ગુજરાતટ્રેન્ડિંગ

ગુજરાતના આ શહેરમાં જમીન માફિયાએ મૃત વ્યક્તિને જીવિત બતાવી પ્લોટનો દસ્તાવેજ કર્યો

Text To Speech
  • લેન્ડ ગ્રેબિંગ સમિતિ દ્વારા જરૂરી તપાસ કરવામાં આવી હતી
  • ખોટા ડોક્યુમેન્ટ બનાવી જમીન પચાવી પાડવામાં આવી
  • દસ્તાવેજ બનાવી ફરિયાદીની જમીન પચાવી લીધી

ગુજરાતના ભાવનગર શહેરમાં જમીન માફિયાએ મૃત વ્યક્તિને જીવિત બતાવી પ્લોટનો દસ્તાવેજ કર્યો છે. તેથી લેન્ડગ્રેબિંગની ફરિયાદ નોંધાઈ છે. જેમાં દસ્તાવેજ બનાવી ફરિયાદીની જમીન પચાવી લીધી હતી. હિનાબા ખુમાણ અને અશોક બાબરિયા સામે ફરિયાદ નોંધાઈ છે. જેમાં પોલીસે લેન્ડગ્રેબિંગનો ગુનો દાખલ કરી તપાસ હાથધરી છે.

આ પણ વાંચો: ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી, જાણો કયા થશે ગાજવીજ સાથે વરસાદ 

ખોટા ડોક્યુમેન્ટ બનાવી બોગસ દસ્તાવેજ બનાવી જમીન પચાવી પાડવામાં આવી

શહેરના ભરતનગર પોલીસ મથકમાં લેન્ડગ્રેબિગને લઈ ગુનો નોંધાયો છે.જમીન માફિયાએ મૃત વ્યક્તિને જીવિત બતાવી પ્લોટનો દસ્તાવેજ પણ કરી આપ્યો છે.ગુજરાત હાઇકોર્ટમાં સ્ટે ઉઠી જતા ભરૂચના હિતેશ રાવલે નોંધાવેલી ફરિયાદમાં ભાવનગરની મહિલા હિનાબા ખુમાણ અને અશોક બાબરીયાની સામે ફરિયાદ થઈ છે. જેમાં અધેવાડામાં આવેલ એક જમીનના મામલામાં મૃત વ્યક્તિના નામે બોગસ દસ્તાવેજ બનાવનાર સામે નોંધવામાં આવી પોલીસ ફરિયાદ અગાઉ આ જમીન મામલે જેમની સામે ફરિયાદ થઈ છે તેમણે સ્ટે પણ લીધો હતો, ફરિયાદીના પિતાનું મૃત્યુ થયું હોય જેથી તેમના પિતાના ખોટા ડોક્યુમેન્ટ બનાવી બોગસ દસ્તાવેજથી જમીન પચાવી પાડવામાં આવી હતી.

ગત અઠવાડિયે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાઈ

રાજકોટમા કાલાવડ રોડ ઉપર અમૃત સોસાયટીમા રહેતાં અને કાલાવડ તાલુકાના ખડ ધોરાજી ગામ મા ખેતીની 22284 ચો.મી. જમીન ધરાવતા રાહુલ નાનજીભાઈ પટેલની 38 ગુંઠા જમીનમાં જયાબેન રામજીભાઈ કુંભાર, સનત રામ કુંભાર અને સાગર સનતભાઇ કુંભારે વર્ષ 2022 થી ગેરકાયદે કબજો જમાવ્યો હતો. રાહુલભાઈએ પોતાની જમીન ખાલી કરવા અનેક વખત રજૂઆત કરવા છતાં પોતાની જમીનનો કબજો ખાલી કરવામાં આવતો નહી હોવાથી આખરે તેમણે જિલ્લા કલેકટર સમક્ષ જમીન ખાલી કરવી આપવા અરજી કરી હતી. આથી લેન્ડ ગ્રેબિંગ સમિતિ દ્વારા જરૂરી તપાસ કરવામાં આવી હતી અને જેમાં જમીનનો ગેરકાયદે કબજો હોવા અંગેનો રિપોર્ટ આપી પોલીસને ફરિયાદ.નોંધવા આદેશ કર્યો હતો.

Back to top button