ગુજરાતમાં ઝડપાયેલા ડ્રગ્સ મુદ્દે ગૃહમંત્રી હર્ષ સંઘવીનું ટ્વીટ કરી પાકિસ્તાન પર સીધી વર્ડ સ્ટ્રાઇક કરવામાં આવી છે. ગુજરાતનાં ગૃહમંત્રી દ્વારા ગુજરાત પોલીસ અને ડ્રગ્સ મામલે અનેક વાર સુપર કોપ સાબિત થયેલ ગુજરાત ATS અને કોસ્ટગાર્ડને બિરદાવતું ટ્વીટ કરીને કહેવામાં આવ્યું છે કે, “પાકિસ્તાન પર ATS-કોસ્ટગાર્ડની દરિયાઈ સ્ટ્રાઈક, જેટલું ડ્રગ્સ મોકલશો તેટલું પકડી પાડીશું”
પાકિસ્તાની ડ્રગ્સમાફિયાઓ ઉપર @GujaratPolice અને કોસ્ટગાર્ડની દરિયાઈ છે। pic.twitter.com/8JJBCYxhcc
— Harsh Sanghavi Office (@Harsh_Office) April 26, 2022
ઉલ્લેખનીય છે કે, ગઇ કાલે ફરી ગુજરાત ATS અને કોસ્ટગાર્ડસના જોઇન્ટ ઓપરેશનમાં 280 કરોડથી વધુ કિંમતનું ડ્રગ્સ ગુજરાત-ભારતમાં ધૂસાડતા પહેલા જ દરિયામા ઝડપી પાડવામાં આવ્યું છે. આપને જણાવી દઇએ કે, થોડા દિવસ પૂર્વે પણ ગુજરાત ATS અને DRI દ્રારા અધધધ 2000 કરોડનું ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું હતું. ડ્રગ્સનો તમામ જથ્થો વારંવાર પાકિસ્તાનમાંથી ડ્રગ્સ માફિયાઓ દ્વારા ગુજરાતના દરિયા કિનારા મારફતે ભારતમાં ઘૂસાડવાનો કારસો કરવામાં આવે છે.
જાણીને આશ્ચર્ય થાય તેમ ગત વર્ષમાં ગુજરાત પોલીસ, ATS અને વિવિધ સુરક્ષા એજન્સી દ્વારા પાકિસ્તાન તરફથી ગુજરાતમાં ધૂસાડવા માટે માકલાયેલું લગભગ 25000 કરોડનું ડ્રગ્સ ઝડપી લેવામાં આવ્યું હતું. આ વર્ષે પણ અનેક વખત આ સિલસિલો ચાલું હોય તેવી રીતે પાકિસ્તાનમાંથી આવતો ડ્રગ્સનો જથ્થો ગુજરાતમાં ઉતરે તે પહેલા જ ઝડપી પાડવામાં આવ્યો છે.
ગૃહમંત્રી દ્વારા ડ્રગ્સ માફિયાઓ અને પાકિસ્તાનને સીધુ કહેવામાં આવ્યું છે કે તમે જેટલું ડ્રગ્સ મોકલશો તેટલું પકડી પાડીશું. ગુજરાતની જેલોની કાળી કોટડીઓ તમારી રાહ જોઇ રહી છે.