ચૂંટણી 2024ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ભારત પાસે યોગ્ય સમયે યોગ્ય નેતા છેઃ ચંદ્રબાબુ નાયડુ

Text To Speech
  • એનડીએ દળોની બેઠકમાં તમામ સાથી પક્ષોના નેતાઓએ મોદીના નેતૃત્વમાં વિશ્વાસ વ્યક્ત કર્યો

નવી દિલ્હી, 7 જૂનઃ લોકસભા ચૂંટણીના પરિણામના ત્રણ દિવસ પછી કેન્દ્રમાં સરકાર રચવાની કામગીરી આજે શુક્રવારે શરૂ થઈ છે. એનડીએના ચૂંટાયેલા તમામ સાંસદો અને તમામ પક્ષના ટોચના નેતાઓએ આજે જૂના સંસદભવનના સેન્ટ્રલ હૉલમાં એક સંયુક્ત બેઠકમાં નરેન્દ્ર મોદીની સર્વસંમત નેતા તરીકે વરણી કરી હતી.

નરેન્દ્ર મોદીને ત્રીજી મુદત માટે વડપ્રધાન તરીકે પસંદ કરવા માટે યોજાયેલી બેઠકમાં એનડીએના સાથીપક્ષોના નેતાઓએ મોદીના ભરપૂર વખાણ કર્યા હતા અને તેમની સરકારને મજબૂત સમર્થન આપવાની ખાતરી આપી હતી.

આ બેઠકમાં બોલતા આંધ્રપ્રદેશના નવનિયુક્ત મુખ્યપ્રધાન અને ટીડીપીના નેતા નારા ચંદ્રબાબુ નાયડુ (એન. ચંદ્રબાબુ નાયડુ)એ નરેન્દ્ર મોદીના ભારોભાર વખાણ કર્યા હતા. નાયડુએ મોદીને નેતા તરીકે પસંદ કરવાના પ્રસ્તાવનું સમર્થન કરતાં જણાવ્યું હતું કે, મને વિશ્વાસ છે કે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત વિશ્વગુરુ બનશે.

ચંદ્રબાબુએ કહ્યું કે, છેલ્લા ત્રણ મહિનાથી મોદીએ જરાય આરામ કર્યો નથી. દેશને શક્તિશાળી બનાવવો એ મોદીની સૌથી મોટી સફળતા છે. હું દરેકને અભિનંદન આપું છું, આપણે સૌએ ભવ્ય સફળતા મેળવી છે.

એન. ચંદ્રબાબુ નાયડુએ વધુમાં કહ્યું કે, નરેન્દ્ર મોદીના સમયગાળામાં દેશનું અર્થતંત્ર મજબૂત બન્યું છે. તેમના નેતૃત્વમાં જ ભારત વૈશ્વિક સત્તા તરીકે ઉભર્યો છે. નરેન્દ્ર મોદીએ સબકા સાથ-સબકા વિકાસ સૂત્ર દ્વારા વિકસિત ભારત અને સામૂહિક સંકલ્પશક્તિથી આપણે દેશને ગરીબી મુક્ત બનાવી શકીશું. ચંદ્રબાબુએ જણાવ્યું કે, વાસ્તવમાં દેશને એકદમ યોગ્ય સમયે યોગ્ય નેતા મળ્યા છે.

જેડીયુના નેતા નીતિશ કુમારે પણ મોદીના વખાણ કરતાં કહ્યું હતું કે, તેમના નેતૃત્વમાં દેશે ઘણી પ્રગતિ કરી છે અને હજુ પણ એ પ્રગતિ આગળ ધપશે. નીતિશ કુમારે પોતાની છબિ ન બગડે અને ફરીથી વિરોધીઓ અટકળો શરૂ ન કરે તે આશયથી આડકતરી રીતે ચાર વખત એવું બોલ્યા હતા કે તેઓ હવે એનડીએની સાથે જ રહશે.

આ પણ વાંચોઃ NDAના નેતા તરીકે નરેન્દ્ર મોદીના નામ ઉપર સર્વસંમતિ, જાણો કોણે શું કહ્યું?

Back to top button