ટ્રાવેલટ્રેન્ડિંગ

વરસાદની સીઝનમાં ઉદયપુર ફરવાની છે અલગ મજા, પાંચ જગ્યાઓ મિસ ન કરતા

  • વરસાદની સીઝનમાં ઉદયપુરની છટા કંઈક અલગ જ દેખાય છે. વરસાદની સીઝનમાં ઉદયપુર ફરીને તમે એક અલગ પ્રકારની મોજ કરી શકો છો

ઉદયપુર રાજસ્થાનનું એક લોકપ્રિય શહેર છે. તે પોતાના ઐતિહાસિક વારસા માટે અને રાજસ્થાની સંસ્કૃતિના કારણે પર્યટકોની વચ્ચે ખાસ્સુ ફેમસ છે. આમ તો અહીં આખું વર્ષ ટૂરિસ્ટોની અવરજવર રહે છે, પરંતુ વરસાદની સીઝનમાં ઉદયપુરની છટા કંઈક અલગ જ દેખાય છે. વરસાદની સીઝનમાં ઉદયપુર ફરીને તમે એક અલગ પ્રકારની મોજ કરી શકો છો.

ઉદયપુરમાં જોવાલાયક સ્થળો

વરસાદની સીઝનમાં ઉદયપુર ફરવાની છે અલગ મજા, પાંચ જગ્યાઓ મિસ ન કરતા hum dekhenge news

પિચોલા તળાવ

આ તળાવ ઉદયપુરનું સૌથી ફેમસ તળાવ છે. ઉદયપુર તળાવોના શહેર કરીકે પણ જાણીતું છે. ચોમાસા દરમિયાન, તળાવનું સ્તર વધે છે અને તે વધુ સુંદર દેખાય છે. તમે તેમાં નૌકા સવારી કરી શકો છો, પિચોલા તળાવના કિનારે બનેલા મહેલો અને મંદિરો જોઈ શકો છો અથવા ફક્ત તળાવ પાસે બેસીને શાંત વાતાવરણનો આનંદ લઈ શકો છો.

સિટી પેલેસ

આ ભવ્ય મહેલ પિચોલા તળાવના કિનારે આવેલો છે. તે ઉદયપુરના રાજવી પરિવારનું નિવાસસ્થાન હતું. આ મહેલમાં ઘણા આંગણા, હોલ અને મંદિરો છે, જે તમામ ભવ્ય સ્થાપત્ય અને આર્ટવર્કથી સુશોભિત છે. ચોમાસા દરમિયાન મહેલની સુંદરતા ઓર વધી જાય છે કારણ કે વરસાદ મહેલના પથ્થરોને ધોઈ નાખે છે અને તેમને ચમકદાર બનાવે છે.

વરસાદની સીઝનમાં ઉદયપુર ફરવાની છે અલગ મજા, પાંચ જગ્યાઓ મિસ ન કરતા hum dekhenge news

જગ મંદિર

સફેદ આરસપહાડનું આ મંદિર પિચોલા તળાવની મધ્યમાં આવેલું છે અને ભગવાન વિષ્ણુને સમર્પિત છે. આ મંદિરે માત્ર બોટ દ્વારા જ પહોંચી શકાય છે અને તે તેના સુંદર સ્થાપત્ય અને શાંત વાતાવરણ માટે જાણીતું છે. ચોમાસા દરમિયાન, મંદિર વધુ શાંત અને સુંદર બને છે કારણ કે વરસાદ તળાવના પાણીને શાંત કરે છે અને મંદિરનું પ્રતિબિંબ દર્શાવે છે.

સહેલિયોંની વાડી

આ બગીચો પ્રવાસીઓમાં ખૂબ જ લોકપ્રિય છે. આ બગીચો તેના સુંદર ફૂલની ક્યારીઓ, ફુવારાઓ અને મંડપો માટે જાણીતો છે. ચોમાસા દરમિયાન બગીચો વધુ જીવંત બને છે કારણ કે વરસાદને કારણે ફૂલો ખીલે છે અને બગીચો હરિયાળીથી ભરાઈ જાય છે. અહીંની મુલાકાત તમારા દિલોદિમાગને ખુશ કરી દેશે.

મોનસૂન પેલેસ

મોનસૂન પેલેસને સજ્જનગઢ કિલ્લા તરીકે પણ ઓળખવામાં આવે છે. તે ઉદયપુરનું ખૂબ જ લોકપ્રિય પર્યટન સ્થળ છે. આ મહેલ અરવલી પર્વતમાળાની એક ટેકરી પર આવેલો છે. તે તેના સફેદ માર્બલ આર્કિટેક્ચર માટે ઓળખાય છે. અહીંથી સમગ્ર શહેરનો નજારો દેખાય છે. અહીં આવીને એક અલગ જ અહેસાસ થાય છે.

આ પણ વાંચોઃ મોનસૂનમાં આ જગ્યાઓએ જવાની છે અલગ મજા, દરેક ક્ષણ બનશે યાદગાર

Back to top button