નીતિશ કુમારે એનડીએની સાથે જ રહેવાની ખાતરી આપી, જાણો શું કહ્યું?
- વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે પણ કરે છે, જે રીતે કરે છે, તે બધું સારું છે: નીતિશ કુમાર
નવી દિલ્હી, 7 જૂન: નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) સંસદીય દળની બેઠકમાં બિહારના મુખ્યમંત્રી અને જનતા દળ યુનાઈટેડ (JDU)ના વડા નીતિશ કુમારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કર્યા છે. નરેન્દ્ર મોદીના નામના પ્રસ્તાવને મંજુરી આપતા નીતિશ કુમારે કહ્યું કે, “આ આનંદની વાત છે કે તેઓ 10 વર્ષથી વડાપ્રધાન છે અને ફરીથી વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે. તેમણે દેશની સેવા કરી છે. હવે પૂરેપૂરો વિશ્વાસ છે કે જે પણ બાકી રહ્યું છે, તે બધું તેઓ આગામી સમયમાં પૂરું કરી દેશે. જે દરેક રાજ્યમાંથી છે, તે પણ. અમે આખો દિવસ તેમની સાથે રહીશું. એકંદરે, તેઓ જે પણ કરે છે, જે રીતે કરે છે, બધું સારું છે.”
View this post on Instagram
#WATCH बिहार के मुख्यमंत्री और JDU नेता नीतीश कुमार ने कहा, “हमारी पार्टी JDU, भाजपा संसदीय दल के नेता नरेंद्र मोदी को भारत के प्रधानमंत्री पद के लिए समर्थन देती है। यह बहुत खुशी की बात है कि 10 साल से ये पीएम हैं और फिर पीएम होने जा रहे हैं। इन्होंने पूरे देश की सेवा की है और… pic.twitter.com/LZ0tGJSO86
— ANI_HindiNews (@AHindinews) June 7, 2024
નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) સંસદીય દળની બેઠકમાં ભાજપના વરિષ્ઠ નેતા રાજનાથ સિંહે લોકસભામાં રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન અને ભાજપના નેતા તરીકે નરેન્દ્ર મોદીના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો. આ પછી બીજેપીના વરિષ્ઠ નેતા અમિત શાહ, નીતિન ગડકરી અને એનડીએના ભાગીદાર TDPના ચંદ્રબાબુ નાયડુ, JDUના નીતિશ કુમાર, શિવસેનાના એકનાથ શિંદે સહિત અન્ય નેતાઓએ પ્રસ્તાવને સમર્થન આપ્યું હતું.
ઓછી બેઠકો તરફ ઈશારો કરતા નીતિશ કુમાર કહ્યું: ભવિષ્યમાં આવું કંઈ નહીં થાય
નીતિશ કુમાર વધુમાં કહ્યું કે, “અમને લાગે છે કે જ્યારે તમે આગામી વખતે આવશો, ત્યારે આ વખતે જે લોકો જીત્યા છે તેઓ આગામી વખતે હારશે. અમને પૂરો વિશ્વાસ છે. આ બધી અર્થહીન વાતોને ગોળ-ગોળ ફેરવીને શું કર્યું? એ લોકોએ આજ સુધી કોઈ કામ કર્યું નથી, દેશની સેવા કરી નથી. તમે આટલી બધી સેવા કરી છે. જે બાદ આવું થયું. આ વખતે તેઓને જે તક મળી છે હવે અના પછી આગળ કંઈ થશે નહીં, તે લોકો માટે હવે કોઈ અવકાશ રહેશે નહીં. તે બધા હારી જશે. બીજી તરફ બિહારના તમામ કામ પણ થશે. જે બાકી છે, તે પણ કરીશું. તે દેશનો સૌથી જૂનો વિસ્તાર છે. તમે જે કામ ઈચ્છો છો તે કામ કરવામાં માટે અમે સંપૂર્ણપણે સમર્પિત રહીશું.”
‘અમે તો ઇચ્છતા હતા કે આજે જ શપથ ગ્રહણ થઈ જાય…’
”ખૂબ જ સારું થયું, આપણે જેટલા સાથે છીએ, ખૂબ જ સારું છે. આપણે સાથે મળીને ચાલીશુ, અમે તમને પૂરો સાથ-સહકાર આપીશું. તમે આખા દેશને આગળ લઈ જશો, આ અમારું કહેવું છે. મારી વિનંતી છે કે, તમારું કામ જલદી શરૂ થવું જોઈએ અને જલ્દી શપથ ગ્રહણ સમારોહ થવો જોઈએ. તમારે તે રવિવારે રાખ્યોછે. અમે તો ઇચ્છતા હતા કે જો તે આજે જ કરવામાં આવે તો તે વધુ સારું રહેશે. કામ જેટલી ઝડપથી શરૂ થાય તેટલું સારું. થશે તો સારું જ. જેનાથી સમગ્ર દેશને ઘણો ફાયદો થશે. જો કોઈ આમથી તેમ કરવા માંગે છે, તો તેને કોઈ ફાયદો થશે નહીં. તેથી હું તમને અભિનંદન આપું છું. દરેક વ્યક્તિ ખૂબ ખુશ છે. દરેક વ્યક્તિ તમારા નેતૃત્વમાં કામ કરશે. અમે બધા તમારી સાથે રહીશું, સાથે આવીશું, અમે જે પણ કરીશું, તમારી સલાહ માનીને આગળ વધીશું.”
આ પણ જુઓ: ભારત પાસે યોગ્ય સમયે યોગ્ય નેતા છેઃ ચંદ્રબાબુ નાયડુ