ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા: ડીસાના ડાવસ ગામે જેટકો કંપનીની મનમાની સામે ખેડુતોએ વિરોધ નોંધાવ્યો

  • એક ખેડુતે ઝેરી પ્રવાહી પીને જીવન ટુકાવાના પ્રયાસ કરાતાં 108 દ્વારા સારવાર અર્થે ખસેડાયા
  • ડીસા તાલુકા પોલીસે ઘટનાસ્થળે પહોંચી કડક બંદોબસ્ત ગોઠવ્યો

બનાસકાંઠા 15 જૂન 2024 : ડીસા તાલુકાના ડાવસ ગામે જેટકો કંપની દ્વારા ખેડૂતોના ખેતરમાં વિજ થાંભલા ઉભા કરવાની કામગીરી હાથ ધરાતાં ખેડૂતોએ ભારે વિરોધ નોંધાવી એક ખેડૂતએ ઝેરી પ્રવાહી પીને જીવંત ટૂંકાવાનો પ્રયાસ કરાયો હતો. છેલ્લા કેટલાય સમયથી ડીસા તાલુકાના ડાવસ ગામે જેટકો કંપની અને ખેડૂતો વચ્ચે ભારે વિવાદ ચાલી રહ્યો છે. જેટકો કંપની દ્વારા ખેડૂતોના ખેતરમાં કોઈપણ જાતની વળતર આપ્યા વિના વિજ થાંભલા ઉભા કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ત્યારે ખેડૂતો દ્વારા વારંવાર ભારે વિરોધ નોંધાવી રહ્યા છે. અગાઉ પણ ખેડૂતોએ આંદોલન કરી વહીવટી મતંત્રના અધિકારીઓને આવેદનપત્ર પણ આપી ચૂક્યા હતા, ત્યારે આજે ફરીથી જેટકો કંપનીના અધિકારીઓ ડાવસ ગામે પહોંચી ખેડૂતોના ખેતરમાં ખેડૂતોની મંજૂરી વિના વિજ થાંભલા નાખવાની કામગીરી હાથ ધરાતાં ખેડૂતોએ ભારે આકોશ વ્યક્ત કરી વિરોધ નોંધાવ્યો હતો. જેમાં એક ખેડૂતને લાગી આવતા ઝેરી પ્રવાહી પીને જીવંત ટૂંકાવાનો પ્રયાસ કરાયો હતો.જોકે આસપાસના ખેડૂતોએ 108 ને જાણ કરાતા 108 ની ટીમ ઘટનાસ્થળે ખેતરમાં પહોંચી ઝેરી પ્રવાહી પીધેલા ખેડૂતને ડીસાની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા.

જ્યારે ખેડૂતોના જણાવ્યા અનુસાર જેતકો કંપની દ્વારા પોતાની મનમાની ચલાવી અને સરકારના પરિપત્રનો ઉલ્લેખન કરી ખેડૂતોની મંજૂરી વિના વીજ થાંભલા ઉભા કરવામાં આવી રહ્યા છે. જેથી ખેડૂતને મોટું નુકસાન થવાની છે જ્યારે ખેડૂતોએ માંગ કરી હતી કે, જે જગ્યા ઉપર છે વિજ થાંભલા નાખવામાં આવી રહ્યા છે એની બાજુમાં સરકાર જમીન આવેલી છે, તો જેટકો કંપની દ્વારા સરકારની જમીનમાં વિજ થાંભલા ઉભા કરવામાં આવે જેથી ખેડૂતોને થતું નુકસાન અટકાવી શકાય તેમ છે. ત્યારે આજે ડીસા તાલુકાના ડાવસ ગામે જેટકો કંપનીની મનમાની સામે ખેડુતોએ ભારે વિરોધ નોંધાવી ઉગ્ર આંદોલન કરવાની ચિમકી સાથે તમામ ખેડુતો એકત્રિત થઈ ડીસાની પ્રાંત કચેરી ખાતે પહોંચી ધરણાં પર બેસી જતાં વહીવટીતંત્રમાં પણ દોડધામ મચી જવા પામી હતી. જોકે પ્રાંત અધિકારી હાજર ના હોઈ તમમા ખેડુતોએ મામલતદાને આવેદનપત્ર આપી પાલનપુર જિલ્લા કલેકટર સમક્ષ રજુઆત કરવા રવાના થયા હતાં ખેડુતોએ માંગણી કરી હતી કે, ખેડુતોના ખેતરમાં વિજ થાંભલા નાંખવાની કામગીરી અટકાવી અને સરકારી જમીન પર વિજ થાંભલા ઊભા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.

આ પણ વાંચો : બનાસકાંઠા : ડીસામાં જાહેરમાં વેચાતો ઘાસચારો પાલિકાએ જપ્ત કર્યો

Back to top button