ટોપ ન્યૂઝમધ્ય ગુજરાત

અમદાવાદ : શોકિંગ મર્ડર મિસ્ટ્રી, પિતાએ પુત્રની હત્યા કરી લાશના ટુકડા અલગ અલગ વિસ્તારમાં ફેંક્યા

Text To Speech

હાલના સમયનો સૌથી ચોંકવાનારો હત્યાનો કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદના એક પિતાએ પોતાના દીકરાની હત્યા કરી અને પછી તેના મૃતદેહના સાથે ઈલેક્ટ્રિક કટરથી કાપી નાંખ્યો હતો. તે બાદ તેમણે પુત્રનો મૃતદેહ સગેવગે કરવા જે કર્યું તે તો સસ્પેન્સ ફિલ્મો કરતા પણ વધુ ખતરનાક હતું.

22 જુલાઈના રોજ વાસણા પો.સ્ટેશન ની હદમાં એક ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. અહીં એક માનવ અંગ મળ્યું હતું. ત્યારબાદ એલિસબ્રિજ પોલીસ સ્ટેશનની હદમાં પણ માનવ અંગો મળ્યા હતા. એક બાદ એક મળી રહેલા માનવ અંગોને પગલે અમદાવાદ પોલીસની ટીમ કામે લાગી હતી. જેના બાદમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ તપાસમાં જોડાઈ હતી. તપાસના અંતે એવું જાણવા મળ્યું હતું કે, નિલેશ જોશી નામના નિવૃત્ત ક્લાસ-2 અધિકારીએ દારૂ પીવા બાબતે દીકરા સ્વંયમ જોશી સાથે ઝઘડો કર્યો હતો. અન તેના બાદ પુત્રની હત્યા કરી હતી.

Ahmedabad Murder 01
હત્યાનો ભોગ બનનાર સ્વયંમ જોશી

કેમ કરવામાં આવી હત્યા ? 

આ હત્યા અંગે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના જેસીપી પ્રેમવીર સિંહે જણાવ્યુ કે, નિલેશ જોશીની રાજસ્થાનથી ધરપકડ કરવામાં આવી છે. નિલેશ જોશી એસટી વિભાગ ટ્રાફિક ઇન્ટેપક્ટર તરીકે કામ કરતો હતો અને હાલ નિવૃત્ત જીવન ગુજારતા હતા. તેનો દીકરો સ્વંયમ દારૂના નશાના રવાડે ચઢી ગયો હતો. 18 જુલાઈની રાતે તેણે દીકરાએ જમવાની બાબતે ઝઘડો કર્યો હતો. જેના બાદ પિતાએ રસોડામાં રહેલા દસ્તા વડે દીકરા સ્વંયમના માથાના ભાગે સાત થી આઠ ઘા માર્યા હતા. આ બાદ સ્વંયમ ત્યાં જ ઢળી પડ્યો હતો.

આ પણ વાંચો : અમદાવાદમાં રવિવારે કુલ 4.75 ઇંચ વરસાદ પડ્યો, સૌથી વધુ પૂર્વ વિસ્તારમાં; કાંકરીયા ઝુની દિવાલનો ભાગ ધરાશાયી

કેવી રીતે સમગ્ર મામલો આવ્યો સામે ?

પિતાએ આવેગમાં આવીને દીકરીની હત્યા કરી હતી. પરંતુ હવે તેઓ આ પાપ છુપાવવા નીકળ્યા હતા. પકડાઈ ન જાય તે માટે નિલેશ જોશી દીકરાના મૃતદેહને સગેવગે કરવાનુ વિચાર્યું. ડેડબોડીની ઓળખાણ થાય નહિ તે માટે પિતાએ ઇલેક્ટ્રિક કટર વડે દીકરી સ્વંયમના મૃતદેહને ત્રણ ભાગમાં કટ કરી દીધું હતું. આ માટે કાલુપુર માર્કેટમાં જઈને કટર અને પ્લાસ્ટિકની કોથળી ખરીધી હતી. પ્લાસ્ટિકની થેલીમાં ત્રણ અંગો ભરીને અમદાવાદમાં ત્રણ અલગ અલગ જગ્યાએ અંગોને ફેંકી દીધા હતા. પોતાની એક્ટિવા લઈને તેણે દીકરાના અંગોને કચરા પેટીમાં ફેંક્યા હતા.

Ahmedabad Murder 02
હત્યાના CCTV પણ આવ્યા સામે

આ બાદ હત્યારો પિતા ભાગી ગયો હતો. પહેલા સુરત ગયો હતો. ત્યાંથી ઉતરપ્રદેશના ગોરખપુરવાળી ટ્રેનમાં બેસી ગયો હતો. તે ભાગીને ગોરખનાથ દર્શન કરવા જવાની તૈયારીમાં હતી અને પછી ત્યાંથી નેપાળ જતા રહેવાનો હતો. પરંતુ તે પહેલા જ ક્રાઈમ બ્રાન્ચની ટીમે રાજસ્થાન પાસે ચાલુ ટ્રેનમાંથી તેને ઝડપી પાડ્યો હતો. ખાસ વાત એ છેકે, ચાર લોકોનો નાનકડો જોશી પરિવાર છે. પરિવારમાં નિલેશ જોશીની પત્ની અને દીકરી પણ. પત્ની અને દીકરી હાલ જર્મનીમાં રહે છે. તો દીકરો સ્વયંમ જોશી પિતા સાથે રહેતો હતો.

Back to top button