બિહારમાં કરોડોના ખર્ચે બનાવેલો પુલ તૂટી પડ્યો, જૂઓ વીડિયો
- બિહારના સિક્તિ બ્લોક વિસ્તારમાં એક પુલ તૂટી પડ્યો, આ ઘટનાનો વીડિયો પણ પ્રકાશમાં આવ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે થાંભલા ધોવાઈ જવાને કારણે પુલ નદીમાં ડૂબ્યો છે
અરરિયા, 18 જૂન: અરરિયાના સિક્તીમાં બકરા નદી પર બનેલો પુલ મંગળવારે તૂટી પડ્યો છે. કહેવાય છે કે બકરા નદી પર બનેલા આ પુલનું ઉદ્ઘાટન થવાનું હતું, પરંતુ તે પહેલા જ કરોડોના ખર્ચે બનેલો આ પુલ એક દુર્ઘટના સાથે ધરાશાયી થઈ ગયો છે. આ પુલ સિક્તિ બ્લોક વિસ્તારમાં પાદરિયા ઘાટ પર બનાવવામાં આવ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, સિક્તિ બ્લોક સ્થિત બકરા નદી પર 12 કરોડના ખર્ચે પાદરિયા પુલ બનાવવામાં આવ્યો હતો. મંગળવારે પુલના ત્રણ પિલર નદીમાં ગરકાવ થતાં પુલ ધરાશાયી થયો હતો. બ્રિજ નિર્માણ એજન્સીના લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને વહીવટીતંત્રની ટીમ પણ પહોંચી ગઈ છે.
અહીં જૂઓ વીડિયો:
मिट्टी का बना हुआ पुल उद्द्घाटन से पहले ही मिट्टी में मिल गया।#corruption
pic.twitter.com/13zS4c9TtK— Dr. B L Bairwa MS, FACS (@Lap_surgeon) June 18, 2024
સિક્તીના ધારાસભ્ય વિજય મંડલના જણાવ્યા અનુસાર આ પુલ જિલ્લાના ગ્રામીણ બાંધકામ વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો. તેને જમીન પર જ થાંભલા દાટીને તૈયાર કરવામાં આવ્યો હતો. એપ્રોચ રોડ પણ બનાવવામાં આવ્યો નથી. આ પુલ લગભગ 100 મીટર લાંબો હતો અને તેને લગભગ 12 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવી રહ્યો હતો. પુલનું કામ સંપૂર્ણ રીતે પુરુ ન થયું હોવાથી તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ન હતું.
બિહારમાં પુલ તૂટી પડવાની પ્રક્રિયા યથાવત
બિહારમાં પુલ તૂટી પડવાની પ્રક્રિયા હજી પણ ચાલું જ છે. ગયા વર્ષે જૂન મહિનામાં સુલતાનગંજમાં ગંગા નદી પર બની રહેલો પુલ ધરાશાયી થયો હતો. જે બાદ આ વર્ષે માર્ચમાં સુપૌલમાં કોસી નદી પર બની રહેલા પુલનો સ્લેબ તૂટી પડ્યો હતો. જેમાં એક મજૂરનું મૃત્યુ થયું હતું. હવે અરરિયાના સિક્તિમાં બકરા નદી પર બની રહેલો પુલ તૂટી પડ્યો છે.
આ પણ વાંચો: પ્રેમીએ રસ્તા વચ્ચે કરી પ્રેમિકાની બેરહેમીથી હત્યા, લાઈવ વીડિયો થયો વાયરલ