ટ્રેનની અંદર બે ટુકડામાં મળ્યો મહિલાનો મૃતદેહ, બંને હાથ અને પગ ગાયબ
- બોરીમાં રાખવામાં આવ્યો મહિલાનો મૃતદેહ
ઈન્દોર. 10 જૂન, ઈન્દોર રેલવે સ્ટેશન પર યાર્ડમાં ઊભેલી ટ્રેનમાંથી એક મહિલાના બે ટુકડામાં મૃતદેહ મળી આવતાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. મહિલાનો એક ભાગ ટ્રોલી બેગમાં અને બીજો ભાગ બોરીમાં રાખવામાં આવ્યો હતો. જીઆરપીએ ટ્રેનમાંથી મહિલાનો મૃતદેહ બહાર કાઢ્યો છે, જેના બે ટુકડા થઈ ગયા હતા અને તેના હાથ અને પગ ગાયબ હતા. મહિલાની ઓળખ હજુ સુધી થઈ નથી. પોલીસે મહિલાના મૃતદેહને કબજે કરી પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો છે.
પોલીસ સીસીટીવી ફૂટેજ અને અન્ય માધ્યમોની તપાસ કરી
ઈન્દોર રેલવે સ્ટેશન પર એક મહિલાના બે ટુકડામાં મૃતદેહ મળી આવતા ખળભળાટ મચી ગયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, મહિલા હિન્દુ ધર્મની હોઈ શકે છે અને તેની ઉંમર અંદાજે 25 વર્ષ છે. એક સફાઈ કામદારને ટ્રેનની અંદર બે અલગ-અલગ પ્લાસ્ટિકની થેલીઓમાં આ મૃતદેહ મળી આવ્યો હતો. આ મૃતદેહ કોનો છે અને ક્યારે ટ્રેનમાં આવ્યો, કોણે રાખ્યો કે કયા સ્ટેશને તેને ટ્રેનમાં રાખવામાં આવ્યું. આ અંગે કોઈ માહિતી મળી નથી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી આ નગે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે રવિવારે જણાવ્યું હતું કે રેલવે સ્ટેશન પર ટ્રેનમાંથી એક અજાણી મહિલાનો વિકૃત મૃતદેહ મળી આવ્યો છે. મહિલાનો મૃતદેહ પેસેન્જર સીટની નીચે બે અલગ-અલગ બેગમાં ભરેલા બે ટુકડાઓમાં મળી આવ્યો હતો, ટ્રેન નાગદાથી મહુ જઈ રહી હતી. પોલીસ સીસીટીવી ફૂટેજ અને અન્ય માધ્યમોની તપાસ કરી રહી છે.
મહિલાની ઓળખ કરવાના પ્રયાસો ચાલુ છે
એવી આશંકા છે કે મહિલાની એક-બે દિવસ પહેલા કોઈ અન્ય જગ્યાએ હત્યા કરવામાં આવી હતી, ત્યારબાદ શનિવારે રાત્રે શરીરના અંગોને ટ્રેનમાં રાખવામાં આવ્યા હતા. ડૉ. આંબેડકર નગર–ઈન્દોર ટ્રેન શનિવારે રાત્રે અહીં પહોંચી હતી અને મુસાફરોને ઉતાર્યા બાદ ટ્રેનને મેન્ટેનન્સ માટે યાર્ડમાં લઈ જવામાં આવી હતી. મહિલાની ઓળખ કરવાના પ્રયાસો ચાલુ છે અને મામલાની તપાસ કરવામાં આવી રહી છે.