કૃષિખેતીચૂંટણી 2024ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ખેડૂતો માટે પીએમ મોદીનો પહેલો નિર્ણયઃ કિશાન નિધિના 20,000 કરોડની ચૂકવણી

Text To Speech
  • અમે આવનારા સમયમાં ખેડૂતો અને કૃષિ ક્ષેત્ર માટે વધુ કામ કરતા રહેવા માંગીએ છીએ: પીએમ મોદી
  • અમારી સરકાર કિસાન કલ્યાણ માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે. તેથી તે યોગ્ય છે કે ચાર્જ સંભાળ્યા પછી સહી કરવા માટેની સૌ પ્રથમ ફાઇલ ખેડૂત કલ્યાણ સાથે સંબંધિત હોય: પીએમ મોદી

દિલ્હી, 10 જૂન: દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રીજી વખત પીએમ પદના શપથ લીધા બાદ દેશના 9 કરોડથી વધુ ખેડૂતોને મોટી ભેટ આપી છે. PM કિસાન સન્માન નિધિના 17મા હપ્તા તરીકે 20 હજાર કરોડ રૂપિયાની ચૂકવણી કરવામાં આવી છે. ખેડૂતો લાંબા સમયથી આ હપ્તાની રાહ જોઈ રહ્યા હતા. ફાઇલ પર હસ્તાક્ષર કર્યા બાદ પીએમ મોદીએ કહ્યું કે, ‘અમારી સરકાર ખેડૂતોના કલ્યાણ માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. ચાર્જ સંભાળતાની સાથે જ તેમણે જે પ્રથમ ફાઇલ પર સહી કરી તે ખેડૂતોના કલ્યાણની હતી. અમે આવનારા સમયમાં ખેડૂતો અને કૃષિ ક્ષેત્ર માટે વધુ કામ કરતા રહેવા માંગીએ છીએ.’

ખેડૂતને મળે છે દર વર્ષે 6000 રૂપિયા

2019 માં શરૂ કરાયેલ, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN) યોજના પાત્ર ખેડૂતોને વાર્ષિક રૂ. 6,000 ની નાણાકીય સહાય પૂરી પાડે છે. આ રકમ દર ચાર મહિને બે-બે હજાર રુપિયાના ત્રણ હપ્તામાં વહેંચવામાં આવે છે, જે લાભાર્થીઓના બેંક ખાતામાં સીધી જમા કરવામાં આવે છે. વચગાળાના બજેટ મુજબ સરકારે 2024-25 માટે કૃષિ મંત્રાલય માટે 1.27 લાખ કરોડ રૂપિયાનું બજેટ ફાળવ્યું છે, જે નાણાકીય વર્ષ 2023-24 કરતાં થોડું વધારે છે. જુલાઇ 2024માં સંપૂર્ણ બજેટની જાહેરાત થવાની સંભાવના છે.

16મો હપ્તો 28મી ફેબ્રુઆરી થયો હતો જમા

PM-કિસાન યોજના દેશના તમામ જમીનધારક ખેડૂતોના પરિવારોને ખેતી અને સંબંધિત કામ તેમજ તેમની ઘરેલું જરૂરિયાતો પૂરી કરવા માટે શરૂ કરવામાં આવી હતી. આ સ્કીમ ફેબ્રુઆરી 2019માં શરૂ કરવામાં આવી હતી, પરંતુ તેને ડિસેમ્બર 2018થી લાગુ કરવામાં આવી હતી. અગાઉ, દેશના વડા પ્રધાને 28 ફેબ્રુઆરીએ PM કિસાન સન્માન નિધિનો 16મો ખેડૂતોના ખાતામાં જમા કર્યો હતો. 16મા હપ્તામાં 9 કરોડથી વધુ ખેડૂતોને 21 હજાર કરોડ રૂપિયાથી વધુનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: શપથ લેતાની સાથે જ મોદી 3.0 સરકાર એક્શનમાં, સાંજે કેબિનેટની પ્રથમ બેઠક

Back to top button