરાબ લત લાગી ગઈ હતી કે તેણે તેની 12 વર્ષની માસૂમ દીકરી પર બળાત્કાર કરવાનું શરૂ કરી દીધું હતું. જ્યારે તેણીએ વિરોધ કર્યો તો ક્રૂર પિતાએ તેને જીવતી મારી નાખી. એટલું જ નહીં, પોલીસને ગેરમાર્ગે દોરવા માટે તેણે તેની પુત્રીના ગુમ થયાની ફરિયાદ પણ નોંધાવી હતી. આરોપીનો પરિવાર તાજેતરમાં જ તેલંગાણાના મહેબુબાબાદ જિલ્લામાંથી હૈદરાબાદના મિયાપુરમાં રહેવા આવ્યો હતો.

દીકરીને મા જોડે લઈ જવાનું કહીને પિતા તેને જંગલમાં લઈ ગયો

પોલીસે જણાવ્યું કે 7 જૂને તેની 12 વર્ષની પુત્રીએ કહ્યું કે તે મહેબુબાબાદ પરત ફરવા માંગે છે. આ પછી, તેના પિતા તેને તેની માતા પાસે લઈ જવાનું કહીને સવારે લગભગ 10:00 વાગ્યે ત્યાંની કરિયાણાની દુકાનમાંથી તેને ઉપાડી ગયા હતા. આરોપી સીસીટીવી કેમેરામાં તેની કાર નિર્જન વિસ્તારમાં પાર્ક કરીને તેની પુત્રીને જંગલમાં લઈ જતો જોવા મળ્યો હતો. તેણે કથિત રીતે તેની પુત્રી પર બળાત્કાર કરવાનો પ્રયાસ કર્યો હતો.

પોતાની જ દીકરીને માર્યો પથ્થર

ધ હિંદુમાં છપાયેલા અહેવાલ મુજબ પોલીસે જણાવ્યું કે પોર્નની લત ધરાવતો આરોપી તેની પુત્રી સાથે એક સીન કરવા માંગતો હતો. જોકે, યુવતીએ બૂમો પાડીને તેની માતાને કહી દેવાની ધમકી આપી હતી. મિયાપુર પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી પિતાએ તેની પુત્રીને જમીન પર ધક્કો માર્યો, જેના કારણે તે ઘાયલ થઈ ગઈ અને લોહી વહેવા લાગ્યું. આ પછી તેણે તેની જ દીકરીને પથ્થર મારીને મરતી મુકી દીધી. ત્યાર બાદ બરાબર 11 મિનિટ પછી, આરોપી છોકરી મરી ગઈ છે કે નહીં તે જોવા માટે પાછો આવ્યો. આ પછી તે ત્યાંથી પોતાના ઘરે પાછો ગયો અને તેની પત્નીને કહ્યું કે તેમની પુત્રી ગુમ છે. તેણે તે જ દિવસે પોલીસમાં પોતાની પુત્રી ગુમ થયાની ફરિયાદ પણ નોંધાવી અને પોલીસને તેની પુત્રીને શોધવા વિનંતી કરી હતી.

CCTV ફૂટેજ ચેક કરતા રાજ ખુલ્યું

13 જૂને મિયાપુરના જંગલમાંથી એક સડી ગયેલો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે કેસની તપાસ શરૂ કરી અને સીસીટીવી ફૂટેજ ચેક કર્યા તો ફૂટેજમાં આરોપી તેની પુત્રી સાથે જંગલમાં ઘૂસ્યો અને એકલો જ પાછો ફર્યો હતો. તપાસમાં આરોપીએ પોતાની પુત્રીની હત્યા કર્યાની કબૂલાત કરી હતી. બાદમાં તેની ધરપકડ કરવામાં આવી છે.

આ પણ વાંચો: પોર્શ કેસમાં સગીર આરોપીના પિતાને પુણે સેશન્સ કોર્ટે આપ્યા જામીન

Back to top button