અમદાવાદગુજરાતટ્રેન્ડિંગનેશનલ

વાહ રે તમારી સુરક્ષા!! જેલમાં બંધ લોરેનસે પાકિસ્તાનમાં કર્યો વીડિયો કોલ?, પોલીસ વિભાગમાં હલચલ

  • કોણ છે જેલમાં બંધ લોરેન્સનો મદદગાર

અમદાવાદ, 18 જૂન, ક્રાઈમની દુનિયાના સૌથી મોટા ગેંગસ્ટરમાંથી એક લોરેન્સ બિશ્નોઈને જેલમાં પણ તમામ સુવિધાઓ મળી રહી છે, તે જેલમાં પણ મોજથી જીવન જીવી રહ્યો છે…જેનો પુરાવો સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો એક વીડિયો છે. જેલમાં રહીને લોરેન્સ બિશ્નોઈને પાકિસ્તાની મિત્રને વીડિયો કોલ કર્યાનો દાવો કરવામાં આવ્યો છે. આ વીડિયો ક્યાંનો અને ક્યારનો છે તેની હજુ પુષ્ટી થઈ નથી. જોકે આ મામલે સરકારે કહ્યું અમને ખબર નથી, ઘટના બની હોય તો યોગ્ય નથી.

પ્રખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ હાલ અમદાવાદની સાબરમતી જેલમાં બંધ છે. ગુજરાત એટીએસએ લોરેન્સની ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરી છે. ડ્રગ્સ કેસમાં હાલ તે સાબરમતી જેલમાં છે. તેને સાબરમતી જેલની વિશેષ બેરેકમાં રાખવામાં આવ્યો છે. ત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયોમાં યુઝર્સ દાવો કરી રહ્યા છે કે, લોરેન્સ બિશ્નોઈએ પાકિસ્તાનમાં રહેતા પોતાના મિત્ર શહઝાદ ભાટીને અમદાવાદની જેલમાંથી ઈદની શુભેચ્છા પાઠવી હતી. તેણે બકરી ઈદના દિવસે પાકિસ્તાન મિત્રને વીડિયો કોલ કર્યો હતો અને ઈદની શુભેચ્છા પાછવી હતી.

જેલ તંત્ર પર સવાલો ઉઠ્યા
લોરેન્સ પાસે મોબાઈલ ક્યાંથી આવ્યો એ એક સવાલ છે. કોણે લોરેન્સને ફોન આપ્યો, કોણ છે જેલમાં બંધ લોરેન્સને મદદ કરી રહી છે, વીડિયો કોલથી જેલ તંત્ર પર સવાલો ઉઠ્યા છે. સાબરમતી જેલમાં અગાઉ પણ અનેક કેદીઓ પાસેથી મોબાઈલ પકડાઈ ચૂક્યા છે. ત્યારે ગેંગસ્ટરના પાકિસ્તાન કોલથી ખળભળાટ મચી ગયો છે.

સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે પ્રતિક્રિયા આપી
લોરેન્સના વીડિયો કોલ પર ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, આ અંગે જાણ થઈ છે, સત્ય જાણવાનું બાકી છે. આવી ઘટના બની હોય તો ખોટી બાબત કહેવાય.

કોણ છે લોરેન્સ બિશ્નોઈ?
કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ સામે હત્યા અને ખંડણી સહિતના અનેક ગુના નોંધાયેલા છે. લોરેન્સ બિશ્નોઈ અત્યાર અમદાવાદની સાબરમતી જેલમાં બંદ છે. લોરેન્સને સાબરતમી જેલમાં એક ખાસ બેરેકમાં રાખવામાં આવ્યો છે. એટલું જ નહીં લોરેન્સ બિશ્નોઈ અત્યારે NIAની કસ્ટડીમાં છે. લોરેન્સ બિશ્નોઈએ જ પંજાબી સિંગર સિદ્ધુ મુસેવાલા અને સુખદેવ ગોગામેડીની હત્યા કારવી હતી. તો તે સલમાન ખાનને પણ મારવાની અનેકવાર ધમકી આપી ચૂક્યો છે.

આ પણ વાંચો..દીકરીની UPSCની પરીક્ષા છૂટી જતાં માતા બેભાન, પિતાની હાલત ખરાબ! જુઓ આ હૃદયસ્પર્શી વીડિયો

Back to top button