કંગના રનૌત પર સંજય રાઉતે કહ્યું: કેટલાક લોકો મત આપે છે તો કેટલાક થપ્પડ
- મને ખબર નથી કે ખરેખર શું થયું. હું આ બાબતે તપાસ કરીશ: શિવસેના નેતા
મુંબઈ, 7 જૂન: બોલિવૂડ અભિનેત્રી અને હિમાચલની મંડી લોકસભા બેઠકની સાંસદ કંગના રનૌત પર ગુરુવારે ચંદીગઢ એરપોર્ટ પર હુમલો કરવામાં આવ્યો હતો. CISFની મહિલા જવાન કુલવિંદર કૌરે તેને થપ્પડ મારી હતી. કંગના રનૌતને પડેલી આ થપ્પડ મામલે હવે શિવસેનાના નેતા સંજય રાઉતે નિવેદન આપ્યું છે. સંજય રાઉતે કહ્યું છે કે, “કેટલાક લોકો મત આપે છે તો કેટલાક લોકો થપ્પડ મારે છે. મને ખબર નથી કે ખરેખર શું થયું. હું આ બાબતે તપાસ કરીશ અને પછી તમારી સાથે વાત કરીશ.”
#WATCH | Mumbai: On Kangana Ranaut slapped by CISF woman constable, Shiv Sena (UBT) leader Sanjay Raut says, ” Some people give votes and some give slaps. I don’t know what has happened actually… If the constable has said that her mother was also sitting, then it is true. If… pic.twitter.com/CdrBypPxyc
— ANI (@ANI) June 7, 2024
આ મામલે જ્યારે કંગના રનૌત અને તેના સ્ટાફે ફરિયાદ કરી, ત્યારે તેણીની અટકાયત કરવામાં આવી હતી અને હાલમાં તેને નોકરીમાંથી સસ્પેન્ડ કરવામાં આવી છે. પૂછપરછ દરમિયાન કુલવિંદર કૌરે જણાવ્યું હતું કે, ખેડૂતોના આંદોલન દરમિયાન કંગના રનૌતના નિવેદનથી તેને દુઃખ થયું હતું. હવે તેના પર રાજકારણ પણ શરૂ થઈ ગયું છે. આ ઘટના પર ઉદ્ધવ સેનાના નેતા સંજય રાઉતે ઝાટકણી કાઢી છે.
શિવસેના નેતા સંજય રાઉતે શું કહ્યું?
મીડિયા સાથે વાત કરતા સંજય રાઉતે કહ્યું હતું કે, કેટલાક લોકો મત આપે છે તો કેટલાક લોકો થપ્પડ મારે છે. મને ખબર નથી કે ખરેખર શું થયું. હું આ બાબતે તપાસ કરીશ અને પછી વાત કરીશ. આ મામલે જ્યારે તેમને કહેવામાં આવ્યું કે, કોન્સ્ટેબલે કંગનાના નિવેદનને ટાંકીને તેના પર હુમલો કરવાની વાત કરી છે, તો તેમણે કહ્યું કે, તેણીને ઈજા થઈ હોત. તેમ છતાં કોઈએ સાંસદ પર હાથ ન ઉપાડવો જોઈએ. જો CISF મહિલા જવાનનું એવું કહેવું છે કે તેમની માતા ખેડૂતો આંદોલનમાં બેઠા હતા અને તેમના વિશે કરવામાં આવેલી ટિપ્પણીઓથી તેણી દુઃખી હતી, તેથી તેણીને ગુસ્સો આવી ગયો. ભારત માતા પણ તેમની માતા છે. ત્યાં બેઠેલી યુવતીઓ અને મહિલાઓ પણ ભારતમાતાનું જ સ્વરૂપ હતું.
કંગના રનૌતે પણ મુંબઈને પાકિસ્તાન કહી દીધું હતું: સંજય રાઉત
સંજય રાઉતે કહ્યું કે, અમને કંગના રનૌત પ્રત્યે સહાનુભૂતિ છે. અમે તેમની સાથે છીએ. તેમ છતાં આ ઘટના દર્શાવે છે કે, ખેડૂતો આંદોલનને લઈને લોકોમાં હજુ પણ કેટલો ગુસ્સો છે. કંગના રનૌતે પણ મુંબઈને પાકિસ્તાન કહી દીધું હતું અને તેના નિવેદનથી લોકો નારાજ થયા હતા.” ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની સરકાર વખતે કંગના રનૌત હુમલાખોર હતી. સરકાર સાથે તેમનો સંઘર્ષ પણ જોવા મળ્યો હતો. એટલું જ નહીં, શિવસેનાની આગેવાની હેઠળની BMCએ તેમના ઘરના એક ભાગને અતિક્રમણ ગણાવીને તોડી પાડ્યો હતો. કદાચ તેનો ઉલ્લેખ કરીને સંજય રાઉતે કંગના પર પ્રહાર કરતા કહ્યું કે, “તેણે મુંબઈને પાકિસ્તાન પણ કહી દીધું હતું.”
આ પણ જુઓ: સાંસદ કંગના રણૌતને થપ્પડ મારનાર CISF મહિલા જવાન સસ્પેન્ડ કરાઈ