ટ્રેન્ડિંગધર્મ

જાણો પિતૃ પક્ષનો પ્રારંભ ક્યારથી થશે? નોંધી લો શ્રાદ્ધ તિથિ, જાણો મહત્ત્વ

  • પિતૃ પક્ષનો પ્રારંભ થવાની સાથે જ તમામ પ્રકારના શુભ કાર્યો પર પણ બ્રેક લાગી જશે. વિદ્ધાન બ્રાહ્મણો અને આચાર્યોના મંત્રોચ્ચારણ સાથે પૂર્વજોને જળ આપવામાં આવશે. પિતૃ પક્ષ 17 સપ્ટેમ્બરે શરૂ થશે અને તે 2 ઓક્ટોબર સુધી ચાલશે

આગામી 17 સપ્ટેમ્બરથી સ્નાનદાન પૂર્ણિમા સાથે જ પિતૃ પક્ષનો પ્રારંભ થઈ જશે. 16 દિવસ સુધી દાદા-દાદી, નાના-નાની (પિતૃ અને માતૃ પક્ષ)ના પૂર્વજોનું ધ્યાન અને સ્મરણ કરવામાં આવશે. તેમને જળ અર્પણ કરીને તેઓ તૃપ્ત થાય તેવી કામના પણ કરવામાં આવશે. પિતૃ પક્ષનો પ્રારંભ થવાની સાથે જ તમામ પ્રકારના શુભ કાર્યો પર પણ બ્રેક લાગી જશે. વિદ્ધાન બ્રાહ્મણો અને આચાર્યોના મંત્રોચ્ચારણ સાથે પૂર્વજોને જળ આપવામાં આવશે. પિતૃ પક્ષ 17 સપ્ટેમ્બરે શરૂ થશે અને તે 2 ઓક્ટોબર સુધી ચાલશે.

બ્રહ્મ પુરાણ અનુસાર, મનુષ્યએ પૂર્વજોની પૂજા કરવી જોઈએ અને તેમનું તર્પણ પણ કરવું જોઈએ. પિતૃનું ઋણ આપણે શ્રાદ્ધ દ્વારા ચૂકવી શકીએ છીએ. પિતૃ પક્ષમાં શ્રાદ્ધ કરવાથી પિતૃ ગણ પ્રસન્ન રહે છે. પિતૃ પક્ષમાં પૂર્વજોના આત્માની શાંતિ માટે તર્પણ અથવા તો પિંડદાન કરવામાં આવે છે. પિતૃ પક્ષમાં મૃત્યુની તિથિ અનુસાર શ્રાદ્ધ કરવામાં આવે છે. જો કોઈ મૃત વ્યક્તિની તિથિ વિશે જાણ ન હોય તો આવા સંજોગોમાં અમાસની તિથિએ તેમનું શ્રાદ્ધ કરવામાં આવે છે. આ દિવસે સર્વપિતૃ શ્રાદ્ધ યોગ હોવાનું જ્યોતિષ શાસ્ત્રો જણાવે છે.

પિતૃ પક્ષમાં શ્રાદ્ધની તિથિઓ ખાસ જાણી લો…

  • પૂર્ણિમાનું શ્રાદ્ધ – 17 સપ્ટેમ્બર, 2024 – મંગળવાર
  • એકમ (પ્રતિપદા)નું શ્રાદ્ધ – 18 સપ્ટેમ્બર, 2024 – બુધવાર
  • બીજનું શ્રાદ્ધ – 19 સપ્ટેમ્બર, 2024 – ગુરુવાર
  • ત્રીજનું શ્રાદ્ધ – 20 સપ્ટેમ્બર, 2024 – શુક્રવાર
  • ચોથનું શ્રાદ્ધ – 21 સપ્ટેમ્બર, 2024 – શનિવાર
  • પાંચમનું શ્રાદ્ધ – 22 સપ્ટેમ્બર, 2024 – રવિવાર
  • છઠ્ઠનું શ્રાદ્ધ – 23 સપ્ટેમ્બર, 2024 – સોમવાર
  • સાતમનું શ્રાદ્ધ – 23 સપ્ટેમ્બર, 2024 – સોમવાર
  • આઠમનું શ્રાદ્ધ – 24 સપ્ટેમ્બર, 2024 – મંગળવાર
  • નોમનું શ્રાદ્ધ – 25 સપ્ટેમ્બર, 2024 – બુધવાર
  • દસમનું શ્રાદ્ધ – 26 સપ્ટેમ્બર, 2024 – ગુરુવાર
  • અગિયારશનું શ્રાદ્ધ – 27 સપ્ટેમ્બર, 2024 – શુક્રવાર
  • બારસનું શ્રાદ્ધ – 29 સપ્ટેમ્બર, 2024 – રવિવાર
  • તેરસનું શ્રાદ્ધ – 30 સપ્ટેમ્બર, 2024 – સોમવાર
  • ચૌદશનું શ્રાદ્ધ – 1 ઓક્ટોબર, 2024 – મંગળવાર
  • સર્વપિતૃ અમાસ – 2 ઓક્ટોબર, 2024 – મંગળવાર

જાણો પિતૃ પક્ષનો પ્રારંભ ક્યારથી થશે? નોંધી લો શ્રાદ્ધ તિથિ, જાણો મહત્ત્વ hum dekhenge news

પિતૃપક્ષનું મહત્ત્વ પણ જાણી લો

પિતૃ પક્ષમાં પિતૃ સંબંધિત કાર્ય કરવાથી વ્યક્તિનું જીવન ખુશહાલીથી છલકાઈ જાય છે. આ પક્ષમાં શ્રાદ્ધ તર્પણ કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને આપણને આશીર્વાદ આપે છે. પિતૃ દોષથી મુક્તિ મેળવવા માટે આ પક્ષમાં શ્રાદ્ધ, તર્પણ વગેરે કરવું શુભ ગણાય છે.

શ્રાદ્ધ વિધિ કેવી રીતે કરશો?

કોઈ પણ સુયોગ્ય વિદ્ધાન બ્રાહ્મણ પાસે જ શ્રાદ્ધ કર્મ (પિંડ દાન, તર્પણ વગેરે) કરાવવું જોઈએ. શ્રાદ્ધ કર્મમાં પૂરી શ્રદ્ધા સાથે બ્રાહ્મણોને દાન આપવામાં આવે છે, સાથે જ જો કોઈ ગરીબ, જરૂરિયાતમંદ વ્યક્તિની મદદ તમે કરી શકો તો તેનાથી ખૂબ પૂણ્ય મળે છે. આની સાથે સાથે ગાય, કૂતરા અને કાગડા વગેરે પશુ-પક્ષી માટે પણ ભોજનનો એક અંશ જરૂરથી કાઢવો જોઈએ.જો શક્ય હોય તો ગંગા નદીના કિનારે જઈને શ્રાદ્ધ કર્મ કરાવવું જોઈએ. જો એવું કરવું શક્ય ન હોય તો આ કર્મ ઘરે પણ કરી શકાય છે. જે દિવસે શ્રાદ્ધ હોય એ દિવસે બ્રાહ્મણોને ભોજન કરાવવું જોઈએ. ભોજન બાદ તેમને યથાશક્તિ દક્ષિણા આપીને તેમના આશીર્વાદ મેળવવા જોઈએ.

શ્રાદ્ધ પૂજા બપોરના સમયે શરૂ કરવી જોઈએ. યોગ્ય બ્રાહ્મણની મદદથી મંત્રોચ્ચારણ કરવા જોઈએ અને પૂજા બાદ જળથી તર્પણ કરવું જોઈએ. ત્યાર બાદ જે ભોગ ધરાવવામાં આવ્યો હોય તેમાંથી ગાય, કૂતરા અને કાગડાનો હિસ્સો અલગ કરી દેવો જોઈએ. તેમને ભોજન આપતી વખતે આપણા પિતૃઓનું સ્મરણ કરવું જોઈએ. મનમાં પિતૃઓને શ્રાદ્ધ ગ્રહણ કરવાની પ્રાર્થના પણ કરવી જોઈએ.

શ્રાદ્ધ પૂજાની સામગ્રી

કુમકુમ, સિંદૂર, નાની સોપારી, રક્ષા સૂત્ર (નાડાછડી), ચોખા, જનોઈ, કપૂર, હળદર, દેશી ઘી, માચીસ, મધ, કાળા તલ, નાગરવેલના પાન, જવ, હવન સામગ્રી, ગોળ, માટીનો દીવો, રૂ, અગરબત્તી, દહીં, જવનો લોટ, ગંગાજળ, ખજૂર, કેળા, સફેદ ફૂલ, અડદ, ગાયનું દૂધ, ઘી, ખીર, મગ અને શેરડી.

આ પણ વાંચોઃ 2025માં આ બે રાશિઓ આવશે શનિની ઢૈય્યાની ઝપટમાં, કોણ થશે મુક્ત?

Back to top button