અમદાવાદએજ્યુકેશનગુજરાત

ગુજરાતમાં આ વર્ષે ધોરણ 01 ઉપરાંત ધો.9 અને 11માં શાળા પ્રવેશોત્સવ યોજાશે

Text To Speech

ગાંધીનગર, 19 જૂન 2024, રાજ્ય સરકારની કેબિનેટ બેઠકમાં થયેલ ચર્ચા સંદર્ભે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતુ કે, તા. 26મી જુનથી રાજ્યમાં શાળા પ્રવેશોત્સવના 21મા તબક્કાનો પ્રારંભ થનાર છે. જે તારીખ 28 જુન સુધી ચાલશે. સમગ્ર રાજ્યમાં યોજાનાર આ ત્રિ-દિવસીય શાળા પ્રવેશોત્સવમાં પ્રથમ વખત બાળવાટિકા અને ઘોરણ 1 માં પ્રવેશ ઉપરાંત ઘોરણ 9 અને ઘોરણ 11મા પણ પ્રવેશોત્સવની ઉજવણી કરાશે.

શાળા પ્રવેશોત્સવની તૈયારીઓ રાજ્ય સરકાર કરી રહી છે
સમગ્ર રાજ્યમાં યોજાનાર 21મા શાળા પ્રવેશોત્સવમાં રાજ્યના 32.31 લાખ બાળકો લાભાન્વિત થશે. જેમાં બાલવાટિકામાં 11.73 લાખ, ધોરણ-01માં પ્રવેશ 3.62 લાખ, ઘોરણ-09માં પ્રવેશ 10.35 લાખ, ઘોરણ-11માં 6.61 લાખ બાળકો પ્રવેશ મેળવશે.રાજ્યમાં નાના બાળકોના બાલવાટિકા શિક્ષણથી માંડીને ઉચ્ચર શિક્ષણ સુધી કોઈ પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તેવા માઈક્રો પ્લાનીંગ સાથે શાળા પ્રવેશોત્સવની તૈયારીઓ રાજ્ય સરકાર કરી રહી છે.આ કાર્યક્રમનો મુખ્ય હેતુ છેવાડાના નાગરિકોને/બાળકોને મુખ્ય ધારામાં લાવવા અને ડ્રોપ આઉટ દરને ઝડપી રીતે ઘટાડવાનો છે.રાજ્યના વધુમાં વધુ બાળકો શાળામાં પ્રવેશ મેળવીને શિક્ષણ મેળવે તે દિશામાં આ પ્રયાસ છે.

રક્ષાશક્તિ રેસીડેન્શીયલ સ્કુલ્સમાં પણ શાળા પ્રવેશોત્સવ યોજાશે
21મો શાળા પ્રવેશોત્સવ આ વર્ષે તા.26,27 અને 28 જુનના રોજ રાજ્યની શાળાઓમાં યોજાશે. પ્રાથમિક થી ઉચ્ચતર માધ્યમિક શાળાઓ ઉપરાંત જ્ઞાન શક્તિ રેસીડેન્શીયલ સ્કુલ તથા રક્ષાશક્તિ રેસીડેન્શીયલ સ્કુલ્સમાં પણ શાળા પ્રવેશોત્સવ યોજાશે. જેમાં મુખ્યમંત્રી, અન્ય મંત્રીઓ, અધિકારી અને પદાધિકારીઓ શાળા પ્રવેશોત્સવમાં ઉપસ્થિત રહીને બાળકોનું ઉત્સાહવર્ધન કરશે. શાળા પ્રવેશોત્સવની સાથોસાથ રાજ્ય સરકાર દ્વારા આ વર્ષના બજેટમાં નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજના શરૂ કરવામાં આવી છે. મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ અને જ્ઞાનસાધના મેરીટ સ્કોલરશીપ યોજનાની શરૂઆત પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ દ્વારા કરવામાં આવી છે.

આ પણ વાંચોઃખેડૂતોને સિંચાઈ માટે પાણી મળશે, રાજ્ય સરકારે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર માટે લીધો નિર્ણય

Back to top button