બનાસકાંઠા : વૈષ્ણોદેવી શ્રદ્ધાળુઓના હુમલાના વિરોધમાં ડીસામાં આતંકવાદના પૂતળાનું દહન
બનાસકાંઠા 12 જૂન 2024: વૈષ્ણોદેવીમાં યાત્રાળુઓની બસ પર આતંકવાદી હુમલામાં 10 યાત્રાળુઓના મોત થતા દેશભરમાં રોષ ફેલાયો છે ત્યારે ડીસામાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા આતંકવાદના પૂતળાનું દહન કરી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જમ્મુ કશ્મીરના વૈષ્ણોદેવીથી શિવખોડી તરફ જતી યાત્રાળુઓની બસ પર તારીખ 9 જૂનના રોજ આતંકવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો.
જેમાં 10 થી વધુ શ્રદ્ધાળુઓના મોત નીપજય હતા.જેથી સમગ્ર દેશના હિન્દુઓમાં રોષ ફાટી નીકળ્યો છે. ત્યારે ડીસા ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરો દ્વારા નવા બસ સ્ટેશન આગળ sdm કચેરીની સામે આતંકવાદના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું. તેમજ આતંકવાદ વિરોધી નારા લગાવવામાં આવ્યા હતા.
આ ઉપરાંત વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા ડીસા નાયબ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપી આતંકવાદ અંગે સરકાર તત્કાલ પગલા લે તેવી માંગ કરવામાં આવી હતી.
આ પણ વાંચો : બનાસકાંઠા : ડીસામાં સી.આર.સી ઓને વિવિધ વિષયો પર તાલીમ આપવામાં આવી