ટ્રેન્ડિંગનેશનલ

પ્રણવ મુખરજીના પુત્ર કોંગ્રેસમાં પરત ફરવા તૈયાર, કહ્યું- ‘TMCનું વર્ક કલ્ચર સારું નથી’

દિલ્હી, 19 જૂન: દેશના પૂર્વ રાષ્ટ્રપતિ અને કોંગ્રેસના દિગ્ગજ નેતા દિવંગત પ્રણવ મુખરજીના પુત્ર અભિજીત મુખરજીએ કોંગ્રેસમાં પરત ફરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. આ માટે તેમણે મમતા બેનર્જીની આગેવાની હેઠળની ટીએમસીની કાર્ય શૈલી પર પણ સવાલો ઉઠાવ્યા છે. અભિજીત મુખરજીએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું અને 2021માં ટીએમસીમાં જોડાયા હતા.

ટીએમસીની કાર્ય શૈલી કોંગ્રેસ સાથે બિલકુલ અલગ: અભિજીત મુખરજી

ટીએમસી છોડીને કોંગ્રેસમાં પાછા ફરવાની ઈચ્છા વ્યક્ત કરતા તેમણે કહ્યું, “ટીએમસીની કાર્ય શૈલી કોંગ્રેસ સાથે બિલકુલ મેળ ખાતી નથી. મેં વિચાર્યું કે હવે બહુ થયું. દિલ્હી આવ્યા બાદ મેં કોંગ્રેસ હાઈકમાન્ડ પાસે સમય માંગ્યો છે. જો કોંગ્રેસ હાઈકમાન્ડ મને તાત્કાલિક જોડાવાનું કહેશે તો હું સંપૂર્ણપણે સ્વતંત્ર છું અને કોંગ્રેસ પાર્ટીમાં યોગદાન આપવા તૈયાર છું.”

પાર્ટીએ જે પણ કામ આપ્યું હતું તે મે પૂરુ કર્યું હતું: અભિજીત મુખરજી

અભિજિત મુખરજીએ કહ્યું કે, “2019ની ચૂંટણીમાં હું કયા કારણોથી હારી ગયો તે વિશે હું જાણું છું. હું તેના વિશે ખુલીને કહી શકીશ નહીં. હાઈકમાન્ડ પણ તેના વિશે જાણે છે. 2.5 વર્ષ સુધી કોંગ્રેસ દ્વારા મને જે પણ કામ આપવામાં આવ્યું હતું તેને મે પૂરુ કર્યું હતું. પરંતુ પાર્ટીએ મને પૂરતું કામ આપ્યું નથી. આનું કારણ ગમે તે રહ્યું હશે.’ તમને જણાવી દઈએ કે તેમણે 2019માં લોકસભા ચૂંટણી કોંગ્રેસના સિમ્બોલ પર લડી હતી અને તેમને હારનો સામનો કરવો પડ્યો હતો.

પ્રણવ દાના પુત્રએ વધુમાં કહ્યું કે, “હું ધીમે ધીમે એક ચોક્કસ વ્યક્તિ અને ચોક્કસ જૂથ દ્વારા હાંસિયામાં ધકેલાઈ ગયો હતો. આ દરમિયાન મમતા દીદીએ મળવા બોલાવ્યો હતો, મે તેમને મળવા માટે સમય માંગ્યો, તેમણે મને ટીએમસીમાં જોડાવાની ઓફર કરી દીધી હતી. પાર્ટીમાં જોડાયા પછી મને એવું કોઈ કામ મળ્યું નથી. તેમની કાર્ય શૈલીએ મને નિરાશના કર્યો, પરંતુ કોંગ્રેસ સાથે બિલકુલ મેળ ખાતો નથી.’

હાઈકમાન્ડ મને તરત જોડાવાનું કહેશે તો હું તરત કોંગ્રેસમાં જોડાઈ જઈશ: અભિજીત મુખરજી

ટીએમસીની કાર્ય શૈલીની ટીકા કરતાં તેમણે કહ્યું કે મેં વિચાર્યું કે હવે બહુ થયું. તેથી, દિલ્હી પાછા આવ્યા પછી કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ મને આડકતરી રીતે પૂછ્યું કે હું શા માટે ચૂપ છું. તેમણે મને સક્રિય થવાનું કહ્યું. મેં વરિષ્ઠ હાઈકમાન્ડ પાસે સમય માંગ્યો, કદાચ મારી એક-બે દિવસમાં હાઈકમાન્ડ સાથે બેઠક થઈ શકે છે. જો તેઓ મને તાત્કાલિક જોડાવાનું કહેશે તો હું કોંગ્રેસમાં જોડાઈ જઈશ.

આ પણ વાંચો: ઐતિહાસિક નાલંદા વિશ્વવિદ્યાલયના નવા કેમ્પસનું PM મોદીએ કર્યું ઉદ્ઘાટન, નીતિશ કુમાર પણ હાજર

Back to top button