ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ

આતંકી નિજ્જર કેનેડાની સંસદ ચમક્યો! ભારતે આપ્યો સણસણતો જવાબ, જાણો શું કહ્યું?

  • ભારત આતંકવાદના ખતરા સામેની લડાઈમાં મોખરે છે અને આ વૈશ્વિક ખતરાનો સામનો કરવા માટે તમામ દેશો સાથે મળીને કામ કરી રહ્યા છે

નવી દિલ્હી, 19 જૂન: ખાલિસ્તાની આતંકવાદી હરદીપસિંહ નિજજરની પુણ્યતિથિ પર તેના સન્માનમાં કેનેડાની સંસદમાં મૌન રાખવાના મામલે, વેનકુવરમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસે વિશ્વને એર ઈન્ડિયાની ફ્લાઈટ 182 (કનિષ્ક) પર બોંબ વિસ્ફોટની યાદ અપાવી જેમાં 86 બાળકો સહિત 329 લોકો માર્યા ગયા હતા. વેનકુવરમાં ભારતીય કોન્સ્યુલ જનરલના સત્તાવાર એક્સ હેન્ડલ પરથી આજે બુધવારે એક પોસ્ટ કરવામાં આવી હતી. જેમાં લખ્યું છે, “ભારત આતંકવાદના ખતરા સામેની લડાઈમાં મોખરે છે અને આ વૈશ્વિક ખતરાનો સામનો કરવા માટે તમામ દેશો સાથે મળીને કામ કરી રહ્યા છે.”

 

વેનકુવરમાં ભારતીય કોન્સ્યુલ જનરલના સત્તાવાર એક્સ હેન્ડલ પરથી બુધવારે એક પોસ્ટ કરવામાં આવી હતી. તેમાં લખ્યું છે, “ભારત આતંકવાદના ખતરા સામેની લડાઈમાં મોખરે છે અને આ વૈશ્વિક ખતરાનો સામનો કરવા માટે તમામ દેશો સાથે મળીને કામ કરી રહ્યું છે.”

શું છે કનિષ્ક વિમાન હુમલો, શા માટે ભારતે કેનેડાને યાદ કરાવ્યું?

પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે, “23 જૂન, 2024એ કાયર આતંકવાદીઓ દ્વારા એર ઈન્ડિયાની ફ્લાઈટ 182 (કનિષ્ક) પર બોંબ વિસ્ફોટની 39મી વર્ષગાંઠ છે. તે ઈતિહાસમાં સૌથી ભયંકર આતંકવાદ સંબંધિત હવાઈ દુર્ઘટનાઓમાંની એક હતી, જેમાં બાળકો સહિત 86 લોકો માર્યા ગયા હતા. 329 નિર્દોષ લોકોના જીવ ગયા હતા.” કોન્સ્યુલેટ સ્ટેનલી પાર્કના કેપરલી પ્લેગ્રાઉન્ડ વિસ્તારમાં એર ઈન્ડિયા મેમોરિયલ ખાતે 23 જૂને સાંજે 6.30 વાગ્યે એક સ્મારક કાર્યક્રમનું પણ આયોજન કરશે.

નિજજર હત્યાની વર્ષગાંઠ પર કેનેડાની સંસદમાં મૌન પાળવામાં આવ્યું!

પોસ્ટમાં વધુમાં કહેવામાં આવ્યું કે, “વેનકુવરમાં કોન્સલ જનરલ ભારતીય સમુદાયને આ કાર્યક્રમમાં હાજરી આપીને આતંકવાદ સામે એકતા દર્શાવવા અપીલ કરે છે.” આ પહેલા મંગળવારે કેનેડાની સંસદમાં ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાને એક વર્ષ પૂર્ણ થવા પર હાઉસ ઓફ કોમન્સમાં એક મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું. ગયા વર્ષે 18 જૂને કેનેડાના સરેમાં પાર્કિંગની બહાર નિજ્જરની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.

નિજ્જર હત્યા કેસમાં કેનેડાએ અત્યાર સુધીમાં ત્રણ લોકોની ધરપકડ કરી

ભારતે નિજ્જરને ગેરકાનૂની પ્રવૃત્તિઓ (પ્રિવેન્શન) એક્ટ (UAPA) હેઠળ ‘નિયુક્ત આતંકવાદીઓ’ની યાદીમાં સામેલ કર્યો હતો. નિજ્જર હત્યા કેસમાં કેનેડાએ અત્યાર સુધીમાં ત્રણ લોકોની ધરપકડ કરી છે. ઓટ્ટાવા(કેનેડા)એ આરોપ લગાવ્યો છે કે, ભારતીય અધિકારીઓ આ હત્યામાં સામેલ હતા, પરંતુ તેઓ કોઈ પુરાવા આપવામાં નિષ્ફળ રહ્યા છે. જેના કારણે કેનેડા અને ભારત વચ્ચેના સંબંધોમાં તણાવ સર્જાયો છે. ભારતનું કહેવું છે કે, બંને દેશો વચ્ચેનો મુખ્ય મુદ્દો એ છે કે, કેનેડા તેની ધરતી પરથી કાર્યરત ખાલિસ્તાન સમર્થક તત્વોને સુરક્ષિત આશ્રય આપી રહ્યું છે.

हाल ही में इटली में जी7 शिखर सम्मेलन के दौरान प्रधानमंत्री नरेंद्र मोदी से मुलाकात के बाद कनाडा के प्रधानमंत्री जस्टिन ट्रूडो ने कहा था कि भारत के साथ “कई बड़े मुद्दों पर तालमेल” है और उन्हें भारत की नई सरकार के साथ बातचीत करने का “अवसर” दिखाई दे रहा है…”

તાજેતરમાં, ઇટાલીમાં G7 સમિટ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા પછી, કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ કહ્યું હતું કે “ઘણા મોટા મુદ્દાઓ” પર ભારત સાથે સંકલન થયું છે અને તેઓને ભારતની નવી સરકાર સાથે વાતચીત કરવાની તક દેખાઈ રહી છે.”

આ પણ જુઓ: હવે કાશ્મીર બ્રિટનની ચૂંટણીનો પણ મુદ્દો બન્યો, પક્ષ-વિપક્ષ આવી ગયા સામસામે

Back to top button