ભાજપ સાંસદે ઇન્દિરા ગાંધીને “મધર ઑફ ઈન્ડિયા” અને કોંગ્રેસ નેતાઓને “રાજકીય ગુરુ” કહ્યા
- સુરેશ ગોપીએ પુન્કુન્નામ સ્થિત કરુણાકરણના સ્મારક ‘મુરલી મંદિરમ’ની મુલાકાત દરમિયાન આ વાત કહી
થ્રિસુર, 15 જૂન: કેરળથી BJPના એકમાત્ર સાંસદ અને કેન્દ્રીય મંત્રી સુરેશ ગોપીએ આજે શનિવારે પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીને ‘મધર ઓફ ઈન્ડિયા’ અને કોંગ્રેસના નેતા અને કેરળના મુખ્યમંત્રી સ્વર્ગસ્થ કે. કરુણાકરણને ‘હિંમતવાન પ્રશાસક’ તરીકે ગણાવ્યા છે. બીજેપી નેતા સુરેશ ગોપીએ કરુણાકરણ અને માર્ક્સવાદી દિગ્ગજ ઈ.કે. નાયનારને તેમના ‘રાજકીય ગુરુ’ ગણાવ્યા છે. સુરેશ ગોપીએ પુન્કુન્નામ સ્થિત કરુણાકરણના સ્મારક ‘મુરલી મંદિરમ’ની મુલાકાત લીધા બાદ પત્રકારો સાથે વાત કરી રહ્યા હતા.
#WATCH | Kerala: Union Minister Suresh Gopi arrived at Our Lady of Lourdes Metropolitan Cathedral in Thrissur and offered a golden bead here. He sought blessings by presenting a gold crown here, in the wake of his victory in Lok Sabha elections. pic.twitter.com/2fBC7mkWjW
— ANI (@ANI) June 15, 2024
સુરેશ ગોપી કે. કરુણાકરણના પુત્ર અને કોંગ્રેસના નેતા કે. મુરલીધરનની આશાઓ પર પાણી ફેરવતાં થ્રિસુર લોકસભા મતવિસ્તારથી જીત્યા હતા. થ્રિસુર સીટ પર ત્રિકોણીય હરીફાઈમાં મુરલીધરન ત્રીજા ક્રમે રહ્યા હતા. તેમણે મીડિયાકર્મીઓને વિનંતી કરી કે, તેઓ કરુણાકરણના સ્મારકની મુલાકાતને રાજકારણ સાથે ન જોડે. BJP નેતાએ કહ્યું કે, તેઓ અહીં તેમના ‘ગુરુ’ને માન આપવા આવ્યા છે.
કેન્દ્રીય મંત્રી સુરેશ ગોપીએ શું કહ્યું?
કેન્દ્રીય મંત્રી સુરેશ ગોપીએ કહ્યું કે, “નાયનાર અને તેમના પત્ની શારદા એ શિક્ષકો જેવા છે. કરુણાકરણ અને તેમના પત્ની કલ્યાણીકુટ્ટી અમ્મા સાથે પણ તેમના ગાઢ સંબંધો છે. ” સુરેશ ગોપી 12 જૂને કન્નુરમાં ઇ.કે. નાયનારના ઘરે ગયા હતા અને તેમના પરિવારના સભ્યોને મળ્યા હતા. સુરેશ ગોપીએ કહ્યું હતું કે, તેઓ ઈન્દિરા ગાંધીને ‘ભારતથિંતે મથાવુ’ (ભારતની માતા) તરીકે જુએ છે અને કે. કરુણાકરણને ‘કેરળમાં કોંગ્રેસ પાર્ટીના પિતામહ’ માને છે.
સુરેશ ગોપીએ તે પણ સ્પષ્ટ કર્યું કે, “કે. કરુણાકરણને કેરળમાં કોંગ્રેસના પિતામહ કહીને તેઓ આ દક્ષિણી રાજ્યમાં પાર્ટીના સ્થાપકો કે સહ-સ્થાપકોનો અનાદર નથી કરી રહ્યા.” સુરેશ ગોપીએ કોંગ્રેસના દિગ્ગજ નેતાની વહીવટી ક્ષમતાઓની પણ પ્રશંસા કરી અને તેમને તેમની પેઢીના ‘હિંમતવાન વહીવટકર્તા’ ગણાવ્યા. તેમણે વધુમાં કહ્યું કે, ‘હું 2019માં પણ મુરલી મંદિરમ જવા માંગતો હતો. પરંતુ કે. કરુણાકરણની પુત્રી પદ્મજા વેણુગોપાલે રાજકીય કારણોસર તેમને આમ કરતા અટકાવ્યા હતા. પદ્મજા તાજેતરમાં કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા છે.
સુરેશ ગોપીએ થ્રિસુર લોકસભા બેઠક પરથી ભાજપના સાંસદ
સુરેશ ગોપીએ શહેરના પ્રખ્યાત લૂર્ડે માતા ચર્ચમાં જઈને પ્રાર્થના પણ કરી હતી. સુરેશ ગોપી અને તેમના પરિવારે તેમની પુત્રીના લગ્ન વખતે સેન્ટ મેરીની પ્રતિમાને સોનાનો મુગટ ભેટમાં આપ્યો હતો. સુરેશ ગોપીના રાજકીય વિરોધીઓએ તેનો ઉપયોગ તેને નિશાન બનાવવા માટે કર્યો હતો અને આરોપ લગાવ્યો હતો કે, મુગટ સોનાનો નહીં પણ તાંબાનો હતો. સુરેશ ગોપીએ કેરળમાં થ્રિસુર લોકસભા સીટ જીતીને ભાજપનું ખાતું ખોલાવ્યું છે. થ્રિસુરમાં ત્રિકોણીય હરીફાઈ જોવા મળી હતી, જેમાં કોંગ્રેસ, ભાજપ અને CPIના ઉમેદવારો વચ્ચે ગાઢ હરીફાઈ હતી.
આ પણ જુઓ: એરફોર્સ એકેડેમી ખાતે સંયુક્ત ગ્રેજ્યુએશન પરેડ યોજાઈ, એક વિદેશી સહિત 19 અધિકારી સન્માનિત