અમદાવાદ: 6,18,239/- ના મુદ્દામાલ સાથે બે બુટલેગરો દેત્રોજમાંથી ઝડપાયા
12 જૂન અમદાવાદ: અમદાવાદ શહેર તથા રાજ્યમાં થતી નશાખોરી પ્રવૃત્તિને ડામવા માટે રાજ્યની પોલીસ સતત પ્રયત્નશીલ રહેતી હોય છે. પરંતુ એ વાતને નકારી પણ ન શકાય કે રાજ્યમાં ખૂણે ખૂણે ગેરકાયદેસર રીતે દારૂનો વેપાર થાય છે. ત્યારે અમદાવાદ જીલ્લાનાં દેત્રોજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોટી માત્રામાં દારૂની હેરાફેરી કરતા બે ઇસમોને અમદાવાદ ગ્રામ્ય પોલીસે ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
હુન્ડાઇ ક્રેટા ગાડી સાથે એલસીબીએ ઝડપી પાડ્યા
પોલીસ સૂત્ર પ્રમાણે મળતી માહિતી મુજબ અમદાવાદ ગ્રામ્ય એલ.સી.બીને ચોક્કસ બાતમી મળી હતી કે આ સમય દરમિયાન રાજસ્થાનથી રાજ્યમાં દારૂ ઘુસાડવાના પ્રયત્નો થશે જે આધારિત ગ્રામ્ય એલસીબીએ બુટલેગરોને ઝડપી પાડવા માટે દેત્રોજ પોલીસ સ્ટેશન વિસ્તારના મોજે ગમનપુરા ગામથી દેકાવાડા ગામ વચ્ચે આવતા લક્ષ્મીપુરા ગામના પાટીયા ખાતે રોડ ઉપર વોચ ગોઢવી દારૂની હેરાફેરી કરતા બે ઇસમોને હુન્ડાઇ ક્રેટા ગાડી સાથે ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
6,18,239 ની કિંમતના મુદ્દામાલ સાથે બે ઝડપાયા
અમદાવાદ ગ્રામ્ય પોલીસ અધિક્ષક ઓમ પ્રકાશ જાટનાં જણાવ્યા મુજબ ઝડપાયેલા બંને ઈસમો મૂળ રાજસ્થાનના શિરોહી જિલ્લાના વતની છે. જેઓનાં નામ દલપતસિંહ લક્ષ્મણસિંહ ભીખસીંહ ઠાકોર અને બાલકારામ બાબુજી કેશારામ રબારી છે. હુન્ડાઇ ક્રેટા ગાડી નંબર GJ15CF3472 માંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ-બીયરનો જથ્થો જેમા (૧) મુનવોક ઓરેન્જ વોડકા બોટલ નંગ-૬૧૩, જેની કિંમત ૫૩૯૪૪/- (૨) ગોડફાધર ધલેજેન્ડરી ઓરીજનલ સ્ટ્રોંગ બીયર નંગ-૪૧૯ જેની કિંમત પ૨૩૭૫/- (૩) કીંગફિશર સ્ટ્રોંગ પ્રીમિયમ બીયર કાચની બોટલ નંગ-૧૨, જેની કિંમત ૧૯૨૦/- તથા હુન્ડાઇ ક્રેટા ગાડી GJ 15 CF 3472 ની કિંમત ૫,૦૦,૦૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૨ જેની કિંમત ૧૦૦૦૦/- ની મળી કુલ ૬,૧૮,૨૩૯/- ની કિંમતના મુદ્દામાલ સાથે બે આરોપીઓને ગ્રામ્ય એલસીબી એ ઝડપી પાડ્યા હતા અને વધુ કાર્યવાહી હાથ ધરી હતી