સુરતના ઉકાઈ ડેમની સપાટી રૂલ લેવલ 333 ફૂટને પાર, આવકની સામે પાણીની જાવક વધારવામાં આવી
સુરતઃ ભારે વરસાદની આગાહી વચ્ચે ઝરમર વરસાદે ઝાપટા સુરત શહેર અને જિલ્લામાં પડી રહ્યા છે, ત્યારે વાતાવરણમાં ઠંડક છવાઈ ગઈ છે. બીજી તરફ ઉકાઈના ઉપરવાસમાં વરસાદનું પ્રમાણ કરતાં ડેમની સપાટી રૂલ લેવલને પાર પહોંચી ગઈ છે. ઉકાઈની સપાટી હાલ 333.16 ફૂટ નોંધાઈ છે. જેથી પાણીની આવક ડેમમાં જે થઈ રહી છે તેના કરતાં પાણીનો જથ્થો વધુ પ્રમાણમાં છોડવામાં આવી રહ્યો છે.
એક ઇંચ સુધી વરસાદ નોંધાયો
હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી વચ્ચે રાત્રિના બાર વાગ્યાથી સવારના 10:00 વાગ્યા સુધીમાં સુરતના ચોર્યાસી તાલુકામાં એક ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. ઝરમર અને ઝાપટાં સ્વરૂપે વરસાદ વરસતા પાણી સીધું જ જમીનમાં ઉતરી રહ્યું છે. તેથી આ વરસાદ ઉભા પાકને માટે આશિર્વાદ સમાન સાબિત થઈ રહ્યો છે. જેથી ખેડૂતોમાં પણ ખુશીની લાગણી જોવા મળી રહી છે
ઉકાઈની સપાટી માટે મથામણ
ઉકાઈ ડેમની સપાટી ઉપર વાસના વરસાદને આધારે વધ-ઘટ કરવામાં આવી રહી છે. ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ગતરોજ ડેમની સપાટી રૂલ લેવલ 333 ફૂટને પાર કરીને 334 ફૂટ ઉપર પહોંચી ગઈ હતી. ત્યારે આજે ડેમમાં પાણીની આવક ઘટીને 63,193 ક્યૂસેક નોંધાઈ છે. જેની સામે ડેમમાંથી 71,694 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જેથી ડેમની સપાટી 333.16 ફૂટ નોંધાય છે. તો આજ રીતે પાણીની આવક સામે જાવક વધારવામાં આવશે, તો ડેમ રોડ લેવલ નજીક પહોંચી જશે અને તેનાથી પણ નીચે જાય તેવી શક્યતા સેવામાં આવી રહી છે. હાલની સપાટી 8.39 મીટર નોંધાય છે.
આ પણ વાંચોઃ
વરસાદની ઉ.ગુજરાતમાં ધુંઆધાર બેટિંગ : થરાદમાં 10 કલાકમાં આઠ ઇંચ, જાણો શું છે સ્થિતિ તમામ વિસ્તારમાં
દ.ગુજરાતમાં ભારે વરસાદ, વલસાડ થી લઈ ભરૂચ સુધી કેવી છે સ્થિતિ ?