અમદાવાદગુજરાતચૂંટણી 2024ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ગુજરાતના આ ચહેરા ચમકશે મોદી 3.O કેબિનેટમાં? જુઓ તેની સંપૂર્ણ યાદી

Text To Speech
  •  PM મોદીની સાથે 40 અન્ય સાંસદો પણ મંત્રી તરીકે લઈ શકે છે શપથ

નવી દિલ્હી, 9 જૂન: લોકસભા ચૂંટણી 2024માં સ્પષ્ટ બહુમતી મેળવ્યા બાદ NDA ગઠબંધન આજે રવિવારે સરકાર બનાવવા માટે તૈયાર છે. થોડા જ કલાકો બાદ, નરેન્દ્ર મોદી સાંજે 7:15 વાગ્યે તેમના ત્રીજા કાર્યકાળ માટે વડાપ્રધાન તરીકે શપથ લેશે. મળતી માહિતી અનુસાર, તેમની સાથે 40 અન્ય સાંસદો પણ મંત્રી તરીકે શપથ લઈ શકે છે. મોદી 3.0 કેબિનેટમાં ગુજરાતના કુલ 6 ચહેરાઓનો સમાવેશ થશે. જેમાં 4 લોકસભા સાંસદ અને 2 રાજ્યસભા સાંસદોના નામ સામેલ છે.

ચાર લોકસભા સાંસદો

  1. અમિત શાહ
  2. સી.આર.પાટીલ
  3. મનસુખ માંડવિયા
  4. નીમુ બેન બાભણીયા

રાજ્યસભાના બે સાંસદો

  1. એસ જયશંકર
  2. જે.પી. નડ્ડા

યુપીમાંથી ક્યા મંત્રીઓનો કેબિનેટની યાદીમાં થશે સમાવેશ?

આવી સ્થિતિમાં ઉત્તર પ્રદેશના પાંચ મંત્રીઓ પણ શપથ લઈ શકે છે. આજે જે મંત્રીઓ શપથ લેવાના છે તેઓને પણ પીએમઓ તરફથી ફોન આવવા લાગ્યા છે. તેમને પીએમના નિવાસસ્થાને ચા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. ઉત્તર પ્રદેશમાંથી મંત્રી બનાવવામાં આવેલા લિસ્ટમાં જયંત ચૌધરી, અનુપ્રિયા પટેલ, પંકજ ચૌધરી, રાજનાથ સિંહ અને જિતિન પ્રસાદના નામ સામેલ છે.

આ વખતે વડાપ્રધાનનો શપથ ગ્રહણ સમારોહ ઘણી રીતે ખાસ બનવાનો છે. આ સમારોહમાં એક તરફ દુનિયાભરના મોટા અને દિગ્ગજ નેતાઓ ભાગ લેશે, તો બીજી તરફ સેનિટેશન વર્કર્સ, ટ્રાન્સજેન્ડર અને મજૂરો પણ આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનશે. મળતી માહિતી મુજબ નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહમાં કુલ 8000 મહેમાનો હાજરી આપી શકે છે. નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહમાં દેશભરમાંથી 10 વંદે ભારત ટ્રેનના લોકો પાઈલટને પણ ખાસ મહેમાન તરીકે આમંત્રિત કરવામાં આવ્યા છે, જેમાં ચાર મહિલા લોકો પાઈલટનો પણ સમાવેશ થાય છે.

આ પણ જુઓ: ભાજપ સાંસદ નિશિકાંત દુબેની પોસ્ટે મચાવ્યો હંગામો, શું ઝારખંડમાં સત્તા પરિવર્તન થશે?

Back to top button