ગુજરાતટ્રેન્ડિંગ

અમદાવાદ: ધોરણ 9 અને 11માં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ હવે રિ-ટેસ્ટ આપી શકશે

  • વિદ્યાર્થીઓની પુનઃ પરીક્ષાની જોગવાઈ કરવામાં આવી
  • વિદ્યાર્થીઓની પરીક્ષા નવા શૈક્ષણિક વર્ષની શરૂઆતના 15 દિવસમાં લેવાની રહેશે
  • ચાલુ વર્ષે આ પરીક્ષા 29 જૂન સુધીમાં લેવા માટે શાળાઓને સૂચના આપવામાં આવી

અમદાવાદમાં ધોરણ 9 અને 11માં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ હવે રિ-ટેસ્ટ આપી શકશે. જેમાં અગાઉ રિ-ટેસ્ટ લેવાતી ન હોવાથી એક વર્ષ સુધી રાહ જોવી પડતી હતી. ચાલુ વર્ષે 29 જૂન સુધીમાં પરીક્ષાનું આયોજન કરવા શિક્ષણ બોર્ડની શાળાઓને સૂચના છે. તેમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓની પરીક્ષા નવા શૈક્ષણિક વર્ષની શરૂઆતના 15 દિવસમાં લેવાની રહેશે.

આ પણ વાંચો: ગુજરાત: ફાયરની NOCમાં નવા નિયમો આવશે, રિન્યૂઅલની જવાબદારી ચીફની રહેશે

ચાલુ વર્ષે આ પરીક્ષા 29 જૂન સુધીમાં લેવા માટે શાળાઓને સૂચના આપવામાં આવી

રાજ્યમાં ધોરણ-9 અને 11માં નાપાસ થયેલા વિદ્યાર્થીઓની રિ-ટેસ્ટ લેવાનો શિક્ષણ બોર્ડ દ્વારા મહત્ત્વનો નિર્ણય લેવાયો છે. અગાઉ રિટેસ્ટની જોગવાઈ ન હોવાથી નાપાસ વિદ્યાર્થીઓને એક વર્ષ સુધી રાહ જોવી પડતી હતી.આ જોગવાઈનો અમલ પણ શૈક્ષણિક વર્ષ 2023-24થી કરવાનું નક્કી કરાયું છે. ધોરણ-9 અને 11માં નાપાસ થયેલા વિદ્યાર્થીઓની પરીક્ષા સ્કૂલોએ નવા શૈક્ષણિક વર્ષની શરૂઆત થયાના 15 દિવસમાં લેવાની રહેશે. ચાલુ વર્ષે આ પરીક્ષા 29 જૂન સુધીમાં લેવા માટે શાળાઓને સૂચના આપવામાં આવી છે.

વિદ્યાર્થીઓની પુનઃ પરીક્ષાની જોગવાઈ કરવામાં આવી

ધોરણ-9 અને ધોરણ-11માં નાપાસ થનારા વિદ્યાર્થીઓ માટે પુનઃ પરીક્ષા લેવા અંગેની રજૂઆતો શાળાઓ અને વાલીઓ તરફથી બોર્ડને મળી હતી. આ બાબતને ધ્યાનમાં લઈને શિક્ષણ બોર્ડની તાજેતરમાં શૈક્ષણિક સમિતિની બેઠક મળી હતી, જેમાં હાલના વર્ગ બઢતીના નિયમોમાં ધોરણ-9, ધોરણ-11 વિજ્ઞાન પ્રવાહ અને ધોરણ-11 સામાન્ય પ્રવાહ માટે નિયમોમાં ઉમેરો કરવામાં આવ્યો છે અને તેનો અમલ શૈક્ષણિક વર્ષ 2023-24થી કરવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે. શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-9 અને 11ના વર્ગ બઢતીના નિયમોમાં જો જોગવાઈનો ઉમેરો કરવામાં આવ્યો છે તેમાં વિદ્યાર્થીઓની પુનઃ પરીક્ષાની જોગવાઈ કરવામાં આવી છે. જોગવાઈમાં બોર્ડ દ્વારા જણાવાયું છે કે, જે વિદ્યાર્થી જે શૈક્ષણિક વર્ષની વાર્ષિક પરીક્ષાના પરિણામમાં જે વિષયોમાં નાપાસ થયેલો હોય તેવા વિદ્યાર્થી માટે શાળા કક્ષાએ તે વિષયોની પુનઃ પરીક્ષા ત્યાર પછીના શૈક્ષણિક વર્ષની શરૂઆતના 15 દિવસમાં લેવાની રહેશે.

Back to top button