રાજ્યસભા પેટાચૂંટણીમાં અજિત પવારે તેમની પત્ની સુનેત્રાને બનાવ્યા ઉમેદવાર
- અજિત પવારે તેમના પત્નીને રાજ્યસભા પેટાચૂંટણી માટે ઉમેદવાર બનાવ્યા છે. આ પછી અટકળો લગાવવામાં આવી રહી છે કે તેઓ બારામતીથી વિધાનસભા ચૂંટણી લડી શકે છે
મુંબઈ, 13 જૂન: મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને NCP નેતા અજિત પવારના પત્ની સુનેત્રા પવારને રાજ્યસભા પેટાચૂંટણીમાં પાર્ટીના ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. લોકસભા ચૂંટણી 2024માં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા સુનેત્રાને તેમની ભાભી સુપ્રિયા સુલેથી હારનો સામનો કરવો પડ્યો હતો. લોકસભા ચૂંટણીમાં તેમની હાર બાદ અજિત હવે તેમને રાજ્યસભામાં મોકલવાનો નિર્ણય કર્યો છે. પ્રફુલ પટેલના રાજીનામા બાદ મહારાષ્ટ્રમાં રાજ્યસભા સાંસદની બેઠક ખાલી પડી છે. પ્રફુલ્લ પટેલનો ચાર વર્ષનો કાર્યકાળ બાકી હતો, પરંતુ તેમણે રાજીનામું આપ્યું, કારણ કે તેઓ બીજી વખત રાજ્યસભાના સાંસદ તરીકે ચૂંટાયા હતા અને હવે તેઓ 2030 સુધી રાજ્યસભાના સાંસદ રહેશે.
રાજ્યસભાની ચૂંટણી માટે નોમિનેશન પછી સુનેત્રા પવારે કહ્યું કે અમારે 18મી સુધી રાહ જોવી પડશે. તેમણે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અજિત પવાર અને મહાયુતિ સહિતના નેતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે, તેમણે પાર્ટી દ્વારા તેમના પર મૂકેલા વિશ્વાસ માટે કામ કરવું પડશે. છગન ભુજબળ અંગે તેમણે કહ્યું કે, કોઈ નારાજ નથી. સૌએ સાથે મળીને નિર્ણય લીધો અને આજે ખુદ છગન ભુજબળ પણ હાજર રહ્યા હતા. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું અજિત પવાર આ માટે તૈયાર નથી, તો તેમણે કહ્યું કે આ જનતાની માંગ છે. પવારે પોતે કહ્યું કે તમારે જ રાજ્યસભામાં જવું જોઈએ.
અજિત પવારના પત્ની સુનેત્રા પવારે રાજ્યસભાની પેટાચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી
#WATCH | Sunetra Pawar, NCP leader and wife of Maharashtra Deputy CM Ajit Pawar files her nomination for the Rajya Sabha by-elections. pic.twitter.com/vJmfjesKYp
— ANI (@ANI) June 13, 2024
પ્રફુલ પટેલે રાજીનામું કેમ આપ્યું?
પ્રફુલ પટેલ રાષ્ટ્રવાદી કોંગ્રેસના મોટા નેતા છે અને શરદ પવારના નજીકના ગણાતા હતા. જો કે, NCP બે જૂથોમાં વિભાજિત થયા પછી તેઓ અજિત પવાર સાથે જોડાયા. તેઓ જુલાઈ 2022માં NCPના સમર્થનથી રાજ્યસભાના સાંસદ બન્યા હતા. આ સમયે પાર્ટી એકજૂટ હતી. આવી સ્થિતિમાં, પાર્ટી બે ભાગમાં વહેંચાઈ ગયા પછી, તેમને ફરીથી રાજ્યસભા સાંસદના ઉમેદવાર બનાવવામાં આવ્યા અને અજીતના જૂથના ધારાસભ્યોના સમર્થનથી, તેઓ ફરી એકવાર રાજ્યસભાના સાંસદ તરીકે ચૂંટાયા. આવી સ્થિતિમાં તેમણે પોતાના જૂના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. તેમના જૂના કાર્યકાળમાં ચાર વર્ષ બાકી હતા. તેઓ 2028 સુધી રાજ્યસભાના સાંસદ રહ્યા હોત. જો કે હવે તેઓ 2030 સુધી આ પદ પર રહેશે. આ અંગેની માહિતી તેમણે પોતે સોશિયલ મીડિયા પર આપી હતી.
સુનેત્રા પવારને રાજ્યસભાની ટિકિટ આપ્યા બાદ અજિત વિધાનસભા ચૂંટણી લડી શકે છે. તે બારામતીથી પોતાનો દાવો રજૂ કરી શકે છે. તે જ સમયે, શરદ પવારના જૂથની NCP યોગેન્દ્ર પવારને આ બેઠક પરથી ટિકિટ આપી શકે છે.
આ પણ વાંચો: ડિમ્પલ યાદવ અને અખિલેશઃ પતિ-પત્નીની એકમાત્ર જોડી દેખાશે લોકસભામાં