NEET વિદ્યાર્થીઓની મોટી જીત! ગ્રેસ માર્ક રદ્દ કરી પરીક્ષા ફરી લેવાશે: SCમાં NTAએ આપી જાણકારી
- 23 જૂને 1563 વિદ્યાર્થીઓ માટે ફરીથી પરીક્ષા લેવામાં આવશે અને પરિણામ 30 જૂન પહેલા આવશે: NTA
નવી દિલ્હી, 13 જૂન: સુપ્રીમ કોર્ટમાં આજે ગુરુવારે NEET સંબંધિત બીજી અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. વિદ્યાર્થીઓને અપાયેલા ગ્રેસ માર્કસ અંગે આ સુનાવણીમાં નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ કોર્ટને કહ્યું કે, “તે ફરીથી NEET પરીક્ષા લેશે. 12 જૂને મળેલી બેઠકમાં વિદ્યાર્થીઓના ડરને દૂર કરવા માટે કેટલાક નિર્ણયો લેવામાં આવ્યા છે. જેને પગલે 23 જૂને 1563 વિદ્યાર્થીઓ માટે ફરીથી પરીક્ષા લેવામાં આવશે અને પરિણામ 30 જૂન પહેલા આવશે, એટલે કે માત્ર 1563 વિદ્યાર્થીઓને જ ગ્રેસ માર્કસ સાથે ફરીથી પરીક્ષા આપવાની રહેશે.” જ્યારે સુપ્રીમ કોર્ટે કાઉન્સિલિંગ પર રોક લગાવવાનો ઇનકાર કર્યો હતો.
#UPDATE | Government/NTA tells Supreme Court that a committee has been constituted to review the results of over 1,563 candidates who were awarded ‘grace marks’ to compensate for the loss of time suffered while appearing for NEET-UG. The Committee has taken a decision to cancel… https://t.co/FDqO6uJqfj
— ANI (@ANI) June 13, 2024
કેન્દ્ર સરકારે કોર્ટને કહ્યું કે, “10મી, 11મી અને 12મી તારીખે બેઠક યોજાઈ હતી. સમિતિએ ભલામણ કરી છે કે, 1563 ઉમેદવારોના ગ્રેસ માર્ક રદ્દ કરવામાં આવશે. આ અસરગ્રસ્ત વિદ્યાર્થીઓ માટે જ પુનઃ પરીક્ષા લેવામાં આવશે. આ પછી સુપ્રીમ કોર્ટે અરજીકર્તાને કહ્યું કે, “NTAએ તમારી વાત સ્વીકારી લીધી છે. તેઓ ગ્રેસ માર્ક દૂર કરી રહ્યા છે. આ પરીક્ષામાં જે વિદ્યાર્થીઓને ગ્રેસ માર્કિંગ મળ્યું હશે તેમને જ સામેલ કરવામાં આવશે.”
#WATCH | On the NEET exam issue | Advocate Shwetank says “We filed PIL regarding the NEET Exam issue and our main issue was regarding the paper leak and other malpractices by the NTA. The Court has directed that a re-examination will be conducted on 23rd June…” pic.twitter.com/rxWD4XM7Np
— ANI (@ANI) June 13, 2024
#WATCH | On the Supreme Court’s hearing on the NEET-UG 2024 exam, Alakh Pandey, petitioner and CEO of Physics Wallah says, “Today, NTA accepted in front of the Supreme Court that the grace marks given to the students were wrong and they agree that this created dissatisfaction… pic.twitter.com/lNf8Fm2rsz
— ANI (@ANI) June 13, 2024
સમય વેડફાઇ જવાથી ગ્રેસ માર્કસ આપવામાં આવ્યા હતા
NEETના વિદ્યાર્થીઓએ 720માંથી 718 અને 719 માર્ક્સ કેવી રીતે મેળવ્યા તેના પર, NTA ડિરેક્ટર સુબોધ કુમાર સિંહે સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે,અમારી સમિતિએ કેન્દ્રો અને CCTVની તમામ વિગતોની બેઠક કરી અને તેનું નિરીક્ષણ કર્યું. જેમાં તેમને જાણવા મળ્યું કે કેટલાક કેન્દ્રો પર વિદ્યાર્થીઓના સમયનો બગાડ થયો હતો અને વિદ્યાર્થીઓને આ માટે નિયત ફોર્મ્યુલા મુજબ ગ્રેસ માર્કસ આપવામાં આવ્યા હતા. CLAT પરીક્ષામાં સમય ગુમાવવા અંગે સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ વિદ્યાર્થીઓને વધારાના ગુણ આપવામાં આવ્યા હતા. અમે માન્યું કે ઉમેદવારોને તેમના સમયની ભરપાઈ કરવાના માર્ગ તરીકે માર્ક્સ ફાળવવામાં આવ્યા હતા. આ પ્રશ્નોની સંખ્યાને કારણે નહીં પરંતુ સ્કેલ ફોર્મ્યુલાને કારણે થયું છે.
આ પણ જુઓ: LGએ મને અપશબ્દો કહ્યા, મારા વિશે ખરાબ..: દિલ્હીના મંત્રી આતિશીનો લેફ્ટનન્ટ ગવર્નર પર આક્ષેપ