અયોધ્યા રામ મંદિરને ઉડાવી દેવાની ધમકી! જૈશ-એ-મોહમ્મદનો ઓડિયો વાયરલ થતાં એલર્ટ જારી
- રામ નગરીમાં તૈનાત સુરક્ષાદળોને એલર્ટ કરી દેવાયા અને રામકોટના તમામ ચેકપોસ્ટ પર સઘન ચેકિંગ અભિયાન સાથે તપાસ શરૂ કરાઇ
અયોધ્યા, 14 જૂન: અયોધ્યામાં ફરી એકવાર નવનિર્મિત રામ મંદિરને ઉડાવી દેવાની ધમકી મળી છે. આ વખતે આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદે ધમકી આપી છે. તેનો એક ઓડિયો વાયરલ થયા બાદ ઉત્તર પ્રદેશની યોગી સરકારે એલર્ટ જાહેર કર્યું છે. રામ નગરીમાં તૈનાત સુરક્ષાદળોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. એલર્ટ બાદ અયોધ્યાના રામકોટના તમામ ચેકપોસ્ટ પર સઘન ચેકિંગ અભિયાન સાથે તપાસ શરૂ કરવામાં આવી છે. રામલલાના દર્શન માર્ગ પર પણ ભક્તોની દેખરેખ વધારી દેવામાં આવી છે.
BIG ⚡ Terrorists have threatened to blow up Ram Mandir in Ayodhya
Jaish-e-Mohammad terrorist sends an audio message. Security agencies on Alert, start investigating. pic.twitter.com/TFHjyjGNCv
— Megh Updates 🚨™ (@MeghUpdates) June 14, 2024
કેન્દ્ર અને રાજ્ય સરકારની તમામ એજન્સીઓ હાઈ એલર્ટ પર
મળતી માહિતી મુજબ, ધમકીભર્યા ઓડિયોમાં જૈશ-એ-મોહમ્મદનો આમીર નામનો આતંકવાદી એવું કહેતા સંભળાય છે કે, અમારી મસ્જિદ હટાવી દેવાઈ છે અને મંદિર બનાવવામાં આવ્યું છે. હવે બોંબમારો થશે. આતંકવાદી કહી રહ્યો છે કે, અમારા ત્રણ સાથીઓએ બલિદાન આપ્યું છે અને હવે આ મંદિરને તોડવું પડશે. એલર્ટની સાથે સુરક્ષા એજન્સીઓ ઓડિયોની તપાસ કરી રહી છે. રાજ્ય સરકારની સૂચના બાદ કેન્દ્ર અને રાજ્ય સરકારની તમામ એજન્સીઓ હાઈ એલર્ટ પર છે.
રામ મંદિરને ઊડાવાની અગાઉ પણ ધમકીઓ મળી છે
અયોધ્યાના રામ મંદિર પર હુમલાની ધમકી આ પહેલા પણ બે-ત્રણ વખત મળી ચુકી છે. ગત વર્ષે પણ ધમકીઓ મળી હતી. જોકે, તે પછી તે નકલી હોવાનું બહાર આવ્યું હતું. આ પહેલા 2005માં આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદે પણ અહીં હુમલો કર્યો હતો. હવે ફરી એકવાર જૈશ-એ-મોહમ્મદના નામે અયોધ્યામાં આતંકવાદી હુમલાનો ઓડિયો વાયરલ થયો છે, જેથી તાત્કાલિક તકેદારી વધારી દેવામાં આવી છે. એલર્ટ બાદ અયોધ્યામાં સતર્કતા વધારી દેવામાં આવી છે. મંદિર પરિસરમાં તેમજ તેની આસપાસ બેરીકેટીંગ વિગેરેમાં પણ ચેકીંગ વધારી દેવામાં આવ્યું છે.
રામપથ પર વિવિધ સ્થળોએ હાજર શ્રદ્ધાળુઓ પર દેખરેખ વધારવાની સાથે શંકાસ્પદ વસ્તુઓ અને ગતિવિધિઓ પર પણ નજર રાખવામાં આવી રહી છે. રેલવે સ્ટેશન અને એરપોર્ટની આસપાસ સુરક્ષા વધારવાની તૈયારીઓ પણ કરવામાં આવી છે. બસ સ્ટેન્ડ પર પણ શંકાસ્પદ વસ્તુઓની તપાસ કરવામાં આવી રહી છે.
આ પણ જુઓ: કુવૈત અગ્નિકાંડઃ 45 ભારતીયોના મૃતદેહ લઈને એરફોર્સનું વિમાન પહોંચ્યું કેરળ