NEET મુદ્દે સુપ્રીમ કોર્ટે NTA પાસેથી માંગ્યો જવાબ, કહ્યું: જો કોઈ ગરબડ થઈ છે તો તે જોવું મહત્ત્વપૂર્ણ


- જો કોઈની 0.001 ટકા પણ ભૂલ હોય તો તેની તપાસ કરવી જરૂરી છે કારણ કે આ લાખો બાળકો સાથે જોડાયેલો મુદ્દો છે: SC
નવી દિલ્હી, 18 જૂન: NEET UG 2024 પરીક્ષા અને તેના પરિણામો અંગે વિવાદ હજુ ચાલુ છે. ત્યારે આ દરમિયાન, સુપ્રીમ કોર્ટે આજે મંગળવારે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)ને નોટિસ જારી કરીને 8 જુલાઈના રોજ જવાબ આપવા જણાવ્યું છે. સુપ્રીમ કોર્ટે ટિપ્પણી કરી છે કે, જો કોઈની 0.001 ટકા પણ ભૂલ હોય તો તેની તપાસ કરવી જરૂરી છે કારણ કે આ લાખો બાળકો સાથે જોડાયેલો મુદ્દો છે. અમે આશા રાખીએ છીએ કે, NTA સમયસર યોગ્ય પગલાં લેશે. કોર્ટે કહ્યું કે, જો કોઈ આ ભૂલને કારણે ડોક્ટર બને છે તો તે સમાજ માટે ઘણું નુકસાનકારક બનશે. સુપ્રીમ કોર્ટે NTAને કહ્યું કે, ઘણા પુરાવા છે, આને NTA vs વિદ્યાર્થીઓ ન સમજતા.
सुप्रीम कोर्ट ने NEET-UG, 2024 में कथित पेपर लीक और गड़बड़ी से संबंधित याचिकाओं पर राष्ट्रीय परीक्षण एजेंसी (NTA) और केंद्र से नोटिस जारी कर जवाब मांगा है।
सुप्रीम कोर्ट ने कहा, “अगर किसी की ओर से 0.001% लापरवाही है तो उससे पूरी तरह निपटा जाना चाहिए।” pic.twitter.com/jusKbXWSaj
— ANI_HindiNews (@AHindinews) June 18, 2024
અરજદારે શું કહ્યું?
અરજદારે કહ્યું કે,”NTAએ તેના જવાબમાં અત્યાર સુધી કરેલી તપાસની માહિતી પણ આપવી જોઈએ.” તેના જવાબમાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે, “તમે તમારી તમામ માગણીઓ 8 જુલાઈએ રજૂ કરો.” આ કેસની આગામી સુનાવણી 8મી જુલાઈએ થશે.
તે જ સમયે, અરજદારના વકીલ દિનેશ જોટવાણી(Dinesh-Jotwani)એ જણાવ્યું હતું કે, આજની સુનાવણી વિદ્યાર્થી માટે ખૂબ જ સારી રહી. કોર્ટે NTAને ફટકાર લગાવતા કહ્યું કે, તમે દેશની આરોગ્ય વ્યવસ્થા સાથે રમત રમી રહ્યા છો.
છેલ્લી સુનાવણીમાં શું થયું?
કેન્દ્ર સરકાર અને NTAએ છેલ્લી સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે, તેઓએ MBBS અને અન્ય આવા અભ્યાસક્રમોમાં પ્રવેશ માટેની પરીક્ષામાં હાજર રહેલા 1,563 ઉમેદવારોને આપવામાં આવેલા ગ્રેસ નંબરો રદ્દ કરી દીધા છે. આ સંદર્ભમાં, કેન્દ્રએ કહ્યું છે કે, તેમની પાસે કાં તો ફરીથી પરીક્ષા આપવાનો અથવા સમયનો વેડફાટ થતાં આપવામાં આવેલા ગ્રેસ નંબર છોડી દેવાનો વિકલ્પ રહેશે.
NTA vs વિદ્યાર્થીઓ ન સમજતા
NEET પરીક્ષા રદ કરવાની માંગને લઈને શિક્ષણશાસ્ત્રી નીતિન વિજય સહિત બીજી અરજીની સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ એસવીએન ભાટીની બેંચે આ અરજી પર સુનાવણી કરી હતી. કોર્ટે કહ્યું હતું કે, 8 જુલાઈના રોજ વિદ્યાર્થીઓને સુપ્રીમ કોર્ટ પાસેથી ઘણી અપેક્ષાઓ છે. NTA વિરુદ્ધ ઘણા પુરાવા છે, સુપ્રીમ કોર્ટે ખૂબ જ આકરી ટિપ્પણી કરી છે. કોર્ટે કહ્યું છે કે, આને NTA vs સ્ટુડન્ટ્સ તરીકે ન માનવું જોઈએ. સુપ્રીમ કોર્ટે NTAને વિદ્યાર્થીઓની ફરિયાદોને નજરઅંદાજ ન કરવા જણાવ્યું હતું. જો પરીક્ષામાં ખરેખર કોઈ ભૂલ થઈ હોય તો તેને સમયસર સુધારવી જોઈએ.
આ પણ જુઓ: પન્નુની હત્યાના કાવતરાના કેસમાં ભારતીય નાગરિક US કોર્ટમાં હાજર, જાણો શું-શું થયું