ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

PM મોદી જીતની હેટ્રિક બાદ આજે પહેલીવાર પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસી જશે

  • કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત PM મોદી ખેડૂતોને આપશે મોટી ભેટ

નવી દિલ્હી, 18 જૂન: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મંગળવારે પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસીની મુલાકાતે છે. ત્રીજી વખત લોકસભા ચૂંટણી જીત્યા બાદ વડાપ્રધાન મોદી કાશી જશે, જ્યાં તેઓ કિસાન સન્માન નિધિ યોજનાનો આગામી હપ્તો જારી કરશે. આ સંમેલનમાં PM મોદી 9.26 કરોડ લાભાર્થી ખેડૂતોને સન્માન નિધિના 17મા હપ્તા તરીકે 20,000 કરોડ રૂપિયાથી વધુની રકમ જાહેર કરશે. આ પછી તેઓ સ્વ-સહાય જૂથોની 30,000થી વધુ મહિલાઓને કૃષિ સખી પ્રમાણપત્ર પણ આપશે.

PM મોદી 20,000 કરોડનો 17મો હપ્તો જાહેર કરશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસીથી PM-KISAN યોજના હેઠળ આશરે રૂ. 20,000 કરોડનો 17મો હપ્તો જાહેર કરશે. PM મોદી ખેડૂતોને PM કિસાન યોજનાનો 17મો હપ્તો જારી કરશે અને 30,000થી વધુ સ્વ-સહાય જૂથોને કૃષિ સખીઓના રૂપમાં પ્રમાણપત્ર આપશે. આ કાર્યક્રમનું આયોજન કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા ઉત્તર પ્રદેશ સરકારના સહયોગથી કરવામાં આવશે. આ કાર્યક્રમમાં ઉત્તર પ્રદેશના રાજ્યપાલ, કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને ઉત્તર પ્રદેશ સરકારના અન્ય ઘણા મંત્રીઓ પણ હાજર રહેશે.

વારાણસીમાં પીએમ મોદીનો સંપૂર્ણ કાર્યક્રમ:

  1. સાંજે 4.15 કલાકે PM કિસાન સન્માન સંમેલનમાં ભાગ લેશે.
  2. સાંજે 6.15 કલાકે કાશી વિશ્વનાથ મંદિરમાં દર્શન અને પૂજા કરશે.
  3. સાંજે 7 વાગે દશક્ષમેધ ઘાટ ખાતે ગંગા આરતીમાં હાજરી આપશે.
  4. પાંચમી વખત પીએમ મોદી દશાશ્વમેધ ઘાટની ગંગા આરતીમાં ભાગ લેશે.
  5. પીએમ મોદી અહીં 55 મિનિટ રોકાશે.
  6. 15 મિનિટ સુધી ગંગાની પૂજા કરશે અને PM મોદી મણિ પર બિરાજાશે. ત્યાં, તેઓ 40 મિનિટ આરતી જોશે.
  7. પ્રસિદ્ધ જ્યોતિષ પં. ચંદ્રમૌલી ઉપાધ્યાય અને નવ અર્ચક પૂજા કરાવશે.

પીએમ મોદી 19 જૂને બિહારમાં હશે

PM મોદી આવતીકાલે એટલે કે 19 જૂને સવારે 9:45 વાગ્યે બિહારમાં હશે, જ્યાં તેઓ નાલંદા જશે. સવારે 10:30 વાગ્યે રાજગીરમાં નાલંદા યુનિવર્સિટીના કેમ્પસનું ઉદ્ઘાટન કરશે. ભારત અને પૂર્વ એશિયા સમિટ (EAS) દેશો વચ્ચે સંયુક્ત સહયોગ તરીકે યુનિવર્સિટીની કલ્પના કરવામાં આવી છે. આ કાર્યક્રમમાં 17 દેશોના મિશનના વડાઓ સહિત અનેક મહાનુભાવો હાજરી આપશે. નાલંદા ખાતેના નવા કેમ્પસમાં 40 વર્ગખંડો સાથે બે શૈક્ષણિક બ્લોક છે. તેમાં 1,900 લોકો બેસી શકે છે. તેમાં 300 બેઠકોની ક્ષમતાવાળા બે ઓડિટોરિયમ છે.

આ પણ જુઓ: રાહુલ ગાંધી વાયનાડ બેઠક ખાલી કરશે, પ્રિયંકા ગાંધી લડશે પેટા ચૂંટણી

Back to top button