જ્યોર્જિયા મેલોનીના ભૂતપૂર્વ પતિ કોણ છે અને શું કરે છે? ગતવર્ષે બંનેએ છૂટા પડવાની કરી હતી જાહેરાત
રોમ, 14 જૂન : G-7 શિખર સંમેલન વચ્ચે સમગ્ર વિશ્વમાં એક નામની ખૂબ ચર્ચા થઈ રહી છે અને તે છે ઈટાલીના વડાપ્રધાન. જ્યોર્જિયા મેલોનીના સોશિયલ મીડિયા પર વિવિધ દેશોના વડાઓનું સ્વાગત કરતા અને G-7 સમિટ સંબંધિત ઘણા વીડિયો શેર કરવામાં આવી રહ્યા છે. જ્યોર્જિયા મેલોની વિશે ભારતમાં ઘણી પોસ્ટ કરવામાં આવી રહી છે અને આ દરમિયાન તેના અંગત જીવનનો પણ ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે. મેલોનીએ ગયા વર્ષે પોતાના પતિથી અલગ થવાની જાહેરાત કરી હતી. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ તેમના પતિ કોણ હતા અને કયા કારણોસર બંને એકબીજાથી અલગ થયા હતા.
મેલોનીનો પતિ કોણ હતા?
ઇટાલિયન પીએમના ભૂતપૂર્વ પતિનું નામ એન્ડ્રીયા Giambruno છે. તેઓ ઇટાલીના પ્રખ્યાત જનરલિસ્ટ છે. Giambrunoનો જન્મ 1981માં મિલાનમાં થયો હતો. 22 વર્ષની ઉંમરે, જ્યારે તેઓ મિલાનની કેથોલિક યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા હતા ત્યારે તેમણે ટેલિવિઝનમાં તેમની કારકિર્દીની શરૂઆત કરી હતી.
Giambruno MFE મીડિયા ગ્રૂપના એક કાર્યક્રમ, Mediaset પર પ્રસ્તુતકર્તા હતા. અને આ શોથી તે ખૂબ જ પ્રખ્યાત બન્યા હતા. આ પહેલા તેમણે સ્ટુડિયો એપર્ટો શોમાં કામ કર્યું હતું અને મેલોનીની રાજકીય સફળતા બાદ તેમણે આ કામ છોડી દીધું હતું. આ પછી તેઓ રોમ શિફ્ટ થઈ ગયા, અને Rete 4 ચેનલમાં કામ શરૂ કર્યું હતું.
પહેલીવાર ક્યારે મળ્યા?
એન્ડ્રીયા Giambrunoઅને મેલોની એક સ્ટુડિયોમાં પહેલીવાર મળ્યા હતા, મેલોની એકવાર તેની રાજકીય રેલી પછી તેના પૂર્વ પતિના શો મીડિયાસેટમાં ગઈ હતી. જ્યાં તેમની મુલાકાત થઈ હતી.
આ સમય દરમિયાન, સેટ પર જતા પહેલા, તેણે Giambrunoને પોતાનો સહાયક માનીને અડધું ખાધેલું કેળું આપ્યું. એવું માનવામાં આવે છે કે આ કોઈ ફિલ્મી સીન જેવું હતું અને પહેલી નજરનો પ્રેમ હતો. આ પછી બંનેની મુલાકાત શરૂ થઈ અને આ વાર્તા આગળ વધી.
શા માટે તેઓ અલગ થયા?
બંને 10 વર્ષથી સાથે હતા. અને તેમને એક પુત્રી પણ છે. પોતાના પાર્ટનરથી અલગ થવાના સમાચાર આપતા મેલોનીએ સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે, ‘એન્ડ્રીયા Giambruno સાથે લગભગ 10 વર્ષથી ચાલતા મારા સંબંધો હવે સમાપ્ત થઈ ગયા છે.’
ઑક્ટોબર 2023 માં મેલોનીએ તેના અલગ થવાની જાહેરાત કરી તેના થોડા સમય પહેલા, એન્ડ્રીયા Giambrunoનું એક ઑફ-એર રેકોર્ડિંગ સામે આવ્યું હતું, જેમાં તે અભદ્ર ટિપ્પણીઓ કરતો સાંભળવામાં આવ્યો હતો. એન્ડ્રીયા Giambrunoને તાજેતરમાં તેમની અણઘડ ઑફ-એર ટિપ્પણીઓ માટે તેમની નોકરીમાંથી બરતરફ કરવામાં આવ્યો હતો અને તેની વ્યાપક ટીકા કરવામાં આવી હતી.
આ પણ વાંચો : મનભેદ કે પછી મતભેદ: ચૂંટણી પરિણામો પછી ભાજપ પ્રત્યે સંઘનું વલણ કેમ બદલાયું?