ટોપ ન્યૂઝવર્લ્ડ

પેરૂના દરિયાકાંઠે નોંધાયો 6.0ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનમાલનું નુકસાન નહીં

Text To Speech

નવી દિલ્હી, 16 જૂન : પેરુના દરિયાકાંઠે રવિવારે રિક્ટર સ્કેલ પર 6.0ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો, જેના કારણે આ ક્ષેત્રમાં ભારે અરાજકતા સર્જાઈ હતી. ભારતીય સમય અનુસાર રાત્રે લગભગ 8.17 વાગ્યે પેરુ પ્રદેશમાં આવેલા ભૂકંપના આંચકા સમગ્ર દેશમાં અનુભવાયા હતા.

ભારતની નોડલ એજન્સી નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (એનસીએસ)એ જણાવ્યું હતું કે 16 જૂને લગભગ 8.17 વાગ્યે પેરુના દરિયાકાંઠે 6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, આ ભૂકંપ 10 કિમી (6.21 માઈલ) ની ઊંડાઈએ હતો. X પરની એક પોસ્ટમાં, નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ જણાવ્યું હતું કે, 6.0ની તીવ્રતાનો ભૂકંપ, 16 જૂન, 2024 ના રોજ 20.17 IST પર, અક્ષાંશ 15.79 દક્ષિણ, રેખાંશે નોંધાયો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર હજુ સુધી જાનમાલના નુકસાનના કોઈ અહેવાલ પ્રાપ્ત થયા નથી.

Back to top button