ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ

શું પીએમ નરેન્દ્ર મોદીની ઈટાલી મુલાકાત સાથે હેલિકોપ્ટર કૌભાંડનું જીન બોટલમાંથી બહાર આવ્યું?

નવી દિલ્હી, 20 જૂનઃ  કોંગ્રેસના નેતૃત્વ હેઠળની યુપીએ સરકારના સમયમાં બહુ ગાજેલા અગસ્તા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટર કૌભાંડનો જીન ફરીથી બોટલમાંથી બહાર આવી રહ્યો હોય એવું લાગે છે. વાસ્તવમાં G-7 સમિટ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તાજેતરની ઇટાલીની મુલાકાત તેમના ત્રીજા કાર્યકાળમાં તેમની પ્રથમ વિદેશ મુલાકાત હતી અને ગ્રૂપ ઓફ સેવન (G-7)ની બેઠકમાં તેમની પાંચમી મુલાકાત હતી. જો કે, ઇટાલીમાં તેમના ઉષ્માભર્યા સ્વાગતથી ઘણા લોકો, ખાસ કરીને કોંગ્રેસ પક્ષ નારાજ છે. કોંગ્રેસ પક્ષ પીએમ મોદીના ઈટાલી પ્રવાસ પાછળના હેતુ પર સવાલ ઉઠાવી રહ્યો છે. મળતી માહિતી પ્રમાણે કોંગ્રેસની નારાજગીનું કારણ અગસ્તા વેસ્ટલેન્ડ કૌભાંડ (વીવીઆઈપી હેલિકોપ્ટર કૌભાંડ)નો ‘ડર’ હોઈ શકે છે.

એવું કહેવાય છે કે, વડાપ્રધાનની ઈટાલીની તાજેતરની મુલાકાત દરમિયાન અગસ્તા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટર મુદ્દે કોઈ સળવળાટ થયો છે. ખાસ કીને ભાજપ IT સેલના વડા અમિત માલવિયાએ તેમના X હેન્ડલ ઉપર આ મુદ્દો છેડીને કોંગ્રેસને ઘેરવાનો પ્રયાસ કર્યો છે. તેમણે પ્રશ્ન કર્યો કે, ‘G-7 સમિટ માટે PM મોદીની ઇટાલી મુલાકાત અંગે કોંગ્રેસ સતત ફરિયાદ કેમ કરી રહી હતી? ઇટાલીએ અગસ્તા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટર કૌભાંડ પર તેની કોર્ટનો 225 પાનાનો વિગતવાર ચુકાદો અને લાંચ કૌભાંડ સાથે સંબંધિત કેટલાક દસ્તાવેજો ભારત સાથે શેર કર્યા છે તેવો તેમણે એક અગ્રણી આંતરરાષ્ટ્રીય દૈનિકના સૂત્રોને ટાંકીને દાવો કર્યો છે. તે સ્પષ્ટ છે કે આ દસ્તાવેજો સમગ્ર રમતને બદલી શકે છે અને ભારતમાં ટોચના રાજકારણીઓ અને વચેટિયાઓને તેમના ગુનાઓ માટે સજા થઈ શકે છે.

એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે પીએમ મોદીના તાજેતરના ઈટાલી પ્રવાસથી પરત ફર્યા બાદ આ વીવીઆઈપી ચોપર કૌભાંડમાં તપાસ અને કાર્યવાહીને વેગ મળશે.

26 મે 2014ના રોજ નરેન્દ્ર મોદી પહેલીવાર ભારતના વડાપ્રધાન બન્યા તેના લગભગ 8 મહિના પહેલા ઈટાલીમાં એક હાઈપ્રોફાઈલ કંપનીના સીઈઓ, ઈટાલીની ડિફેન્સ કંપનીના ચેરમેન અને અન્ય લોકોની ધરપકડ થઈ હતી. ભારત સંબંધિત સૌથી મોટા લાંચ કૌભાંડમાં ઈટાલિયન કોર્ટે બે વચેટિયા સહિત ચાર લોકોને દોષિત ઠેરવતો ચુકાદો આપ્યો હતો. પરંતુ આ કેસમાં ત્યાંની અદાલતમાં નોંધાયેલું આરોપીનું સમગ્ર નિવેદન, અપીલનો સંપૂર્ણ વિગતો અને કોર્ટનો અંતિમ નિર્ણય 2013માં તત્કાલીન ઈટાલિયન સરકાર દ્વારા ભારતના દબાણ હેઠળ ક્યારેય જાહેર કરવામાં આવ્યો ન હતો, કારણ કે તેનાથી ભારતના એક રાજકીય પક્ષના હિતોને નુકસાન પહોંચે એમ હતું અને અમલદારશાહીમાં ભૂકંપ આવી શકે તેમ હતું.

આ દસ્તાવેજોના ખુલાસાથી અગસ્તા વેસ્ટલેન્ડ વીવીઆઈપી હેલિકોપ્ટર કૌભાંડમાં રૂ. 600 કરોડથી વધુની લાંચ મેળવનાર ભારતના અગ્રણી રાજકીય પરિવારો અને મધ્યસ્થીઓના સંપૂર્ણ નામો સામે આવ્યા હતા. આ કેસમાં ભારતમાં લાંચ લેનારાઓના નામ ઈટાલીની કોર્ટના દસ્તાવેજોમાં સીલ કરવામાં આવ્યા હતા.

હેલિકોપ્ટર કૌભાંડ ભલે ભારતમાં દબાઈ ગયો હોય, પરંતુ ઇટાલિયન કોર્ટે આ કેસમાં લાંચ આપનારાઓને દોષિત ઠેરવ્યા છે. હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે ઇટાલી દ્વારા ભારતને સોંપવામાં આવેલા સીલબંધ દસ્તાવેજોમાં સંરક્ષણ કૌભાંડમાં લાંચ લેનારાઓનાં નામ પણ છે. યુપીએ-2 દરમિયાન સત્તામાં રહેલા લોકો માટે આ ખતરાની ઘંટડી છે એ નિશ્ચિત છે અને એક દાયકા સુધી દબાયેલું સૌથી મોટું સંરક્ષણ કૌભાંડ હવે બહાર આવશે એવું લાગી રહ્યું છે.

અગસ્તા વેસ્ટલેન્ડ વીવીઆઈપી હેલિકોપ્ટર કૌભાંડ એ યુપીએ-2 શાસન ઉપર લાગેલા ભ્રષ્ટાચારના આક્ષેપનો કેસ છે, જેમાં કથિત રીતે વચેટિયાઓ અને કદાચ કથિત રીતે રાજકારણીઓને પણ લાંચ આપવામાં આવી હતી. તે સમયે ભારતની યુપીએ સરકાર ઈટાલિયન સંરક્ષણ ઉત્પાદક કંપની ફિનમેકેનિકા પાસેથી 12 વીવીઆઈપી હેલિકોપ્ટર ખરીદવા સંમત થયું હતું, અને એ માટે 3,600માં કરોડો રૂપિયાનો સોદો કર્યો હતો.

આ પણ વાંચોઃ NEET પેપર લીક ઘટસ્ફોટઃ જાણો કોના કહેવાથી NHAIના ગેસ્ટ હાઉસમાં બુકિંગ થયું હતું?

Back to top button