ટ્રેન્ડિંગનેશનલ

‘સાથે જીવશું, સાથે મરશું’, પત્નીનું મૃત્યુ થતાં પોલીસ અધિકારીએ કર્યો આપઘાત

  • સમાચાર બહાર આવતાં જ ગૃહ વિભાગમાં મચી દોડધામ

ગુવાહાટી, 20 જૂન, “સાથે જીવશું સાથે મરશું” આવી કહેવતો તેમ ફિલ્મોમાં સાર્થક થતી જોઈ હશે. પરંતુ આસામમાં સામે આવેલી એક ઘટનામાં ફિલ્મી લવ સ્ટોરીને પણ પાછળ મુકી દીધી તેવી છે. કેન્સરને કારણે પત્નીના મૃત્યુ થતાં દુઃખી થઈને આસામ સરકારના ગૃહ સચિવ પતિએ પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી. આ સમાચાર બહાર આવતાં જ ગૃહ વિભાગમાં દોડધામ મચી ગઈ હતી. તેણે ગુવાહાટીની એક ખાનગી હોસ્પિટલના ICUમાં આત્મહત્યા કરી, જ્યાં તેની પત્નીને દાખલ કરવામાં આવી હતી.

આસામમાંથી એક ખૂબ જ દર્દનાક કિસ્સો સામે આવ્યો છે. પત્નીને ઊંડો પ્રેમ કરતા એક વરિષ્ઠ IPS અધિકારીએ એવું પગલું ભર્યું કે જેણે જોયું અને સાંભળ્યું તે દંગ રહી જશે. આસામના ગૃહ સચિવની પત્નીનું ગુવાહાટીની એક ખાનગી હોસ્પિટલના ICUમાં કેન્સર સામેની લડાઈ લડતી વખતે મૃત્યુ થયું. થોડીવાર પછી, પતિએ સ્ટાફને તેની પત્ની પાસે એકલા બેસીને પ્રાર્થના કરવા માટે પ્રાઈવાસીની માંગ કરી હતી. જેથી બધા બહાર નીકળતાની સાથે જ તેણે પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી. મેડિકલ સ્ટાફને થોડી જ ક્ષણોમાં ગોળીનો અવાજ સાંભળતા દોડી આવ્યા હતા. આ દુ:ખદ ઘટનાથી દરેક વ્યક્તિ આઘાત અને વ્યથિત છે. 44 વર્ષીય IPS શિલાદિત્ય ચેટિયાને રાષ્ટ્રપતિ તરફથી વીરતા મેડલ મળ્યો હતો.

મેનેજિંગ ડિરેક્ટરે અને રાજ્યના મુખ્ય માહિતી કમિશનરે શું કહ્યું?
નેમકેરના મેનેજિંગ ડિરેક્ટર હિતેશ બરુઆએ જણાવ્યું હતું કે, “અમે ઝડપથી ICU કેબિનમાં ગયા અને તેને તેની પત્નીના મૃતદેહ સાથે પડેલા જોયા હતા અને અમે તેને બચાવવાનો પૂરો પ્રયાસ કર્યો પરંતુ અમે તેને બચાવી શક્યા નહીં. તેણે પોતાની જાતને ગોળી મારી આત્મહત્યા કરી લીધી હતી. આસામના ગૃહ અને રાજકીય સચિવ શિલાદિત્ય ચેટિયા, જેમણે તેમની પત્નીના હોસ્પિટલમાં અવસાન થયાની થોડી મિનિટો પછી પોતાની જાતને ગોળી મારી હતી, તાજેતરમાં તેમના જીવનમાં ઘણી કમનસીબ ઘટનાઓનો સામનો કરવો પડ્યો છે, જેમાં તેમની પત્નીનું મૃત્યુ કદાચ સૌથી વધુ ક્રૂર ફટકો હતું, એમ આસામ પોલીસના ભૂતપૂર્વ ડીજીપીએ જણાવ્યું હતું ભાસ્કરજ્યોતિ મહંતા, જેઓ હવે રાજ્યના મુખ્ય માહિતી કમિશનર છે.

ડીજીપી જીપી સિંહે એક્સ પર આ ઘટનાની આપી માહિતી
ડીજીપી જીપી સિંહે એક્સ પરની પોસ્ટમાં ચેટિયાના મૃત્યુની માહિતી આપી હતી. તેમણે કહ્યું, “એક દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં, શિલાદિત્ય ચેટિયા, IPS 2009 બેચના ગૃહ અને રાજકીય સચિવે આજે સાંજે, કેન્સર સામે લડતી તેમની પત્નીના મૃત્યુના સમાચાર મળ્યાની થોડી મિનિટો બાદ પોતાનો જીવ લીધો હતો. સમગ્ર આસામ પોલીસ પરિવાર દુઃખી છે. આ સમય શોકમાં છે.” ચેટિયા, જેના પિતા પણ પોલીસ અધિકારી હતા, તેમણે તિનસુકિયા, નલબારી, કોકરાઝાર અને બારપેટામાં પોલીસ અધિક્ષક તરીકે સેવા આપી છે.

આ પણ વાંચો..ઓસ્ટ્રેલિયાએ સ્ટુડન્ટ વિસા નિયમોમાં ફેરફાર કર્યા, ભારતીય વિદ્યાર્થીઓ ઉપર શું અસર પડશે?

Back to top button