નેશનલ

રક્ષા મંત્રી રાજનાથ સિંહ આજે જમ્મુની મુલાકાતે, 2000 શહીદ પરિવારોનું કરશે સન્માન

Text To Speech

રક્ષા મંત્રી રાજનાથ સિંહ આજે જમ્મુની એક દિવસીય મુલાકાત લેશે. અહીં રક્ષા મંત્રી જમ્મુ સ્થિત સૈન્ય કમાન્ડરોને મળશે અને કારગિલ યુદ્ધના શહીદોને શ્રદ્ધાંજલિ આપશે. ફોરવર્ડ લોકેશનની મુલાકાત લઈને ઓપરેશનલ તૈયારીઓની તપાસ કરશે. તેમની સાથે આર્મી ચીફ પણ જશે. આ દરમિયાન દેશ માટે શહીદ થયેલા 2000 શહીદોના પરિવારજનોને એક કાર્યક્રમમાં સન્માનિત કરવામાં આવશે.

કારગિલ વિજય દિવસની પૂર્વ સંધ્યાએ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને આરએસએસના સરકાર્યવાહ દત્તાત્રેય હોસબોલે આજે જમ્મુ પહોંચી રહ્યા છે અને દેશ માટે બહાદુર સપૂતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યા છે.

રાજનાથ સિંહની જમ્મુની મુલાકાત

જમ્મુ કાશ્મીર પીપલ્સ ફોરમ દ્વારા જમ્મુમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રાજનાથ સિંહ જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના લગભગ 2000 એવા પરિવારોનું સન્માન કરશે, જેમાંથી કોઈ પરિવારજને દેશ માટે શહીદી આપી છે. ફોરમના પ્રમુખ રમેશ ચંદ્ર સભરવાલના જણાવ્યા અનુસાર, રક્ષા મંત્રી રાજનાથ સિંહ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ હશે. આ સિવાય રક્ષા મંત્રી જમ્મુ સ્થિત સૈન્ય કમાન્ડરોને પણ મળશે. ઓપરેશનલ તૈયારીઓની પણ માહિતી લેશે.

જવાનોનો શહાદતને યાદ કરવામાં આવશે

કાર્યક્રમ દરમિયાન RSSના સરકાર્યવાહ દત્તાત્રેય હોસાબલે મુખ્ય વક્તા તરીકે રહેશે. શહીદોના પરિવારજનોને શાલ અને સ્મૃતિ ચિન્હ આપી સન્માનિત કરવામાં આવશે. આ માટે લગભગ બે હજાર શહીદોના પરિવારોને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ કાર્યક્રમ દેશની આંતરિક અને સરહદની રક્ષા કરતા સેના, અર્ધલશ્કરી દળો અને જમ્મુ-કાશ્મીર પોલીસ સહિત અન્ય સુરક્ષા દળોના જવાનોના બલિદાનને યાદ કરશે.

Back to top button