ગુજરાત

રાજ્યના 14 જિલ્લામાં પહોંચ્યો લમ્પી વાયરસ, 900 થી વધુ પશુઓના થયા મોત

Text To Speech

પશુઓમા જોવા મળેલ લમ્પી વાયરસને લઈને રાજય સરકાર એક્શનમાં આવી છે. વાયરસગ્રસ્ત પશુઓના રસીકરણની કામગીરી યુદ્ધના ધોરણે કરવા આદેશ આપ્યો છે. તેમજ તેના માટે રાજ્ય સરકાર દ્વારા સતત મોનીટરિંગ કરવામાં આવી રહ્યું છે.

મંત્રી રાઘવજી પટેલ જામનગર ખાતે પશુપાલન નિયામક સહીત જામનગર અને દેવભૂમિ દ્વારકાના વહીવટી તંત્ર સાથે તાકીદની બેઠક યોજી સમીક્ષા કરી હતી. કૃષિ અને પશુપાલન મંત્રીએ જણાવ્યું છે કે રાજ્યમાં પશુઓમાં લમ્પી સ્કીન ડિસિઝ રોગના લક્ષણો જણાતા તે જ દિવસથી રાજ્ય સરકારે સતર્કતા દાખવીને પશુપાલન વિભાગના અધિકારીઓને સતત મોનિટરિંગ કરી યોગ્ય વ્યવસ્થાઓ ગોઠવવા સૂચનાઓ આપી હતી અને પશુઓને સત્વરે સારવાર મળી રહે તે માટે વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી હતી.

કૃષિ અને પશુપાલન મંત્રી એ ઉમેર્યું કે,રાજ્યમાં આ રોઞનો જ્યારથી પ્રથમ કેસ દેખાયો ત્યારથી જ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે ઉચ્ચસ્તરીય બેઠક બોલાવીને આ રોગના નિયંત્રણ માટે યોગ્ય વ્યવસ્થાઓ ગોઠવવા માટે જણાવાયું હતું જેના પરિણામે આ રોગને વધુ ફેલાતો રોકવામા સફળતા મળી છે. અસરગ્રસ્ત જિલ્લાઓમાં સર્વે સહિત સારવાર અને રસીકરણની કામગીરી યુધ્ધના ધોરણે હાલ ચાલી રહી છે.

આ પણ વાંચો : લમ્પી વાયરસ સામે પશુધનને બચાવવા આયુર્વેદિક નુસખો છે ખૂબ જ સરળ, સરળતાથી રાહત

કયા જિલ્લાઓમાં એલર્ટ

લમ્પી સ્કીન ડીસીઝ રાજયના કુલ 14 જિલ્લાઓ ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારના (૧) કચ્છ (૨) જામનગર (૩) દેવભુમિ દ્વારકા (૪) રાજકોટ (૫) પોરબંદર (૬) મોરબી (૭) સુરેન્દ્રનગર (૮) અમરેલી (૯) ભાવનગર (૧૦) બોટાદ (૧૧) જુનાગઢ (૧૨) ગીર સોમનાથ સહિત (૧૩) બનાસકાંઠા અને (૧૪) સુરતમાં ગાય-ભેંસ વર્ગના પશુઓમાં જોવા મળ્યો છે.

શું છે રોગચાળાની સ્થિતિ ?

રાજયના 14 જિલ્લાના 880 ગામોમાં લમ્પી સ્કીન ડીસીઝનાં અસરગ્રસ્ત તમામ 37,121 પશુઓને સારવાર પૂરી પડાઈ.અસરગ્રસ્ત ગામમાં રોગીષ્ટ પશુઓને તાત્કાલિક અલગ કરી, નિરોગી પશુઓમાં રોગનો ફેલાવો ન થાય તે માટે અત્યાર સુધી 2.68 લાખથી વધુ પશુઓમાં રસીકરણ રોગચાળાના અહેવાલ મુજબ અત્યાર સુધી 999 પશુઓનાં લમ્પી સ્કીન ડીસીઝનાં કારણે મરણ થયા હોવાનું નોંધાયું છે.

પશુપાલક ને આ રોગમાં તાત્કાલિક સારવાર અને અન્ય માહિતી મળી રહે તે હેતુસર ટોલ ફ્રી હેલ્પલાઈન 1962ની સુવિધા સાથે જીવીકે- ઇએમઆરઆઇ, નરોડા, અમદાવાદ ખાતે પશુપાલન ખાતાના અધિકારીઓના ૨૪ કલાક મોનીટરીંગ સાથે ખાસ કંટ્રોલ રૂમ શરુ કરવામાં આવ્યો છે. પશુપાલકોને તાત્કાલિક સારવાર અને અન્ય માહિતી મળી રહે તે હેતુસર ટોલ ફ્રી હેલ્પલાઈન 1962 ની ખાસ સુવિધા કાર્યરત અસરગ્રસ્ત ગામોમાં પશુપાલન ખાતાના152 પશુચિકિત્સા અધિકારીઓ અને 438 પશુધન નિરિક્ષકો દ્વારા સઘન સર્વે, સારવાર અને રસીકરણની કામગીરી યુધ્ધના ધોરણે

સૌરાષ્ટ્રના અસરગ્રસ્ત જિલ્લાઓમાં પશુપાલકોને એમના પશુઓ માટે જરૂરી સારવાર અને માર્ગદર્શન મળી રહે એ માટે મંત્રીએ જામનગર ખાતે પશુપાલન નિયામક સહીત જામનગર અને દેવભૂમિ દ્વારકાના વહીવટી તંત્ર સાથે તાકીદની બેઠક કરી, મહામુલા પશુધનને બચાવવા માટે યુધ્ધના ધોરણે આ રોગના સર્વે, સારવાર અને રસીકરણ માટે જરૂરી માર્ગદર્શન અને સુચનાઓ આપવામાં આવી છે

પશુપાલકોમાં રોગ અંગેની જાગરુકતા માટે પશુપાલન ખાતા દ્વારા અપાયેલ પોસ્ટર, હોર્ડીંગ્સ અને જાહેરાત મુજબ પ્રચાર-પ્રસારની કામગીરી વધુ વેગવંતી બનાવવા સૂચના આપી છે. આ ઉપરાંત ચોમાસાની ઋતુમાં પશુઓના રહેઠાણમાં મચ્છર, માખી,જૂ, ઇતરડી વગેરે ન થાય તે માટે યોગ્ય સ્થાનિક તંત્ર દ્વારા જંતુનાશક દવાઓનો છંટકાવ થાય તે માટે પણ જાણ કરવામાં આવી.

Back to top button