ગુજરાતમાં કેટલાક જિલ્લામાં વરસાદની આગાહી, જાણો કયા થશે મેઘમહેર
- ગુજરાતમાં સમય કરતાં વહેલી ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ
- દાહોદ, મહીસાગર, છોટા ઉદેપુરમાં વરસાદની આગાહી
- અરબી સમુદ્રની શાખા હાલ આગળ વધી રહી નથી
ગુજરાતમાં કેટલાક જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં નવસારી પહોચ્યા બાદ ચોમાસાની ગતિ ધીમી પડી છે. દાહોદ, મહીસાગર, છોટા ઉદેપુરમાં વરસાદની આગાહી સાથે સુરત, ડાંગ, વલસાડમાં વરસાદની આગાહી કરાઇ છે. રાજ્યમાં ચોમાસું નબળુ પડ્યું છે.
દાહોદ, મહીસાગર, છોટા ઉદેપુરમાં વરસાદની આગાહી કરવામાં આવી
આજે રાજ્યમાં કેટલાક જિલ્લામાં વરસાદની આગાહી છે. જેમાં દાહોદ, મહીસાગર, છોટા ઉદેપુરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ સુરત, ડાંગ, વલસાડ તથા તાપી, અમરેલી, ભાવનગરમાં વરસાદની આગાહી છે. તેમજ 15 જૂને છોટા ઉદેપુર, ડાંગ, નવસારી તથા વલસાડ, ગીર સોમનાથમાં વરસાદની આગાહી છે. તેમજ 16 જૂને નવસારી, વલસાડ, ગીર સોમનાથમાં વરસાદની આગાહી છે. તથા 17 જૂને વલસાડ, ગીર સોમનાથ, દમણમાં વરસાદની આગાહી છે. તેમજ 18 જૂને વલસાડ, ગીર સોમનાથ, દમણમાં વરસાદની આગાહી છે.
ગુજરાતમાં સમય કરતાં વહેલી ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ
ગુજરાતમાં સમય કરતાં વહેલી ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ હતી અને તે બાદ નબળું પડી જતાં હાલ રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ગરમી પડી રહી છે અને પવન ફૂંકાઈ રહ્યો છે. દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં 10 જૂનના રોજ ચોમાસાની શરૂઆત થઈ ગઈ હતી, 15 જૂને ગુજરાતમાં ચોમાસું શરૂ થવાની અધિકારીક તારીખ છે. એટલે આ વર્ષે રાજ્યમાં ચોમાસાની શરૂઆત સમય કરતાં વહેલી થયેલી ગણવામાં આવશે. કેરળથી ગુજરાત સુધી ખૂબ ઝડપથી આગળ વધેલું ચોમાસું હવે નબળું પડ્યું છે અને અરબી સમુદ્રની શાખા હાલ આગળ વધી રહી નથી.