બનાસકાંઠા : ડીસાના નાની ઘરનાળની બાળકીને સાપ કરડતા ગંભીર
બનાસકાંઠા 17 જૂન 2024 : ડીસા તાલુકાના નાની ઘરનાળ ગામે પોતાના ઘર નજીક રમી રહેલી બાળકીને કોબ્રા સાપ કરડતા ગંભીર હાલતમાં ડીસા ખાતે સારવાર માટે લવાઈ હતી જ્યાં તેની હાલત ગંભીર જણાતા તેને ધારપુર મેડિકલ કોલેજ ખાતે રીફર કરવામાં આવી છે.ડીસા તાલુકાના નાની ઘરનાળ ગામે રહેતા સોમાભાઈ સુથારની આઠ વર્ષની દીકરી જાનકી આજે બપોરે તેઓના ઘર નજીક છાયડામાં રમી રહી હતી. ત્યારે અચાનક સાપે દંશ દીધો હતો.
જેથી જાનકીએ ગુમાબૂમ કરતા પરિવારના સભ્યો આવી જતા જોયું તો બાજુમાં કોબ્રા સાપ હતો. જ્યારે જાનકી ધીરે ધીરે મૂર્છિત અવસ્થામાં જઈ રહી હતી. જેથી સાપને દૂર કરી તાત્કાલિક 108 ઈમરજન્સી વાનને જાણ કરાતા 108 ના ઈએમટી જગદીશભાઈ અને પાયલોટ નરેન્દ્રસિંહ દ્વારા તાત્કાલિક ભીલડી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર થઈ જવામાં આવી હતી. જોકે તેની હાલત ગંભીર થતા તેને ડીસા સિવિલમાં લવાયેલ પરંતુ ડીસા સિવિલ દ્વારા પણ તેને ધારપુર મેડિકલ કોલેજ ખાતે રિફર કરવાનું જણાવતા તેને ગંભીર હાલતમાં ધારપુર લઈ જવાઈ હતી.
આ પણ વાંચો : બનાસકાંઠા : પાવાગઢમાં જૈન તીર્થંકર ભગવાનની મૂર્તિઓ ઉખેડાતા જૈન સમાજમાં નારાજગી