18 જૂન 2024: કન્યા રાશિના જાતકોને દામ્પત્ય જીવનમાં મધુરતા રહે
-
મેષ:
સ્વભાવમાં ગુસ્સાનું પ્રમાણ વધારે રહે. આવકમાં વધારો થતો જણાય છે
-
વૃષભ :
પરિવારમાં થોડો મતભેદ જણાય. મિલકતમાં કરેલા રોકાણોથી ફાયદો થતો જણાય છે
-
મિથુન:
કાર્યમાં સફળતા મળતી જણાય. કરેલા રોકાણોનું સારૂ વળતર મળી શકે
-
કર્ક:
આજે કોઈ ગેરમાર્ગે દોરાઈ જવાથી નુકશાન થઇ શકે. દામ્પત્ય જીવનમાં સંતોષ વર્તાય
-
સિંહ:
અટકેલા નાણાં પ્રાપ્ત થશે. આજે કોઈ ભૂતકાળમાં કરેલી ભૂલોનો આજે પસ્તાવો થઇ શકે
-
કન્યા:
આરોગ્ય સંબંધી ચિંતા દૂર થતી જણાશે.દામ્પત્ય જીવનમાં મધુરતા રહે
-
તુલા:
નાના-ભાઇ બહેનની સફળતાથી આનંદ.ધાર્મિક યાત્રા-પ્રવાસનું આયોજન શક્ય બને
-
વૃશ્ચિક:
આજનો દિવસ મધ્યમ રહેશે. આર્થિક ઉપાર્જન શક્ય બને. પરિવારમાં મનમેળ રહે
-
ધનુ:
ભાગ્ય બળવાન છે. નોકરી-ધંધામાં સામાન્ય મિત્રોથી લાભ
-
મકર:
માન સન્માન વધશે. વિશ્વાસઘાતનો ભોગ ન બનાય એનું ધ્યાન રાખવું
-
કુંભ:
આજે સ્વાસ્થ્યને લઈને થોડી તકલીફ ઉભી થઇ શકે.સ્થાવર-જંગમ મિલકતથી ફાયદો
-
મીન:
આર્થિક ઉપાર્જન શક્ય બને. પરિવારના સભ્યો સાથે બહાર ફરવા માટે જઈ શકો