ચૂંટણી 2024ટોપ ન્યૂઝનેશનલ

મોદી 3.0 : 72 સભ્યોનું જંબો મંત્રીમંડળ, ગુજરાતમાંથી 4+2 નો સમાવેશ

  • ગુજરાતમાંથી લોકસભાના 3 સભ્યોને કેબિનેટ પદ મળ્યું
  • ભાવનગરના સાંસદ નિમુબેનને રાજ્યક્ક્ષાના મંત્રી બનાવાયા
  • રાજ્યસભાના બે સભ્યો જેપી નડ્ડા અને એસ જયશંકરનો પણ કેબિનેટમાં સમાવેશ

નવી દિલ્હી, 9 જૂન : લોકસભા ચૂંટણીના પરિણામો બાદ હવે 18મી લોકસભાની રચનાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. મોદી સરકાર 3.0નો શપથ ગ્રહણ સમારોહ આજે સાંજે 7.15 કલાકે રાષ્ટ્રપતિ ભવન ખાતે શરૂ થયો હતો જે પૂર્ણ થઈ ગયો છે. નરેન્દ્ર મોદીએ આજે ​​ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા. તેમની સાથે કેબિનેટમાં સામેલ થનારા મંત્રીઓ પણ હોદ્દા અને ગુપ્તતાના શપથ લીધા છે. તેમના સિવાય પીએમ મોદીની કેબિનેટમાં અત્યાર સુધીમાં 30 મંત્રીઓ સામેલ થયા છે. આમ કુલ 72 સભ્યોનું જંબો મંત્રીમંડળ બન્યું છે. જેમાં ગુજરાતમાંથી 5 સાંસદોનો સમાવેશ થયો છે. જેમાં 4 સાંસદોએ કેબિનેટ તેમજ 1એ રાજયકક્ષાના મંત્રી તરીકે શપથ લીધા છે.

કેબિનેટ મંત્રી

1. નરેન્દ્ર મોદી (વડાપ્રધાન)
2. રાજનાથ સિંહ
3. અમિત શાહ
4. નીતિન ગડકરી
5. જેપી નડ્ડા
6. શિવરાજ સિંહ
7. નિર્મલા સીતારમણ
8. એસ જયશંકર
9. મનોહર લાલ ખટ્ટર
10. એચડી કુમારસ્વામી
11. પીયૂષ ગોયલ
12. ધર્મેન્દ્ર પ્રધાન
13. જીતનારામ માંઝી
14. રાજીવ રંજન ઉર્ફે લાલન સિંહ
15. સર્બાનંદ સોનેવાલ
16. ડૉ. વીરેન્દ્ર કુમાર
17. રામ મોહન નાયડુ ટીડીપી
18. પ્રહલાદ જોશી
19. જુએલ ઓરાઓન
20. ગિરિરાજ સિંહ
21. અશ્વિની વૈષ્ણવ
22. જ્યોતિરાદિત્ય સિંધિયા
23. ભૂપેન્દ્ર યાદવ
24. ગજેન્દ્ર સિંહ શેખાવત
25. અન્નપૂર્ણા દેવી
26. કિરણ રિજિજુ
27. હરદીપ પુરી
28. મનસુખ માંડવિયા
29. જી કિશન રેડ્ડી
30. ચિરાગ પાસવાન
31. સી.આર. પાટીલ

રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો)

32. રાવ ઈન્દ્રજીત સિંહ
33. જિતેન્દ્ર સિંહ
34. અર્જુન રામ મેઘવાલ
35. પ્રતાપરાવ ગણપતરાવ જાધવ
36. જયંત ચૌધરી

રાજ્ય મંત્રી

37. જિતિન પ્રસાદ
38. શ્રીપાદ યશો નાઈક
39. પંકજ ચૌધરી
40. કૃષ્ણપાલ ગુર્જર
41. રામદાસ આઠવલે
42. રામનાથ ઠાકુર
43. નિત્યાનંદ રાય
44. અનુપ્રિયા પટેલ
45. વી સોમન્ના
46. ​​ચંદ્રશેખર પેમ્માસાની
47. એસપી સિંહ બઘેલ
48. શોભા કરંડલાજે
49. કીર્તિવર્ધન સિંહ
50. બીએલ વર્મા
51. શાંતનુ ઠાકુર
52. સુરેશ ગોપી
53. અલ મુર્ગન
54. અજય તમટા
55. બંડી સંજય
56. કમલેશ પાસવાન
57. ભગીરથ ચૌધરી
58. સતીશ દુબે
59. સંજય શેઠ
60. રવનીત સિંહ બિટ્ટુ
61. દુર્ગાદાસ સુઇકે
62. રક્ષા ખડસે
63. સુકાંત મજમુદાર
64. સાવિત્રી ઠાકુર
65. તોખાન સાહુ
66. રાજભૂષણ ચૌધરી
67. શ્રીપતિ વર્મા/શ્રીનિવાસ વર્મા નરસાપુરમ
68. હર્ષ મલ્હોત્રા
69. નીમુબેન બાંભણિયા
70. મુરલીધર મોહોલ
71. જ્યોર્જ કુરિયન
72. પવિત્રા માર્ગેરીટા

એક સમયે શપથવિધિમાં મોદી જમીન ઉપર બેઠા હતા

ઉલ્લેખનીય છે કે, જ્યારે આજે વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈ મોદીએ ત્રીજી વખત શપથ લીધા છે ત્યારે હાલમાં તેમનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેમાં 3 દાયકા પૂર્વે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે કેશુભાઈ પટેલે જ્યારે શપથ લીધા હતા ત્યારે પાર્ટીના સંગઠન મહામંત્રી નરેન્દ્ર મોદીએ નીચે જમીન પર બેસીને સમારંભ માણ્યો હતો.

કોને કોને આમંત્રણ મળ્યું હતું ?

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને શપથ ગ્રહણ કાર્યક્રમ માટે આમંત્રણ મળ્યું છે. ખડગેએ પણ શપથ ગ્રહણમાં હાજરી આપી હતી. ભારતના પડોશી દેશોના નેતાઓએ પણ વડાપ્રધાન અને તેમની મંત્રી પરિષદના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપી હતી.

ક્યાં વિદેશી મહેમાન હતા હાજર ?

આ સમારોહમાં માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુ, શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે, સેશેલ્સના ઉપરાષ્ટ્રપતિ અહમદ અફીફ, મોરેશિયસના વડાપ્રધાન પ્રવિંદ કુમાર જુગનાથ, બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના, નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહલ ‘પ્રચંડ’ અને ભૂટાનના વડાપ્રધાન શેરિંગ તોબગેએ હાજરી આપી હતી .

Back to top button