ભારતની સુંદરી ઝરા શતાવરી દુનિયાની પહેલી AI બ્યુટી સ્પર્ધામાં લેશે ભાગ, જાણો કેટલી હશે ઈનામની રકમ?
- ઝરા શતાવરીને એક ભારતીય મોબાઇલ એડવર્ટાઇઝિંગ એજન્સીના સહ-સ્થાપક રાહુલ ચૌધરી દ્વારા બનાવવામાં આવી હતી અને તે અત્યંત એડવાન્સ છે
દિલ્હી, 19 જૂન: ઝરા શતાવરી એક AI જનરેટેડ મોડલ છે, જે સોશિયલ મીડિયા પર ખૂબ જ ચર્ચામાં છે. હકીકતમાં વિશ્વની પહેલી AI મૉડલ્સની સૌંદર્ય સ્પર્ધા થઈ રહી છે. આ સ્પર્ધા બ્રિટનની ફેનવ્યુ કંપની વર્લ્ડ AI ક્રિએટર એવોર્ડ્સ (WAICA)ના સહયોગથી આ સ્પર્ધાનું આયોજન કરી રહી છે. જેમાં ભારતનું AI મોડલ ટોપ-10માં સામેલ થયું છે. ફેનવ્યુ દ્વારા આયોજિત આ અભૂતપૂર્વ સ્પર્ધાએ સૌંદર્ય, ટેકનોલોજી અને સામાજિક પ્રભાવના મિશ્રણનું પ્રદર્શન કરીને વૈશ્વિક ધ્યાન ખેંચ્યું છે. ભારતનું પ્રતિનિધિત્વ કરનારી ઝારાને 1,500 થી વધુ આંતરરાષ્ટ્રીય એન્ટ્રીઓમાંથી પસંદ કરવામાં આવી છે.
કોણ છે ઝરા શતાવરી?
ઝરા શતાવરીને એક ભારતીય મોબાઈલ એડવર્ટાઈઝિંગ એજન્સીના સહ-સ્થાપક રાહુલ ચૌધરી દ્વારા તૈયાર કરવામાં આવી હતી. અને તેમાં અદ્યતન ટેકનોલોજી અને સાંસ્કૃતિક પ્રામાણિકતાનું મિશ્રણ કરવામાં આવ્યું છે. ઝારા સ્વાસ્થ્ય અને ફિટનેસ પ્રભાવક છે. તેનું એક સોશિયલ મીડિયા પેજ પણ છે, જ્યાં તે સ્વાસ્થ્ય અને ફેશનને લગતી ટિપ્સ આપતી રહે છે. ઈન્સ્ટાગ્રામ પર તેના 8 હજારથી વધુ ફોલોઅર્સ છે.
કેટલી હશે ઈનામની રકમ?
માહિતી અનુસાર કુલ રોકડ પુરસ્કાર $20,000 એટલે કે ભારતીય રુપિયા પ્રમાણે 16 લાખ કરતાં વધુ છે. મિસ AI બનનારી મોડલને 10.84 લાખ રૂપિયા તેમજ તેને બનાવનાર ક્રિએટરને જનસંપર્ક માટે 4.17 લાખ રૂપિયા આપવામાં આવશે.
ઝારાની શ્રેષ્ઠ તસવીરો અહીં જૂઓ
આ સ્પર્ધામાં 2 AI ન્યાયાધીશો ઉપરાંત PR સલાહકાર એન્ડ્ર્યુ બ્લોચ અને બિઝનેસવુમન સેલી એન-ફોસેટ પણ આ સ્પર્ધામાં જજ તરીકે હાજર રહેશે. સ્પર્ધાના પહેલા તબક્કામાં 1500 પ્રતિભાગીઓમાંથી ટોચના 10 AI મોડલની પસંદગી કરવામાં આવી છે. હવે તેમાથી પ્રથમ 3 સ્થાન મેળવનાર મોડલને ઈનામ આપવામાં આવશે.
આ પણ વાંચો: Google ક્રોમની નવી સુવિધા, અભણ લોકો પણ અંગ્રેજી સમજી શકશે