અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની કેન્દ્રીય કાર્યસમિતિ સુરતમાં થઈ સંપન્ન
- પ્રતિનિધિઓ દ્વારા સામૂહિક વંદે માતરમ કરીને બેઠકનો શુભારંભ કરવામાં આવ્યો
સુરત, 7 જૂન, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની એક દિવસીય કેન્દ્રીય કાર્ય સમિતિ બેઠક ગુજરાતના સુરત ખાતે સંપન્ન થઈ, બેઠકની શરૂઆતમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ ડો. રાજશરણ શાહી, રાષ્ટ્રીય મહામંત્રી યાજ્ઞવલ્ક્ય શુક્લ અને રાષ્ટ્રીય સંગઠન મંત્રી આશિષ ચૌહાણ દ્વારા માતા સરસ્વતીજી અને સ્વામી વિવેકાનંદજી સમક્ષ દીપ પ્રજ્વલિત કર્યા હતા. ત્યાર બાદ ઉપસ્થિત પ્રતિનિધિઓ દ્વારા સામૂહિક વંદે માતરમ કરીને બેઠકનો શુભારંભ કરવામાં આવ્યું હતો.
ભારત એ લોકતંત્રની જનની છે: ABVP અધ્યક્ષ
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ ડો. રાજશરણ શાહી એ કહ્યું કે, ” ભારતનું લોકતંત્ર સંમુદ્ધ અને સશક્ત થઈને સંપૂર્ણ વિશ્વનું નેતૃત્વ કરવા તરફ આગળ વધી રહ્યું છે. ભારત એ લોકતંત્રની જનની છે. આ લોકતાંત્રિક વ્યવસ્થામા સૌ લોકોની સહભાગીતાથી દેશમાં એક સકારાત્મક વાતાવરણ ઉત્પન્ન થયું છે. લોકતંત્રની સશક્તતા, બંધુત્વ તથા સનાતનના મૂળમાં રહી છે, અહીં લોકતાંત્રિક મૂલ્યોને લોકજીવનમાં પ્રસ્થાપિત કરવા માટેના મહત્વપૂર્ણ પ્રયાસો પણ કરવામાં આવેલા છે. દેશમાં ‘સ્વ’ અને ‘સ્વ-બોધ’ આધારિત વ્યવસ્થાને આગળ વધારવા તથા વિભિન્ન ક્ષેત્રોમાં ભારતીય મૂલ્ય આધારિત બદલાવ લાવવા માટે આપણે સૌએ મળીને પ્રયાસ કરવો પડશે. વિધાર્થી પરિષદના રચનાત્મક પ્રયાસોના માધ્યમથી દેશભરના વિદ્યાર્થીઓને સંસ્કારીત કરવાના કાર્યો કરવામાં આવી રહ્યા છે.
યુવાનોમાં પરિવર્તનકારી બદલાવ લાવવાનો અથાક પ્રયાસ
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના રાષ્ટ્રીય મહામંત્રી યાજ્ઞવલક્ય શુક્લાજીએ કહ્યું કે, ” આજે ભારતનો સુવર્ણ કાળ છે, ભારત પોતાના લક્ષ્યોને પુરા કરવા માટે ગતિથી વિવિધ ક્ષેત્રોમાં આગળ વધી રહ્યું છે. વિદ્યાર્થી પરિષદે વિવિધ શૈક્ષણિક સંસ્થાનોમાં રચનાત્મક અને આંદોલનાત્મક ગતિવિધિઓ દ્વારા છૂપી સમસ્યાઓના સમાધાન માટે મહત્વની ભૂમિકા ભજવી છે. શિક્ષણ, પર્યાવરણ, ઉદ્યોગ, રમત ગમત જેવા મહત્વપૂર્ણ વિષયો પર અ. ભા. વિ. પ. ના કાર્યક્રમો અને અભિયાનોએ યુવાનોમાં એક પરિવર્તનકારી બદલાવ લાવવાનો અથાક પ્રયાસ કર્યો છે. ભારત મજબૂતિથી વિશ્વનું નેતૃત્વ કરવા તરફ આગળ વધી રહ્યું છે, આશા છે કે આ ગતિવિધિ બધામાં એક સકારાત્મક બદલાવ લાવવાનું કાર્ય કરશે.
આ પણ વાંચો..અમદાવાદના બોપલમાં બે નંબરમાં શેરબજારનું ડબ્બા ટ્રેડિંગ કરતાં 18 લોકો ઝડપાયા