અમદાવાદ, 21 જૂન 2024, આજે અમદાવાદ સહિત દેશના સમગ્ર રાજ્યોમાં પૈસા દો, પેપર લો’, જેવા સુત્રોચ્ચાર સાથે કોંગ્રેસે અનોખો વિરોધ નોંધાયો છે. ત્યારે અમદાવાદ શહેરમાં ગુજરાત યુનિવર્સિટી ખાતે ગુજરાત કોંગ્રેસના મોટા નેતાઓ, NSUI કાર્યકર્તાઓ, સેવાદળના કાર્યકર્તાઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેમાં 500ના દરની નકલી ચલણી નોટોના બંડલો ઉછાળવામાં આવ્યા હતા. કાર્યકરોએ નારેબાજી કરી હતી. ગ્લુકોઝના બાટલા મુકીને તંત્ર માંદગીમાં છે એવા સુત્રોચ્ચાર કર્યા હતાં.NEET પરીક્ષા કૌભાંડ સાથે જોડાયેલા આરોપીઓને જેલ ભેગા કરવા ઉગ્ર માંગ કરી હતી.
NEET પેપર લીક કૌભાંડ મામલે કેન્દ્ર સરકાર સામે વિરોધ
ગઈકાલે ગુજરાત સાહિત સમગ્ર દેશમાં કોંગ્રેસ દ્વારા NEET પેપર લીક કૌભાંડ મામલે કેન્દ્ર સરકાર સામે વિરોધ પ્રદર્શન કરવાની જાહેરાત કરવામાં આવી હતી. જે અંગે ગુજરાતમાં કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ ઇન્દ્રવિજયસિંહ ગોહિલ, ધારાસભ્ય શૈલેશ પરમાર, વિપક્ષ નેતા શેહઝાદખાન પઠાણ, પ્રદેશ પ્રવકતા મનીષ દોશી, પાર્થિવરાજસિંહ કઠવાડિયા, NSUI કાર્યકર્તાઓ સહિત મોટી સંખ્યામાં જોડાઈને ઉગ્ર વિરોધ નોંધાયો હતો જો કે વિરોધની પોલીસ પરમિશન ન હોવાથી તમામ કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી.
1563 ઉમેદવારોની ફરીથી પરીક્ષા કરવાનો સુપ્રીમનો આદેશ
જોકે NEET પરીક્ષાને લઈને ચાલી રહેલો વિવાદ ખતમ થવાનું નામ નથી લઈ રહ્યો. સુપ્રીમ કોર્ટે ગ્રેસ માર્કસ મેળવનારા 1563 ઉમેદવારોની ફરીથી પરીક્ષા કરવાનો આદેશ આપ્યો છે. આ પરીક્ષા 23મી જૂને લેવામાં આવશે. તેના પરિણામો 30 જૂન સુધીમાં આવશે. સુપ્રીમ કોર્ટે NEETના કાઉન્સેલિંગ પર પ્રતિબંધ મૂકવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો છે. આ પહેલા NEETના પેપર લીક થવાનું કારણ આપીને NEETના પરિણામ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી હતી, પરંતુ તે પછી પણ સુપ્રીમ કોર્ટે NEETના પરિણામ પર પ્રતિબંધ મૂકવાનો ઈન્કાર કરી દીધો હતો. ત્યારે NEET પરીક્ષામાં કથિત કૌભાંડ મામલે ગુજરાત કોંગ્રેસે સરકાર પર ગંભીર આક્ષેપો કર્યા છે.
આ પણ વાંચોઃNEET વિવાદઃ ગુજરાત સહિત વિવિધ રાજ્યોની રાજધાનીમાં કોંગ્રેસના દેખાવો