ટ્રેન્ડિંગમનોરંજન

રામાનંદ સાગરના પૌત્રએ કરી આદિપુરુષની ટીકા, રણબીરની રામાયણ પર શું કહ્યું?

Text To Speech
  • રામાનંદ સાગરની રામાયણ એક મોટી હિટ હતી. હવે રામાનંદ સાગરના પૌત્ર અમૃત સાગરે આદિપુરુષ અને રણબીરની રામાયણને લઈને વાત કરી છે

20 જૂન, મુંબઈઃ રામાનંદ સાગરની રામાયણ સાથે આજે પણ લોકોની એટલી જ આસ્થા જોડાયેલી છે, જેટલી કેટલાક વર્ષો પહેલા હતી. આ શો પહેલી વાર વર્ષ 1987માં પ્રસારિત કરાયો હતો, જે આજે પણ અનેક રામાયણ– આધારિત શો અને ફિલ્મો માટે બેન્ચમાર્ક માનવામાં આવે છે. આ શોમાં ભગવાન શ્રીરામનું પાત્ર ભજવીને અરુણ ગોવિલ ઘર ઘરમાં લોકપ્રિય થયો હતો. લોકો તેમને જોતા જ પહે લાગતા. રામાનંદ સાગરની રામાયણ એક મોટી હિટ હતી. હવે રામાનંદ સાગરના પૌત્ર અમૃત સાગરે આદિપુરુષ અને રણબીરની રામાયણને લઈને વાત કરી છે.

રામાનંદ સાગરના પૌત્રએ કરી આદિપુરુષની ટીકા, રણબીરની રામાયણ પર શું કહ્યું? hum dekhenge news

અમૃત સાગરે આદિપુરુષની ટીકા કરી

અમૃતે આગળ કહ્યું કે રામાયણની રીમેક બનાવવાના કેટલાક પ્રયાસો કરાયા હતા. તાજેતરમાં નિર્દેશક ઓમ રાઉતે આદિપુરુષ સાથે એક્સપરિમેન્ટ કર્યો, જે ગયા વર્ષે રીલીઝ થઈ હતી. પ્રભાસ સ્ટારર આ ફિલ્મની ખૂબ ટીકાઓ થઈ. તેના ડાયલોગ્સ અને સીન્સને લીને ખૂબ ટ્રોલ કરવામાં આવ્યા. આ જ કારણ હતું કે રીલીઝ બાદ આ ફિલ્મ ફ્લોપ થઈ.

રણબીરની રામાયણને લઈને કહ્યું કે…

અમૃત સાગરને જ્યારે નિતેશ તિવારીની રામાયણને લઈને પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે રામાયણ બનાવવાનો અધિકાર તો સૌને છે, પરંતુ ઈમાનદારીથી આ કરવું જોઈએ. મને લાગે છે કે રામાયણ દરેક વ્યક્તિએ ન બનાવવી જોઈએ. રામાયણ પર કોઈનો કોપીરાઈટ નથી. મારું માત્ર એટલું કહેવું છે કે તેને ઈમાનદારીથી કરો. રામાયણને એ રીતે બનાવવાની કોશિશ ન કરો કે હવે હું રામાયણને આ વ્યક્તિની નજરથી બનાવીશ, કે તે વ્યક્તિની નજરથી બનાવીશ. રામાયણ એક એવી વસ્તુ છે જે દરેક વ્યક્તિની નજરથી ન બનાવી શકાય. આ રામની કહાણી છે, એટલે તેનું નામ રામાયણ છે.

આ પણ વાંચોઃ મિર્ઝાપુર બન્યું મેક્સિકો! કાલિન ભૈયા ગોન, ગુડ્ડુ પંડિત ઓન; સિઝન 3નું ટ્રેલર રિલીઝ

Back to top button